Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંધાર્મિક

રાત્રે અચાનક ભસતા કુતરા આપે છે આ સંકેત, જાણી લ્યો અહી ક્લિક કરી કૂતરું રડે તો શું થાય છે?

કુતરા હંમેશાં મનુષ્ય માટેનું સૌથી નજીકનું પાલતુ પ્રાણી છે. કુતરા અને માણસો વચ્ચેની મિત્રતા અને કુતરાઓની વફાદારી વિશેની વાર્તાઓ બાળપણથી સાંભળતા આવી છીએ. જે લોકોએ કૂતરો પાળ્યો હોય છે તેના માટે તે એક દીકરો જ ગણે છે. પરંતુ શું તમને ખબર છે કે ક્યારેક રાતે ભસે તો તેના અમુક સંકેતો પણ હોય છે.

અમુક લોકો કુતરા પાળે છે જે એમના ઘરનું સભ્ય હોય છે. પરંતુ ક્યારેક પરિવાર સાથે બહાર જઈએ તો કુતરાને સાથે નથી લઈ જતાં અને ઘરે મૂકી જાય છે. ત્યારે તમે બહારથી ઘરે પરત ફરો ત્યારે તમારો કુતરો તમારા ઘરના અન્ય સભ્યોની જેમ તમારી રાહ જોઇને બેઠો હોય છે. અને તમારા આવવાથી તે ખુશ થઈને ભસે છે. અને તમે ખુશ થઈ જાવ છો.

પરંતુ આપણાં આસપાસની જૂની વાર્તા અનુસાર એવુ કહેવામાં આવ્યું છે કે જો અર્ધી રાતે કૂતરું રડે કે ભસે તો ક્યાંક એને યમરાજ દેખાય છે.જે વ્યક્તિના મૃત્યુ સંકેત લઈને આવે છે.પણ શું તમે જાણો છો કે અર્ધી રાતે ભસતું કૂતરાને ભવિષ્યમાં થનારી અમુક ઘટનાની ભીતિ દેખાય છે તેથી પણ તે ભસે છે.

દિવસ દરમ્યાન પણ ક્યારેક કૂતરું રડે છે.પણ એ કોઈ અંધશ્રદ્ધા નથી પણ એ કૂતરું ભૂખની તડપને કારણે રડતું હોય છે. અથવા કુતરાને કોઈ રીતે હાનિ થઈ હોય તેથી પણ તે રડે છે. પરંતુ રાતે રડતાં કુતરાથી લોકો વધુ હેરાન થાય છે કારણ કે તે કોઈના મૃત્યુના સમાચાર લઈને આવે છે.અને ત્યારે કોઈપણ શુભ કામ ન કરવા જોઈએ.

જો કોઈના મકાનની દિવાલ પર કૂતરું જો પોતાનો પંજો પછાડીને રડતું હોય તો તેવા ઘર પર કોઇ મોટું સંકટના અણસાર છે. જો કોઇ વ્યક્તિ નોકરીએ જતી હોય અને ત્યારે તેને જોઇને કૂતરું  ભસવા લાગે તો સમજવું કે કોઇ આફત આવી શકે છે.

જો તમારા ઘરમાં કૂતરું હોય અને તે અચાનક ખાવા-પીવાનું છોડી ડે અને તે રડે તો સમજવું કે કોઈ મોટી મુસીબત ઘર પર આવવાની છે.અને એવુ પણ બની શકે કે ક્યાંક કૂતરું આપણને કોઈ સંકેત કે વાત કહેવાની કોશીશ કરે છે. કુતરાનું રડવું તેની મુશ્કેલીનો સંકેત છે. આ સાથે જ વિસ્તારમાં બહારથી કોઇ કુતરા આવે તો પોતાના સાથીઓને બોલાવવા માટે પણ તે ભસવા લાગે છે.

જયારે કુતરાઓ જે ગાડીના ટાયર પર પેશાબ કરી ચુક્યા હોય ત્યારે તે ગાડી બીજી શેરીમાંથી પસાર થઇ રહી હોય તો પણ તે તેની દુર્ગંધ ઓળખી જાય છે. કદાચ આજ કારણ છે કે કુતરાઓ ગાડીની પાછળ દોડે છે.હજી પણ અર્ધી રાતે રડતાં કુતરાનું રહસ્ય બધા અલગ રીતે કહે છે પણ મોટે ભાગે રાતે રડતાં કુતરા અશુભ માહિતી લાવે છે. રાતે અજાણ્યા વ્યક્તિ કે ચોર આવે તો પણ ભસે છે.

[quads id=1]

Related Articles

Back to top button