Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

કુદરતી આફતો થી બચવાની આ ૧૦ રીતો જાણી લો, પોતાની સાથે બીજાનો પણ જીવ બચાવી શકશો.

આપણે બધાં ઈચ્છીએ છીએ કે બધા જ સુરક્ષિત રહે, પણ જીવન માં મુસીબતો કહી ને નથી આવતી. ક્યારેક ક્યારેક આ
મુસીબતો જાનલેવા પણ સાબિત થાય છે. જેમ કે, ભૂકમ્પ માં કોઈ કાટમાળ નીચે દબાઈ જાય કે પછી કોઈ કારણે પૂર નાં નીચે ફસાઈ જાય, તો શું કરી શકાય? સમુદ્રી વિસ્તાર માં કેટલાંય લોકો અવાર નવાર વાવાઝોડા ની જપેટ માં આવી જતા હોય છે. એવા માં સારું એ જ છે કે આપણે બધા જ આવી પરિસ્થિતી માટે પહેલે થી જ તૈયાર રહીએ.

આ જ કારણ છે કે આજે અમે તમને કેટલીક એવી વાતો કહેવા જઈ રહ્યા છીએ, જેની મદદ થી તમે આવી કોઈ પણ પરિસ્થિતી માં પોતાનો જીવ બચાવી શકશો.

1. જો કોઈ દિવસ કાટમાળ નીચે દબાઈ જઈએ તો શું કરવું? આવું ઘણી વાર બને છે કે ભૂકમ્પ વગેરે આવવા પર બિલ્ડિંગ નબળી હોવાથી પડી જાય છે.આવા માં જે લોકો તેના કાટમાળ નીચે દબાઈ જાય છે, તે રાડો પાડવા લાગે છે. આવું ન કરવું જોઈએ, કેમકે આમ કરવાથી તમારી એનર્જી પણ વેસ્ટ કરો છો અને તમારો અવાજ પણ બેસી જશે. આની બદલે તમે તમારી પાસે પડેલી કોઈ પણ વસ્તું પર ત્રણ વાર ટૈપ કરો અને આવું થોડી થોડી વારે કરતા રહેવું. કેમ કે માણસ કોઈ પણ પેટર્ન ને જલ્દી નોટીસ કરી લે છે. એક વાર કોઈ તમારા ટૈપ નો અવાજ સાંભળી નજીક આવે, પછી મદદ માટે અવાજ આપો.

2. ટોરનેડો કે વાવાઝોડું જ્યારે એક જગ્યા પર રોકાયેલું લાગે? ટોરનેડો કે વાવાઝોડુ એ હવા માં ગોળાકાર ફરવા વાળું ઝડપી વેગ વાળું તોફાન છે. આ ઘણી ઝડપે આગળ વધે છે. અને ખૂબ જ શક્તિશાળી હોય છે. તેના રસ્તા માં આવતી કોઈ પણ વસ્તુ સહી સલામત રહેતી નથી. જો તેને જોઈ ને તમને ક્યારેય લાગે કે તે તમારી બાજું જ આવી રહ્યું છે તો એવા માં જેટલું જલ્દી બને તેટલુ્ વહેલું ત્યાંથી જતું રહેવું જોઈએ.

3. મોડર્ન બેગપેક માં હોય છે ખુબ જ કામ ની વસ્તું: જે લોકો લાંબી યાત્રા કે કેમ્પિન્ગ નાં શોખીન હોય છે, એમના માટે સિસોટી ખુબ જ કામ આવે છે. જેમ કે ક્યારેક દૂર ઉભેલા કોઈ સાથીદાર ને બોલાવવા હોય કે પછી ક્યારેક ભટકી જવાય તો પોતાની લોકેશન જણાવવાં માટે આ ઘણી મદદ કરે છે. પણ તમે જો સિસોટી લઈ જવાનું ભૂલી ગયા હોવ તો શું કરશો?. ચિંતા કરવાની કોઈ વાત નથી. કેમકે જે મોડર્ન બેગપેક આવે છે, તેમાં સિસોટી પણ સાથે જોડાયેલી હોય છે.

