દેશ ની પહેલી ‘ક્લોનિંગ કાઉ’ : દૂધ ના લીધે થતી એલર્જી હવે રોકી શકાશે, દૂધને પચવામાં નહીં થાય તકલીફ
દુનિયાભર માં 70 ટકા લોકો ને દૂધ થી કોઈ ના કોઈ પ્રકાર ની એલર્જી છે. ક્લોનિંગ કાઉ દ્વારા દૂધ ના કારણે થતી આ એલર્જી ને દૂર કરવાનો પ્રયાસ કરવા માં આવી રહ્યો છે.રશિયા ના વૈજ્ઞાનિકો એ દેશ ની પહેલી ‘ક્લોનિંગ કાઉ’ તૈયાર કરી છે આ ગાયના જનીનોમાં એવા પરિવર્તન કરવામાં આવ્યાં છે જેથી માણસો ને તેના માંથી આવતા દૂધ ના લીધે એલર્જી થઈ શકે નહી . વિશ્વભરમાં એવા 70 ટકા લોકો છે જેમને દૂધ થી કોઈ ના કોઈ પ્રકારની એલર્જી હોય છે. આને કંટ્રોલ કરવા માટે આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
આવી રીતે તૈયાર થઈ ‘ક્લોનિંગ કાઉ’ :
આ ગાય ને તૈયાર કરવા માટે, તેના ગર્ભના જનીનોમાં મનમુજબ ના ફેરફાર કરવામાં આવે છે પછી આ ગર્ભ ને ગાયના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરી દેવા માં આવે છે. ત્યાર બાદ નવા વાછરડા ના જન્મ પછી, નવા વાછરડાની તપાસ કરીને એ જોવા માં આવે છે કે તેના માં ફેરફારો થયા છે કે કેમ. રશિયામાં પણ આવું જ કરવામાં આવ્યું છે.આ પ્રકારના પ્રયોગો સામાન્ય રીતે ઉંદરો પર વધુ કરવામાં આવે છે. અન્ય મોટા પ્રાણીઓમાં ક્લોનિંગ કરવાનો ખર્ચ વધુ હોવા ની સાથે , તેમના બ્રીડીંગ માં પણ મુશ્કેલીઓ આવે છે
આવી રીતે ઓછો થશે દૂધ ના લીધે થતી એલર્જી નો ખતરો :
શોધકર્તાઓ નું કહેવું છે, એલર્જી નો ખતરો ઘટાડવા માટે આ ગાય ના જીન માંથી એ પ્રોટીન ને દૂર કરવા માં આવ્યું છે જે માણસો માં લેકટોઝ ઇન્ટોલરેન્સ એટલે કે દૂધ ના લીધે થતી એલર્જી નું કારણ બને છે. એ જીન ના કારણે માણસ ના પેટ માં દૂધ પચતું નથી. ,
ગાયમાં જોવા મળ્યા ફેરફાર :
જે ગાય સાથે આ પ્રયોગ કરવામાં આવ્યો છે તેનો જન્મ એપ્રિલ, 2020 માં થયો હતો. તેનું વજન લગભગ 63 કિલો છે. આ પ્રયોગમાં સામેલ અર્નેસ્ટ સાયન્સ સેન્ટર ફોર એનિમલ હસબન્ડરીના સંશોધનકર્તા ગાલીના સિંગિના કહે છે કે ક્લોનીંગ ગાયોએ મે થી દરરોજ દૂધ આપવાનું શરૂ કર્યું છે. તે હજી પૂર્ણ રીતે તૈયાર થવા ની બાકી છે. જો કે, આમાં ઝડપથી ફેરફારો થતાં દેખાય છે.
ન્યુઝીલેન્ડ માં પણ તૈયાર થઈ ગઈ છે ‘ક્લોનિંગ કાઉ’:
સંશોધનકર્તાઓ નું કહેવું છે કે, ટેસ્ટીંગ હજી શરૂ જ થયું હોવા ને કારણે એક જ ગાયને ક્લોન કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી ડર્ઝનો ગાયોનું ઉત્પાદન કરી શકાશે. અમારું લક્ષ્ય એવી ગાયની જાતિ વિકસિત કરવાનું છે કે જેના દૂધ ના લીધે માણસ ને એલર્જી થઈ ન શકે. જો કે, તે સરળ પ્રક્રિયા નથી.
ન્યુઝીલેન્ડમાં આ પહેલા પણ ક્લોનીંગ ગાય તૈયાર કરવામાં આવી ચૂકી છે. વૈજ્ઞાનિકોએ ગાયના જનીનોમાં એવો ફેરફાર કર્યો હતો કે જેથી તેમના શરીરનો રંગ આછો થઈ જાય છે. રંગ આછો હોવાને કારણે, સૂર્યની કિરણો પ્રતિબિંબિત થઈ જાય છે અને ગાય ને ગરમીથી બચાવે છે.
દૂધની એલર્જી – સારવાર
દૂધની એલર્જી માટે સારવારની એકમાત્ર અસરકારક પદ્ધતિ એ સંતુલિત આહાર છે. સોયાબિનમાંથી બનાવેલ વાનગી ઓ લેવી , તેમાં પ્રોટીન ની માત્રા ખૂબ સારી હોય છે. નારિયેળ ને વિવિધ વાનગીઓ માં અને ચટણી બનાવી ખોરાક માં ઉમેરવું. બદામ, માં સારી માત્રા માં પ્રોટીન હોય છે. આથી તેનો પણ સમાવેશ કરવો.
કેલ્શિયમ રીચ ખોરાક અને વિટામીન બી વાળો ખોરાક લેવો,સાથે જ મધ અથવા ખાંડનો પણ પર્યાપ્ત માત્રા માં ઉપયોગ કરવો . ચોખા ને ડાયટ માં સામેલ કરવા, કેમ કે ચોખા પાચન તંત્ર અને ચયાપચયની ક્રિયા માટે ફાયદાકારક હોય છે.
નીચેનો ખોરાક લેવાનું ટાળવું જોઈએ:
માર્જરિન, તેલ, ખાટુ ક્રીમ, પનીર, ક્રીમ, દહીં, દૂધ, આઈસ્ક્રીમ, કોઈપણ પ્રકારનું પ્રોસેસ્ડ દૂધ (શોટ, ઓગાળેલ, ફેટ-ફ્રી, વગેરે.)