રમત ગમત

ટીમ ઇન્ડિયાના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, ડે-નાઈટ ટેસ્ટ માં 100 ટકા ચાહકો સ્ટેડિયમમાં મેચ જોઈ શકશે

ટીમ ઇન્ડિયાના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, ડે-નાઈટ ટેસ્ટ માં 100 ટકા ચાહકો સ્ટેડિયમમાં મેચ જોઈ શકશે

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ 12 માર્ચ થી બેંગ્લોર માં રમાશે. તેના માટે ભારતીય ટીમે તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ બેંગ્લોરમાં ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે એક સારા સમાચાર છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને આ મેચ જોવા માટે 100 ટકા દર્શકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી આપવામાં આવી છે.

ભારત-શ્રીલંકા ડે-નાઈટ ટેસ્ટ માટે ટિકિટની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. એક નામી ચેનલના સમાચાર મુજબ, KACA ના ખજાનચી વિનય મૃત્યુંજયે જણાવ્યું હતું કે, પ્રથમ બે દિવસ માટે જનતા માટે ઉપલબ્ધ 10,000 ટિકિટ પહેલાથી બુક થઈ ગઈ છે. ટિકિટની માંગ પણ વધુ વધી ગઈ છે. ટિકિટોની વધતી જતી માંગને જોતા KSCA એ વધારાની ટિકિટોનું વેચાણ શરૂ કરી દીધું છે.

એસોસિએશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, “દર્શકોની હાજરી પરના નિયંત્રણો હટાવવા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને, KSCA સ્ટેડિયમમાં સંપૂર્ણ ક્ષમતા માટે ટિકિટોનું વેચાણ શરૂ કરી દેશ.”

બેંગ્લોરમાં જૂન 2018 બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાશે. આ જાન્યુઆરી 2020 માં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. તેમાં રોહિત શર્માએ પણ સદી ફટકારી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ અહીં રમાવાની હતી, જે વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની 100 મી મેચ બનવા જઈ રહી હતી, પરંતુ ત્યારબાદ BCCI એ નિર્ણય બદલી નાખ્યો હતો. હવે અહીં શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ રમાશે.

[quads id=1]

Related Articles

Back to top button