4. સમુદ્ર કિનારા પર ખતરો હોવાની ખબર કેવી રીતે પડશે? જો તમે દરિયા કિનારા પર છો અને તમને પાણી ઓછું થતુ કે સામાન્ય દિવસો કરતાં વધારે દૂર જતું દેખાય, તો તરત જ ત્યાં થી ભાગી જવું. કેમ કે સામાન્ય રીતે આનો મતલબ છે કે ત્સુનામી આવવાની છે. ૨૦૦૪ ની ત્સુનામી માં એક વ્યક્તિ એ આ રીતે જ પોતાનો જીવ બચાવ્યો હતો.

5. જો પાણી માં ચોકોણ લહેર દેખાય: તમને ક્યારે પણ પાણી માં ચોકોણ લહેરો વહેતી દેખાય, તો ત્યાં થી જતા રહો, કેમ કે આ તરંગો માં પાણી ની નીચે ખૂબ જ શક્તિશાળી ધારાઓ વહેતી હોય છે, જે તમને વહાવી ને દૂર લઈ જઈ શકે છે.

6. જો કાર ક્યારેક પાણી માં ફસાઈ જાય: કેટલીક વાર એવું બને છે કે લોકો ની કાર નદી માં પડી જાય છે કે પછી પૂર માં કોઈ પોતાની કાર સહિત ફસાઈ જાય છે. આવા સમય માં તરત જ પોતાની કાર નાં બારી-દરવાજા ખોલી નાખો. કેમ કે જો એક વાર પાણી વધી ગયું તો તે એટલું દબાણ બનાવી દેશે કે તમને કાર માંથી બહાર નીકળવાનો મોકો નહીં મળે.

7. રિપ કરંટ માં સીધા તરવાનો પ્રયાસ ન કરો: પાણી ના રિપ કરંટની જપેટ માં જો તમે આવી જાવ તો સીધું તરવાનો પ્રયત્ન ન કરો. આ ખુબ જ મજબુત પ્રવાહ હોય છે, જે તમને કિનારા થી દૂર લઈ જાય છે. સીધુ તરવાના પ્રયાસ માં તમે આમાં ફસાતા જ જશો. આવા માં જો તમારે બહાર નિકળવું છે, તો સાઈડ માં તરવાનું શરૂ કરો. આના થી તમે ધીરે ધીરે પાણી ની બહાર આવી જશો.

8. ઠંડા પાણી માં પડી જઈએ, તો શું કરવું? જો કોઈ ઠંડા પાણી માં પડી જાય છે અને હાઈપોથર્મીયા ની નજીક છે, તો તેને સીધા જ આગ પાસે ન બેસાડો. કેમ કે આવું કરવું ખુબ જ ખતરનાક હોય છે. તમારે તેમને ધીરે ધીરે ગરમ કરવાનો પ્રયાસ કરવો. કેમ કે શરીર નો રક્ત પ્રવાહ તાપમાન માં તરત જ આવતા આ ઉતાર-ચઢાવ ને સહન કરી શકતો નથી.

9. કોઈ પણ કુદરતી આપત્તિ આવવાની પહેલા શું કરવું? જો તમને ખબર પડે કે કોઈ કુદરતી આપત્તિ આવવાની છે, તો તરત જ પોતાના ઘરે પાણી ભેગુ કરી લેવું. FDA ના અનુસાર, મોટી આપત્તિઓ બાદ પાણી ક્યા તો આવતું બંધ થઈ જાય છે કે પછી વધારે પડતું દૂષિત થઈ જાય છે. આવા માં તમારી પાસે સાફ પાણી પહેલે થી જ સ્ટોર કરેલું હોવું જોઈએ.

10. જ્યારે યોગ્ય આકાર ની બેટરી ન હોય: જો આપણે કોઈ બીજી જગ્યા પર હોઈએ અને આપણી પાસે યોગ્ય આકાર નાં સેલ કે બેટરી ન હોય, તો તમે નાના આકાર ની બેટરી નો પણ ઉપયોગ કરી શકો છો. બાકી જે ખાલી જગ્યા બચે છે તેમાં તમે એલ્યુમિનિયમ ફોઈલ પણ નાખી શકો છો. કેમ કે એલ્યુમિનિયમ ફોઈલ માંથી વિજળી પસાર થશે અને તમારું કામ થઈ જશે.

[quads id=1]

Related Articles

Back to top button