Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંસ્વાસ્થ્ય

કોરોના સમયમાં ઇમ્યુનિટી વધારવા માટે લઈ રહ્યા છો જે ઔષધી, તેનાથી થઈ રહ્યું છે લિવર ડેમેજ ડોક્ટરે કર્યા સાવચેત…

કોવિડ-19 થી બચવા માટે લેવા માં આવતી કેટલીક જડી બૂટીઓ અને પારંપરિક દવાઓ શરીર ને ગંભીર નુકસાન પહોચાડી શકે છે. મુંબઈ માં ડોક્ટર્સ એ પાછલા વર્ષે સપ્ટેમ્બર થી ડિસેમ્બર ની વચ્ચે આના લીધે થયેલ લિવર ડેમજ ના લગભગ છ કેસ જોયા હતા. આવા મોટાભાગ ના દર્દીઓ માં જોંડિસ એટલે કે કમળો અને લીથર્જી એટકે સુસ્તી- થાક સાથે જોડાયેલ વિકાર ની સમસ્યા જોવા માં આવી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ની એક રિપોર્ટ અનુસાર, ડોક્ટર્સ એ જ્યારે આ દર્દી ઓ ની મેડિકલ હિસ્ટ્રી ની તપસ કરી તો જાણ થઈ કે આ દરેક ટિનોસ્પારા કોર્ડિફોલિયા નું સેવન કરતા હતા, જેને સામાન્ય ભાષા માં લોકો ગિલોય તરીકે જાણે છે.

ભારત માં ગિલોય ને લાંબા સમય થી સ્વાસ્થ્ય સંબધી ફાયદાઓ સાથે જોડી જુએ છે. ‘ ઇંડિયન નેશનલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ધ લિવર માં પ્રકાશિત એક સ્ટડી માં લિવર સ્પેશાલિસ્ટ ડોક્ટર આભા નાગરલે જણાવ્યુ કે એક 62 વર્ષની વૃદ્ધ મહિલા ને પેટ માં તકલીફ થયા બાદ તેમને હોસ્પિટલ માં દાખલ કરાયા હતા. લગભગ ચાર મહિના સુધી આ વિકાર સાથે જજુમ્યા બાદ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. 

ડો.નાગરલે જણાવ્યુ કે આ જ એ સમય હતો જ્યારે તેમને બાયોપ્સી કરાવ્યા બાદ લિવર માં ગિલોય ના લીધે થયેલી આ ઘાતક ઈંજરી ના વિષે ખબર પડી હતી. જણાવી દઈએ કે કોરોના ના સંકટ કાળ માં પણ કેટલીક વાર હેલ્થ એક્સપર્ટ એ ગિલોય  થી ઇમ્યુનિટી સારી થતી હોવાની વાત કરી હતી. લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. એ.એસ. સોઈન જેમનું આ અધ્યયન સાથે કોઈ કનેક્શન નથી, તેમણે જણાવ્યુ કે ગિલોય ના લીધે લિવર ડેમેજ થવાના અત્યાર સુધી ના પાંચ કેસ જોઈ ચૂક્યા છે.

લિવર ડેમેજ થવાના ના લીધે તેમના એક દર્દી નું મૃત્યુ પણ થઈ ગયું હતું. ડોક્ટર એ.એસ.સોઈન એ જણાવ્યુ કે મહામારી દરમિયાન લોકો ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે એક ઓક્સિડેંટ ના રૂપ માં ગિલોય નો ઉપયોગ કરી રહ્યા હતા. એમણે આગળ કહ્યું કે દુર્ભાગ્યવશ આ કારણે ઘણા બધા લોકો ણે લિવર ટોકસીટી નો સામનો કરવો પડ્યો છે. ગિલોય નું સેવન બંધ કર્યા ના થોડા મહીના પછી જ દર્દી ઓ ની રિકવરી થઈ ગઈ હતી. 

ગિલોય એ તમામ વૈકલ્પિક દવાઓ માં નું એક છે જેની ભલામણ ખુદ આયુષ મંત્રાલયે કરી હતી. આયુષ મંત્રાલયે દાવો કર્યો હતો કે ગિલોય SARC-CoV-2  ના કારણે થવા વાળી કોવિડ-19 બીમારી ની વિરુદ્ધ ગિલોય ઇમ્યુનિટી ને બુસ્ટ કરી શકે છે. ગિલોય ના પાંદડા પાન ના પાંદડા જેવા હોય છે. આના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન, ફૉસ્ફરસ પર્યાપ્ત માત્રા માં મળી આવે છે. આ સિવાય આના થડિયા માં સ્ટાર્ચ ની પણ સારી એવી માત્રા હોય છે. આયુર્વેદ માં પણ આના કેટલાય ફાયદા વિષે કહેવા માં આવ્યું છે.

 આયુર્વેદ અનુસાર ગિલોય ઇમયું સિસ્ટમ ને બુસ્ટ કરવા ની સાથે સાથે કેટલીક ગંભીર બીમારીઓ થી રક્ષણ પણ કરે છે. વિજ્ઞાન જગત ના મોટા મોટા  મહારથી પણ ગિલોય ના પાંદડા ને એક સારા માં સારો આયુર્વેદિક ઉપચાર માને છે.  મેટાબોલીઝમ સિસ્ટમ, તાવ, ઉધરસ, શરદી અને ગેસ્ટ્રો ઈંટરસ્ટાઇન  સમસ્યા ની સિવાય પણ ગિલોય કેટલીય મોટી મોટી બીમારીઓ થી તમારી રક્ષા કરી શકે છે.

લોકો ગરમ પાણી , જ્યુસ, કાવો, ચા કે પછી કોફી ના સ્વરૂપ માં આ નો ઉપયોગ કરે છે. કમળા ના દર્દી ઓ માટે પણ ગિલોય ના પાંદડા ને ફાયદા કારક માનવા માં આવે  છે. કેટલાક લોકો આને ચૂરણ ના રૂપ માં લે છે તો કેટલાક આના પાંદડા ને પાણી માં ઉકાળી ને એ પાણી પીવે છે. જો તમે ઈચ્છો તો ગિલોય ના પાંદડા ને વાટી ને મધ સાથે ભેળવી ને પણ પી શકો છો.

ગિલોયમાં આ તત્વ રહેલા છે. ગિલોયમાં ગ્લૂકોસાઇડ અને ટીનોસ્પોરિન, પામેરિન અને ટીનોસ્પોરિક એસિડ રહેલા છે. તે સિવાય ગિલોયમાં કોપર, આયરન, ઝીંક, કેલ્શિયન, એન્ટી કેન્સર જેવા તત્વો જોવા મળે છે.હંમેશા જવાન દેખાવા માટે ગિલોયનું સેવન કરવું જોઇએ. અસ્થમાની સમસ્યા છે તો ગિલોયનું સેવન કરવું ઉત્તમ ગણાય છે. પાચનતંત્રને ફિટ રાખવા માટે પણ ગિલોય ખૂબ જ અસરદાર છે.

[quads id=1]

Related Articles

Back to top button