તમારા માંથી ૯૯% લોકો નહિઁ જાણતા હોય કે શ્રી કૃષ્ણ નાં ભાભી નું નામ શું હતું

મિત્રો તમે બધા જાણો છો કે સોની ટીવી પર આવનાર ખુબ જ લોકપ્રિય કાર્યક્રમ ‘કૌન બનેગા કરોડ પતિ’ હાલમાં ટીઆરપી ની ચરમ સીમા પર છે. આખરે હોય પણ કેમ નહિ આ શોને હોસ્ટ કરનાર બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન છે. જો કે તમે જાણતા જ હસો કે આ એક એવો શો છે જેમાં ભાગ લીધેલ વ્યક્તિ મીનીટોમાં લાખપતિ અને કરોડ પતિ બની જાય છે.
જો કે તેના માટે તમારે જ્ઞાનનો ઉપયોગ કરવો પડે છે ત્યારે જ શક્ય બંને છે. એવામાં હાલમાં જ કેબીસી માં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેનો સાચો જવાબ આપવા પર પ્રતિયોગીને 25 લાખ ની રકમ મળવાની હતી. પરંતુ અફસોસ કે તેને સાચો જવાબ ખબર ન હોવાથી ગેમ અધવચ્ચે છોડી દીધી અને માત્ર 12 લાખ 25 હજાર જીતીને જ આવી.
ખરેખર માં કેબીસી માં 25 લાખ રૂપિયાનો સવાલ અમિતાભે તેની સામે બેઠેલ પ્રતિયોગીને પૂછ્યો કે “ભગવાન શ્રી કૃષ્ણનાં ભાભીનું નામ શું હતું” અહી જ વાત અટકી ગઈ અને આખી ગેમ જ છોડાવી પડી. જો કે ભગવાન શ્રી કૃષ્ણ વિશે તો ઘણી જાણકારી ખબર હોય પરંતુ આ સવાલા નો જવાબ આપી ન શક્યા. જો કે આ સવાલાનો સાચો જવાબ તમને પણ નહિ ખબર હોય.
સર્વપ્રથમ તો તમને જણાવી દઈએ કે શ્રીકૃષ્ણના મોટાભાઈ એટલે કે બલરામજી નો જન્મ વાસુદેવ ની પહેલી પત્ની રોહિણી નાં ગર્ભ થયો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પુરાણો અનુસાર શ્રી કૃષ્ણના ભાઇ બલરામનો જન્મ ખુબ જ ચમત્કારીક રીતે થયો હતો. જેને આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે સરોગેસી ની એક રીત માનીએ છીએ. બલરામ દેવકીના સાતમાં પુત્ર હતા. જોકે તેને યોગમાયા એ દેવકીના ગર્ભમાંથી કાઢીને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધા હતા.
શ્રીકૃષ્ણનાં મોટાભાઈ હતા બલરામજી જેને તેઓ પ્રેમથી “દાઉ” કહીને બોલાવતા હતા. જણાવી દઈએ કે જે રીતે બલરામજી નો જન્મ ખુબ જ વિશેષ રીતે થયો હતો. કંઈક એવી જ રીતે તેમના લગ્નની કહાની પણ અદભુત અને દિવ્ય જણાવવામાં આવે છે. હકીકતમાં તેમના વિવાહ તેમની ઉંમર થી ઘણા લાખ વર્ષ મોટી એક દિવ્ય કન્યા સાથે થયા હતા.
તમને આ સાંભળીને ખુબ જ આશ્ચર્ય થયું હશે અને અજીબ પણ લાગી રહ્યું હશે. પરંતુ આ વાતનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતમાં પણ કરવામાં આવેલ છે. તેમની પત્નીનું નામ “રેવતી” હતું, જેનો જન્મ અગ્નિથી થયો હતો. આ ચમત્કાર બાદ રેવત ખુબ જ પ્રસન્ન થયા અને ત્યારબાદ બલરામ અને રેવતી નાં વિવાહ સંપન્ન થયા. તો આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ ને રેવતી નાં રૂપમાં પોતાની ભાભી મળી હતી. જેના વિશે આજે પણ મોટાભાગનાં લોકો અજાણ છે.