અફઘાનિસ્તાનના રાશિદ ખાનનો આઈપીએલમાં ઝલવો, અત્યાર સુધી આટલા કરોડની કરી છે કમાણી

IPL 2022 ની મેગા હરાજીમાં ભારત સહિત 15 દેશોના 590 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. એવાના હરાજીના માત્ર 2 દિવસ દૂર છે. હરાજી 12 ફેબ્રુઆરીના સવારે 11 વાગ્યાના શરૂ થશે. અત્યાર સુધી 10 ટીમોએ 33 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. વિદેશી ખેલાડીઓની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 47 ખેલાડી તેમાં સામેલ છે. એક ટીમની પ્લેઇંગ-11 માં માત્ર 4 જ વિદેશી રમી શકે છે. આ કારણોસર લીગમાં ભારતના વધુ ખેલાડીઓને તક મળે છે. પરંતુ આઈપીએલની સેલેરી થી અત્યાર સુધી 12 દેશન્બા ખેલાડીઓ કરોડપતિ બની ચુક્યા છે. એટલું જ નહીં અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પાકિસ્તાનને પણ પાછળ છોડી દીધું છે.
આઈપીએલની શરૂઆત 2008 માં થઈ હતી. T-20 લીગની પ્રથમ સીઝનમાં પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ આ દરમિયાન 2008 માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના ખેલાડીઓના ઉતરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. IPL ની વર્તમાન સિઝનની વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનને ગુજરાત ટાઇટન્સે 15 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે. રાશિદ ખાન વિશ્વભરની T-20 લીગમાં રમે છે. તે 400 થી વધુ વિકેટ પણ લઇ ચુક્યો છે. તે અહીં સુધી પહોંચનાર સૌથી યુવા બોલર છે. તે T-20 લીગમાંથી અત્યાર સુધીમાં 55 કરોડની કમાણી કરી ચુક્યો છે. અફઘાનિસ્તાનના 17 ખેલાડીઓ પણ આ હરાજીમાં સામેલ છે.
IPL 2008 માં પાકિસ્તાનના 11 ખેલાડીઓ રમ્યા હતા. તેમાં ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીથી લઈને ફાસ્ટ બોલર શોએબ અખ્તર સામેલ હતા. શાહિદ આફ્રિદીને સૌથી વધુ 2.70 કરોડ રૂપિયા મળ્યા છે. આ સિવાય મોહમ્મદ આસિફ, શોએબ મલિક, યુનિસ ખાન, ઉમર ગુલ, કામરાન અકમલ, મિસ્બાહ-ઉલ-હક, મોહમ્મદ હફીઝ, સલમાન બટ્ટ અને સોહેલ તનવીર નો પણ સમાવેશ થાય છે.
તેમ છતાં પાકિસ્તાનના ખેલાડીઓ દુનિયાભરની અન્ય લીગમાં રમી રહ્યા છે. બીજી તરફ ભારતીય ખેલાડીઓને BCCI તરફથી વિદેશી લીગમાં રમવાની મંજૂરી મળી નથી. કો