તમારા આધારકાર્ડ ને પાનકાર્ડ સાથે લિન્ક કરવાની પ્રોસેસ જાણી લ્યો.
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે સરકારે ઘણી વખત મુદત લંબાવી છે. આ સમયમર્યાદા છેલ્લે 30 જૂન, 2020 થી 31 માર્ચ, 2021 સુધી લંબાઈ હતી. જો તમે 31 માર્ચ, 2021 સુધીમાં તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો તો તમારો પાન કાર્ડ નંબર બંધ થઈ જશે. પાન કાર્ડ નંબર બંધ થયા પછી, તમે વધારે પ્રમાણમાં લેવાં દેવડ કરી શકશો નહીં.
જો તમે આ સમયગાળાની અંદર પાન કાર્ડ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરી શકતા નથી અને તમારો પાન નંબર બંધ થઈ જાય છે, તો પછી એવું માનવામાં આવશે કે તમારો પાન કાર્ડ કાયદા દ્વારા જરૂરી નિયમોને પૂર્ણ કરતો નથી અને આવકવેરાના કાયદાની કલમ 272 બી હેઠળ 10,000 નો દંડ લગાવવામાં આવી શકે છે.
જાણો કઈ રીતે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડી શકાય છે.
- પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા માટે, પહેલા તમારે આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જવું પડશે.
- હવે તમારે ડાબી બાજુએ લિંક આધાર કાર્ડ વિભાગ પર ક્લિક કરવું પડશે.
- અહીં તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર અને નામ દાખલ કરવું પડશે.
- હવે તમારે કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- હવે તમારે ‘લિંક આધાર’ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
- હવે આવકવેરા વિભાગ તમારું નામ, જન્મ તારીખ વગેરે માન્ય કરશે અને આ કર્યા પછી આધાર કાર્ડને પાનકાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા પૂરી થઈ જશે.
જાણો આ રીતે પાન કાર્ડને એસ.એમ.એસ દ્વારા આધાર કાર્ડ સાથે લિંક કરી શકાય.
તમે એસ.એમ.એસ દ્વારા પણ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. આ માટે તમારે મોબાઇલ પરના મેસેજ બોક્સ પર જવું પડશે અને યુ.આઈ.ડી.પી.એન લખવું પડશે. હવે તમારે જગ્યા આપીને પાન કાર્ડ અને આધારકાર્ડ નંબર લખવો પડશે. હવે તેને 567678 અથવા 56161 નંબર પર મોકલવું પડશે. આ પછી, આવકવેરા વિભાગ તમારા બંને નંબરને લિંક કરવાની પ્રક્રિયામાં મૂકશે.