એલર્ટ! તમારા ફોન માંથી અત્યારેજ ડિલીટ કરી દો આ ૮ ખતરનાક એપ્સ, ગૂગલ પણ ડિલીટ કરી..
જોકર મેલવેરે(વાયરસ) ફરી વાર એન્ટ્રી કરી છે. ક્વિક હીલ સિક્યોરિટી લેબ નાં રિસર્ચરે ગુગલ પ્લે સ્ટોર નાં ૮ એવા એપ્સ ને ગોતી કાઢ્યા છે, જેમાં જોકર મેલવેર મળ્યું છે. રિસર્ચરે કહ્યું કે જો કોઈ ફોન માં આમાં થી કોઈ પણ એપ્સ છે તો ફોન માંથી ડિલીટ કરવાની જરૂર છે. જોકર ઘણા ખતરનાક મેલવેર માંનો એક છે. અને તે એકધારો એન્ડ્રોઈડ ડિવાઈસ ને ટારગેટ કરે છે. જોકર મેલવેર એક એવો વાયરસ છે જે દર થોડા મહીના માં ગૂગલ પ્લે સ્ટોર પર પાછા આવવા માટે પોતાનો રસ્તો શોધવા માં સફળ થઈ જાય છે.
રિસર્ચર્સ પ્રમાણે જોકર મેલવેર યૂઝર નો ડેટા ચોરી કરે છે, જેમાં SMS, કોન્ટેક્ટ લિસ્ટ, ડિવાઈસ ડિટેઈલ, OTP જેવી જાણકારી નો સમાવેશ થાય છે. એમ તો ગૂગલે આ એપ્સ ને ગૂગલ પ્લે સ્ટોર પર થી ડિલીટ કરી દિધા છે, તો પણ કોઈ યુઝરે જો આ એપ્સ ડાઉનલોડ કર્યા હોય તો આ જોકર મેલવેર તેમના ફોન માં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમારા દ્વારા તેને ડિલીટ કરવા માં નહી આવે।
તો આવો જાણીએ તે ૮ એપ્સ નાં વિશે જેને તમારે અત્યારે જ ડિલીટ કરવાની જરૂર છે.
એન્ડ્રોઈડ ફોન પર કેવી રીતે ડિલીટ કરવી એપ્સ?
- આ માટે તમે સૌથી પહેલા પ્લે સ્ટોર પર જાઓ, ત્યાર બાદ ત્યાં મેલવેર વાળી એપ સર્ચ કરો, આમ કર્યા બાદ એપ પેજ ખુલશે, આ એપ પેજ પર Uninstall નું બટન હશે તેનાં પર ક્લિક કરી દો. આ રીતે આ એપ તમારા ફોન માંથી જતી રહેશે.
- આ સિવાય યૂઝર હોમ સ્ક્રીન પર જઈ એપ પર લોન્ગ પ્રેસ કરો. ત્યાર બાદ તેના પર ડ્રેગ કરવાનું ઓપ્શન મળશે અથવા ‘x’ આઈકોન મળશે, જેના વડે ડિલીટ કરવાનું ઓપ્શન મળી જશે.