રમત ગમત

IPL 2022 ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, ચાહકોને માટે છે ખાસ…..

IPL 2022 ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, ચાહકોને માટે છે ખાસ.....

IPL 2022 ની બધા ચાહકો રાહ જોઈ રહ્યા છે. 2020 માં જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી IPL બંધ દરવાજા વચ્ચે રમાઈ રહી છે. જ્યારે હવે આ બાબતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મેદાન પર જઈને ચાહકો મેચ જોઈ શકશે. થોડા દિવસો પહેલા એક જાણકારી સામે આવી હતી કે, કદાચ આ વખતે IPL બંધ બારણામાં પણ જોવા મળી શકે છે, પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે, BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બ્રોડને પરવાનગી મળવા જઈ રહી છે કે, આ વખતે 25 ટકાથી વધુ ચાહકો મેદાનની અંદર જઈ શકશે અને મેચનો આનંદ માણી શકશે.

નોંધનીય છે કે IPL 2022 ની શરૂઆત 26 માર્ચથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ સાથે થશે અને આ દરમિયાન BCCI તરફથી જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા 25 % લોકોને મંજૂરી આપવામાં આવી છે પરંતુ જેમ-જેમ આ લીગ આગળ વધશે અને જો કોરોના નિયંત્રણમાં રહેશે તો સરકાર તરફથી વધુ ચાહકોને મેદાનમાં જવાની પરવાનગી આપવામાં આવશે.

આ મોટા સમાચાર ફેન્સ માટે કોઈ ભેટ સમાન છે. કારણ કે વર્ષ 2019 ની આઈપીએલ ચાહકો માટે છેલ્લી આઈપીએલ હતી, જેને તેઓએ મેદાનમાં બેસીને જોઈ હતી. ત્યાર બાદ કોરોના શરૂ થયો અને બંધ દરવાજા વચ્ચે મેચો થવા લાગી હતી. હવે અમે આશા રાખીએ છીએ કે, કોરોનાના કેસ ન વધે અને ક્રિકેટની સાથે સાથે સામાન્ય જીવન પણ પરત ફરે.

 

[quads id=1]

Related Articles

Back to top button