શરીરના આ અંગ પર આવતી ખંજવાળ આપે છે ખાસ સંકેત, જાણી લ્યો તેનાથી થતાં લાભ અને ચમત્કારી ફાયદા
આપણું શરીર 70 ટકા પાણીથી બનેલું છે, શરીરમાં કોઈ બીમારી ના હોય તો પણ તમને ખંજવાળ તો આવે, જ્યારે આ ખજવાળ હદ થી વધી જાય તો બીમારીનું રૂપ લે છે, પણ આપણાં વડીલો એવું કહેતા કે દરેક ખંજવાળના જુદા જુદા લાભ હોય છે, હાથમાં ખંજવાળ આવે તો પૈસા આવે, પગમાં ખંજવાળ આવે તો બહાર ગામ જવાનું થાય, પણ જ્યોતિષ શાસ્ત્રમાં શરીરમાં અલગ અલગ જ્ગ્યા પર ખંજવાળ આવવી એની અલગ માન્યતા છે, તો ચાલો તમને જાણીએ જુદા જુદા અંગો પર ખંજવાળ આવવાના લાભો વિષે..
આપણો જમણો હાથ શુકન માટે વપરાય છે, બધા સારા કામ જમણા હાથે થી જ થવા જોઈએ, એટલે જ તો જમણા હાથ માં ખંજવાળ આવવી એ સારા શુકન કહેવાય, જમણા હાથમાં ખંજવાળ એ ધનલાભ સૂચવે છે, ક્યાક થી પૈસા આવશે, અને એવી જ રીતે ડાબા હાથમાં ખંજવાળ આવવાથી ધનહાનિ થાય છે, અચાનક વધારે પડતો ખર્ચો આવે, એવું સૂચવે છે.
આખો ને ચોળવી નહીં એવું ડોક્ટર અને વડીલો કહેતા હોય છે, પણ ખંજવાળ આવે તો શું કરવું ? આખો માં ખંજવાળ એ સારો સંકેત છે, આખો માં ખંજવાળ એ ધનલાભ ની નિશાની છે, તેના થી અટકેલાં નાણાં છૂટા થાય છે, તેમજ કોઈ ને ઉધાર આપેલા પૈસા પાછા મળી જાય.
શરીર માં ખંજવાળ આવવી એ સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ લાભ અને હાનિ સૂચવે છે, જો પુરુષ ને શરીર પર ખંજવાળ આવે તો તેને પિતા તરફથી ધનલાભ થઇ શકે છે, અથવા પિતા ની મિલકત પણ મળી શકે છે, તેવી જ રીતે જો સ્ત્રી ને શરીર પર ખંજવાળ આવે તો તેની બીમારી સૂચવે છે, તેથી સ્ત્રી ને ખંજવાળ આવે એ સારું ના કહેવાય.
જમણા હાથ ની હથેળી માં ખંજવાળ આવે છે તો એનો મતલબ એ છે કે તેને ખુબ જ જલ્દી ધન લાભ થવાનો છે અને જો ડાબા હાથ માં ખંજવાળ આવે છે તો ધન નું વ્યય થવાનું છે એટલે કે ધન વેડફાઈ જવાનું છે. કહેવામાં આવે છે કે આંખ માં અથવા એની આસપાસ ખંજવાળ આવે છે તો ક્યાંકથી પૈસા આવવાનો સંકેત છે.
પુરુષો ની છાતી પર કોઈ પણ સમયે ખંજવાળ આવે છે તો તેને પિતાની સંપતિ મળી શકે છે અને જો મહિલાઓ ની છાતી પર ખંજવાળ આવે તો એની સંતાન ને કોઈ પ્રકારની બીમારી થઇ શકે છે. જો તમારા હોઠ પર કે હોઠની આજુબાજુ ખંજવાળ આવતી હોય તો સમજી જજો કે તમને ક્યાંકથી સ્વાદિષ્ટ ભોજન મળવાનું છે. જો તમને પીઠ પર ખંજવાળ આવતી હોય તો તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે.પીઠ પર આવતી ખંજવાળ બીમારી અને કષ્ટ તરફ ઈશારો કરે છે.
પગમાં ખંજવાળ આવે તો યાત્રાના યોગ બને છે. પર્યટન પર જવાનો અવસર મળે છે કે પછી મનગમતા સ્થાન પર ભ્રમણ કરવાની તક મળે છે.જમણા ખભા પર ખંજવાળ આવે તો એનો અર્થ એ છે કે જલ્દી જ કોઈ મોટી વસ્તુ તમારા હાથ લાગવાની છે કે પછી તમારા રોકાયેલા કે ફસાયેલા નાણાંની પ્રાપ્તિ થઈ શકે છે. તમે થોડા સમયમાં સંતાન સુખ પણ મેળવી શકો છો.