Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

જો તમારા વોટ્સેપ ઉપર એમેઝોન ફ્રી ગિફ્ટના મેસેજ આવે છે તો થઈ જજો સાવધન, નહીં તો તમારૂ એકાઉન્ટ થઈ જશે ખાલી.

જો તમને WhatsApp ઉપર એક ઈવેન્ટમાં ભાગ લેવાથી ફ્રી ગીફ્ટ જીટી શકો છો એવો મેસેજ આવે છે તો તમે ઝડપથી સાવધાન થઈ જાઓ. કારણ કે આ મેસેજથી તમને મોટામાં મોટું નુકશાની થઈ શકે છે. તેનાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે અને તેની સાથે સાથે પર્સનલ માહિતી પણ ચોરી કરવામાં આવી શકે છે.

WhatsApp ઉપર અનેક લોકો દ્વારા ફોર્વર્ડ કરવામાં આવતા મેસેજમાં લખ્યું હોય છે કે, એમેઝોનની 30મી એનવર્સરી સેલિબ્રેશન હોવાથી તમારા સૌ માટે અમે ફ્રી ગીફ્ટ લાવ્યા છીએ. તેની સાથે એક URL (https://ccweivip.xyz/amazonhz/tb.php?v=ss1616516) પણ આપવામાં આવે છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, આ લીંક ઉપર ક્લિક કરવાથી તમે ફ્રી ગીફ્ટ જીતી શકો છો.

આ મેસેજમાં જોડાવા માટે તમારી જરૂરી જાણકારી માગવામાં આવશે. જ્યારે તમે આ લીંક ઉપર ક્લિક કરો છો ત્યારે તમને એક રજીસ્ટ્રેશન પેજ ઉપર લઈ જશે. જેમાં વપરાશકર્તાને ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું  છે કે, આ પ્રશ્નો એમેઝોનની સર્વિસને સુધારો કરવા માટે છે.

આ પ્રશ્નો તમારા ગ્રુપ, જાતિ અને તમે એમેઝોનની સર્વિસને કેવી રીતે રેટ કરો છો તેની સાથે જોડાયેલા છે. તે સિવાય આ સર્વેમાં વપરાશકર્તા પાસેથી તેના સાધન વિશે પ્રશ્નો પુછવામાં આવે છે કે તે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે કે પછી આઇફોન. આ પેજ ઉપર એક ટાઈમર પણ ચાલુ રાખવામાં આવેલું હોય છે જેનાથી લોકો પ્રભાવિત થાય છે.

હ્યુઆવેઇ મેટ 40 પ્રો 5G દેવાની લાલચ આપવામાં આવે છે – બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા પછી વપરાશકર્તાના સ્ક્રીન ઉપર ઘણા સારા ગિફ્ટ બોક્સ આવે છે. તે પછી આ ઈવેન્ટમાં ભાગ લેનારને 100 લક્કી વિજેટને હ્યુઆવેઇ મેટ 40 પ્રો 5G સ્માર્ટફોનનું ઈનામ આપવાનું કહેવામાં આવે છે.

હવે અહીંયાથી સાચી રમત શરૂઆત થાય છે. જેમા વપરાશકર્તાને આ પ્રશ્નને 5 વ્હોટ્સગ્રુપમાં કે પછી 20 અલગ અલગ વ્યક્તિઓને મોકલવાનું કહેવામાં આવે છે. પરંતુ તેમાં વપરાશકર્તાને કોઈ પણ પ્રકારની ગિફ્ટ મળતી નથી અને તે બધી રીતે ખોટ જાય છે. ક્યારેય આવી ભૂલ ન કરો- મેસેજની સાથે આપવામાં આવેલી લીંકમાં જેવી રીતે ગિફ્ટ આપવાનું કહેવામાં આવ્યું છે તે બધી રીતે ખોટું છે અને મોટાભાગના વપરાશકર્તા તેને સમજી નથી શકતા.

એક અગત્યની વાત જણાવીએ તો, કોઈ પણ કંપની કોઈ ઈવેન્ટમાં આવી કોઈપણ ગિફ્ટ નથી આપતી. આવામાં ક્રાઇમથી બચવા માટે યુઆરએલ લિંક ઉપર જરૂર ધ્યાન આપવું જોઈએ. આવા યુઆરએલને ક્રાઇમ દ્વારા તૈયાર કરવામાં આવ્યાં હોય છે. જેનાથી તે તમારી બધી જ જાણકારી મેળવી લે છે અને પછી તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.

[quads id=1]

Related Articles

Back to top button