Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંજ્યોતિષદેશધાર્મિકપ્રેરણાત્મક

વેદમાતા ગાયત્રી ના આ મંત્રથી દૂર થાય છે દરેક સમસ્યાઓ, જાણી લ્યો મંત્ર જાપ કરવાની રીત

જ્યારે બ્રહ્માજીએ ગાયત્રી મંત્રની રચના કરી હતી. તે મંત્રના ઉચ્ચારણમાં દિવ્ય, અને સુક્ષ્મ તરંગો ઉત્પન્ન થતા હોય છે. જેમાં ચાર વેદોનું સમસ્ત જ્ઞાાન સમાયેલું હોય છે. એ વેદનો મુળ અર્થ જ્ઞાાન થાય છે.ગાયત્રી માતાને વેદોની માતા કહી છે ગાયત્રી મંત્ર માંથી જ બધા વેદોની ઉત્પત્તિ થઇ છે. ગાયત્રી માતાને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે.

ધર્મગ્રંથોમાં એમ પણ લખ્યું છે કે ગાયત્રીમાતાની ભક્તિ કરનાર બધા વ્યક્તિઓની મનોકામના પુરી થાય છે. જો વિધિવત તેમની ઉપાસના કરવામાં આવે તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે.ગાયત્રી મંત્રને સાવિત્રી મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્રથી ભૌતિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ ફાયદો થાય છે. જેવી શ્રદ્ધા અને પ્રાર્થનાથી ગાયત્રી મંત્રનો જાપ કરશો તેવું જ ફળ મળશે.

ગાયત્રી મંત્રના જપ પ્રમાણે આપણે પ્રભુને પ્રાથના કરીએ છીએ કે હે પ્રભુ તુ સુખ આપનાર, દુખ હરનાર અને મનુષ્યને જીવ આપનાર પણ તું છે જેમ સુર્ય પ્રકાશિત થાય છે તેમ તમે અમારામાં બુદ્ધિ અને શક્તિનું સંચાર કરો. સવારે અથવા સંધ્યાકાળ દરમિયાન એટલે કે સવારના સાત વાગ્યે અને સાંજે સાત વાગ્યે પીળા વસ્ત્ર ધારણ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઇએ.

સાંસારિક જીવનમાં સુખ મેળવવા માટે ચંદનની માળાથી જપ કરવાથી લાભ મળે છે. મંત્ર જાપ કરતા પહેલા ગુરુવંદના જરૂર કરવી.
આ મંત્રનો જાપ સૂર્યોદય સમયે કરવાથી વિશેષ લાભ થાય છે જો બાળકોને ભણવામાં તકલીફ પડતી હોય, કે ધ્યાન ન બેસતું હોય તો તે બાળકોને ગાયત્રી મંત્રનો જાપ કરાવવો.

ગાયત્રી માતાને પ્રસાદમાં દહીં અને લાડુનો પ્રસાદ ધરાવી પ્રાથના કરવી. મારા જીવનની દરેક મુશ્કેલીઓનું નિવારણ કરો અને ગમે એટલી વિકટ પરિસ્થિતિમાં બહાર નીકળવા માટે મદદ કરો તેમ શ્રદ્ધાપૂર્વક મંત્રનો જાપ કરવો જોઈએ. અભ્યાસમાં શિક્ષા, એકાગ્રતા અને જ્ઞાન માટે ગાયત્રી મંત્ર એકદમ ઉત્તમ છે. આ મંત્રનો જાપ કરવાથી અલગ જ પ્રકારની શાંતિ મળે છે, આસપાસનું વાતાવરણ એકદમ શાંતિમય અને સુખદ થઈ જાય છે.

મંત્ર જાપથી એવું લાગશે કે ભગવાનની એકદમ નજીક આવી ગયા છે. સાચી રીતે મંત્રનો અર્થ સમજીને જો જાપ કરવામાં આવે તો લાખ ઘણું પુણ્ય મળે છે.આ મહામંત્ર બધી ઇચ્છા પૂરી કરે છે તેથી જ તેને કામધેનું સમાન ગણવામાં આવે છે. આ ગાયત્રીમંત્રને ભક્તિભાવ પૂર્વક સ્મરણ કરવાથી સાધક પુણ્યનાં ભાગીદાર બનીએ છીએ, પણ એ સાથે તે પરમાત્માને પ્રસન્ન કરવાનો માર્ગ પણ મળી જાય છે.

