ફોન ઉપાડી ને તરત આપણે કેમ “hello” શબ્દ જ બોલીએ છીએ? જાણો તેની પાછળ નું રહસ્ય

આપણે બધા જ લોકો ફોન ઉપાડ્યા બાદ હેલો શબ્દ જ શું કામ બોલીએ છીએ? હેલોના બદલે આપણે કઈક બીજુ પણ તો બોલી શકીએ ને? જેમ કે તમે કોણ?, શું મારી વાત રમેશ સાથે થઈ રહી છે? તમે કેમ છો? પણ આપણે બધા ફોન ઉપાડ્યા બાદ બધાથી પહેલા હેલો જ બોલીએ છીએ. ધ્યાન દેવા જેવી વાત એ છે કે દુનિયાના બધા જ દેશોમાં હેલો બોલાય છે. ભલે તમે કોઈ પણ ભાષા બોલતા હો પણ કોલ પિક અપ કર્યા બાદ તમે હેલો શબ્દથી જ પોતાની વાતને શરૂ કરશો.
હેલો એક અંગ્રેજી શબ્દ છે જેનો જન્મ જર્મન શબ્દ હાલા કે હોલા થી થયો છે. હોલા કે હાલાનો અર્થ ‘કેમ છો’ એવો થાય છે. સમયની સાથે સાથે આ શબ્દની અંદર ઘણા ફેરફારો થયાં. સૌથી પહેલા તો આ શબ્દ હોલા થી હાલો બન્યો પછી હાલૂ અને આગળ જતા લોકો આને હેલો કહેવા લાગ્યા.
ફોન ઉપાડ્યા બાદ હેલો બોલવાની શરૂઆતને લઈને ઘણી બધી થીયરીઝ છે. એક થીયરી નું માનીએ તો આની શરૂઆત ટેલીફોનનો આવિષ્કાર કરવા વાળા ગ્રેહામબેલે કરી હતી. કહેવાય છે કે ટેલિફોન ઉપાડ્યા બાદ હેલો બોલવાના ચલણની શરૂઆત બેલે કરી હતી.
કેટલીક મીડિયા રિપોર્ટસનું માનીએ તો ગ્રેહામ બેલની એક ગર્લફ્રેન્ડ હતી, જેનું નામ મારગ્રેટ હેલો હતું. ગ્રેહામ બેલે ટેલિફોનનો આવિષ્કાર કર્યા બાદ મારગ્રેટ હેલોને ફોન કર્યો અને બોલ્યો ‘હેલો’. આ પછીથી જ હેલો બોલવાની પરંપરાની શરૂઆત થઈ.
તો કેટલાક લોકોનું કહેવું છે કે ગ્રેહામ બેલ અને મારગ્રેટ હેલોની આ કહાની ખોટી છે. એમના મુજબ ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ મારગ્રેટ હેલો ન હતું. તેનો કોઈ પાકો સબુત પણ હજુ સુધી કોઈની પાસે નથી. આ લોકોનું કહેવું છે કે ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ મેબેલ હવાર્ડ હતું. જેની સાથે આગળ જતા ગ્રેહામ બેલે લગ્ન કર્યા હતા.
તો હેલો શબ્દને લઈને બીજી થીયરી એમ કહે છે કે ફોન પર હેલો શબ્દના ચલણની શરૂઆત થોમસ આલ્વા એડિસને કરી હતી. થીયરીનું માનીએ તો થોમસ આલ્વા એડિસન દ્વારા હેલો બોલાયા પહેલા ફોન પર ‘આર યું ધેર?’ બોલવામાં આવતું થોમસને ફોન પર વાત કરતી વખતે આટલી લાંબી લાઈન બોલવી પસંદ ન હતી. પછી તેઓ ફોન પર હેલો બોલ્યા અને અહી થી જ હેલો બોલવાના ચલણની શરૂઆત થઈ