Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

સાત પેઢીઓ સુધી નહિ ખૂટે ધન માત્ર ગણપતિજી અને માં લક્ષ્મી ની આગળ રાખી દો આ ૫ વસ્તુ

આજની દુનિયામાં બધા જ લોકોની ઈચ્છા હોય છે કે તે ધનવાન બને. જીવનમાં ક્યારેય પૈસાની કમી ન રહે તેમના ઘરમાં માં લક્ષ્મી હમેશા નિવાસ કરે. ક્યારેય કોઈ ઘર આંગણે ઉદ્ધાર લેવા ન આવે. આવું જીવન દરેક વ્યક્તિ ઈચ્છે છે. આ બધી કૃપા મેળવવા માટે માં લક્ષ્મી અને ગણેશની કૃપા મેળવવી પડે અને આ બધુ મેળવવા માટે તમારે તમારી ધનની પેટી સાથે પાંચ વસ્તુઓ રાખવાથી ધનની અછત દૂર થશે તો જાણીએ પાંચ વસ્તુઓ વિશે..

ગણેશજી અને લક્ષ્મીમાંની કૃપા મેળવવા માટે ઘરનિ તિજોરીમાં મૂર્તિ રાખવી જો મૂર્તિ ના હોય તો ગણેશજી અને લક્ષ્મીમાંનો ફોટો પણ રખવો આમ કરવાથી તમારા ઘરમાં બચત અને  વધારો થશે.

આજકાલ મોટેભાગે પૈસા બેન્ક ખાતામાં હોય છે તેથી ચેકબુક કે પાસબુક હોય છે તમારી બચત  માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિની  બાજુમાં રાખો અથવા જ્યાં ચેકબુક કે પાસબુક મૂકો છો ત્યાં શ્રી યંત્ર હોય તો તે અથવા લક્ષ્મીમાંનો ફોટો અને ગણેશજી રાખવાથી તેમની કૃપા બની રહેશે અને સાથે તમારું બેન્ક બેલેન્સ પણ વધશે, તમારા ઘરમાં સુખ શાંતિ અને બચત વધુ થશે. સમયાંતરે માતાજીના ફોટા ગણેશજીની સાથે શ્રી યંત્રની પૂજા કરતાં રહેવું જોઈએ.

ઘરમાં ઘરેણાં હોય અને જો તે તમે તિજોરીમાં મુક્ત હોય તો સાથે માં લક્ષ્મીજીની ધાતુની પ્રતિમા અથવા અન્ય વસ્તુની બનેલ પ્રતિમા સાથે મૂકવાથી ધન અને સોના ચાંદીના ઘરેનમાં વધારો થાય છે. લક્ષ્મીજીની મૂર્તિ કોઈપણ હોય જરૂરી એ છે કે તિજોરીમાં હોવી જોઈએ અને તેની પૂજા કરતાં રહેવું જોઈએ. જો ધાતુની મૂર્તિ હોય તો પણ લાભ મળશે.

ઘરના જરૂરી દસ્તાવેજ કે અન્ય જરૂરી કાગળો જે ઘરના હોય જેમ કે ઇન્સ્યોરન્સ અને શેરબજારનાં કાગળ પણ આપણે ગમે ત્યાં મૂકી દેતાં હોય છે પરંતુ હવે થી એ કાગળો પણ તિજોરી અથવા કોઈ કબાટમાં મુક્ત પહેલા સાથે શ્રી યંત્ર મૂકવું અને કાગળ સારી રીતે સાચવીને યોગ્ય જગ્યાએ મૂકવા સાથે શ્રી યંત્ર રાખવાથી તમને શેર માર્કેટમાં અથવ અન્ય ધંધામાં પણ લાભ થશે અને સકારાત્મક વિચારો આવશે.

ઘરની તિજોરીમાં પૈસા અને ઘરેણાં સાથે લક્ષ્મી ગણેશના ફોટા કે મૂર્તિની સાથે જો કાળી હળદર રાખશો તો ઘરમાં આવનાર ધન પર ખરાબ નજર ને તે દૂર કરશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ નિવાસ કરશે. સાથે શ્રી યંત્ર ઘરમાં આવનાર લોકોની બૂરી નજરથી બચાવશે.

[quads id=1]

Related Articles

Back to top button