જે સંસ્કૃતની ભાષામાં અનેક ગાયત્રીના છંદની રચના થઈ છે તેમાં અહીં સૂર્ય- નારાયણ ભગવાનને પ્રાર્થનાનાં સૂરમાં પ્રણામ કરવામાં આવે છે. યજ્ઞાોપવિત સંસ્કાર સમયે, બ્રાહ્મણના પુત્રને તેમનાં ગુરૃ દ્વારા કાનમાં ગાયત્રીમંત્રની દિક્ષા આપવાનો રિવાજ છે.
ગ્રંથમાં જણાવ્યું છે કે છંદોમાં હું ગાયત્રી છું. આ ગૂઢ મંત્રની ઉપાસના ખરેખર તો ભગવાન સૂર્યદેવની ઉપાસના માટે જ થઈ છે .

જો રોજ સવારે પૂર્વ દિશામાં ઉદય પામતા સૂરજ દેવતાને જળ અદ્ય આપીને તમે ગાયત્રીમંત્રનું ભાવપૂર્વક સ્પષ્ટતાથી ઉચ્ચારણ કરો,તો સર્વ કષ્ટો, સર્વ રોગોમાંથી મુક્તિ મળે છે. આ મંત્રનો જાપ કરવાથી આપણને ઘણા  લાભ મળે છે. ઉત્સાહ અને સકારાત્મકતા મળે છે, ત્વચામાં ચમક આવે છે, તામસિકતા દૂર થાય છે, પરમાર્થ કાર્યોમાં રૂચિ જાગે છે, પૂર્વાભાસ થવા લાગે છે, આશિર્વાદ આપવાની શક્તિ વધે છે, આંખોમાં તેજ વધે છે, સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ગુસ્સો શાંત થાય છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે.

સતત ધ્યાન ધરી મંત્ર જાપ કરવાથી આંતરિક શક્તિનો વિકાસ થાય છે. રોજ મંત્ર જાપ કરતી વ્યક્તિનો સ્વભાવ શાંત અને સરળ બનવા લાગે છે.કેમકે ગાયત્રીમંત્ર ગુપ્ત મંત્ર છે. જે પ્રતિદિન ગાયત્રીમંત્રની ત્રણ માળા કરે છે. તેમના પર માતા ગાયત્રીની કૃપા અવશ્ય પડે છે. તેના કોઈપણ જાતનાં આવી પડતા સંક્ટમાંથી બચાવ થઈ શકે છે. પણ એ સાથે તેને મા ગાયત્રીનું રક્ષણ સદાય મળતું રહે છે અને સંસારનાં આધિ-વ્યાધિ, ઉપાધિમાંથી મુક્તિ મળે છે.

ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. ગાયત્રી મંત્રના અક્ષર એ માત્ર અક્ષર જ નથી, પણ દેવીદેવતાઓના સ્મરણ બીજ છે. ગાયત્રી મંત્રની ઉપાસના દરેક પાપનો નાશ કરનારી,આધ્યાત્મિક સુખોથી લઈને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવી છે. આ મંત્રમાં મનુષ્યનું જીવન બદલી નાખવાની દિવ્ય શક્તિ રહેલી છે.

ગાયત્રી મંત્રના કારણે રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, ર્સ્ફૂર્તિ, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે.

ગાયત્રી મંત્ર જાપ શરૂ કર્યાના થોડા જ દિવસમાં તમારી એકાગ્રતા વધશે અને કામમાં ક્રિએટિવીટીમાં પણ વધારો થશે. આ ઉપરાંત તમને આખો દિવસ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે. ખાસ કરીને મનમાં આવતા આડાઅવળા વિચારોમાં ઘટાડો જોવા મળશે અને તમારી આદ્યાત્મિક વૃત્તિમાં વધારો થશે.

[quads id=1]

Related Articles

Back to top button