Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
પ્રેરણાત્મક

આટલી નાની ઉમર માં આ દીકરી એ કરી બતાવ્યું ખૂબ મોટું કામ કે જાપાન સરકારે પણ આપ્યું આમંત્રણ

વ્યક્તિ ની આવડત તેની ઉમર સાથે કંઈ લેવદેવા નથી હોતા, ઘણા એવા લોકો છે જેઓ નાની નાની ઉમર માં મોટા  મોટા કરતબ કરી લેતા હોય છે. કોઇ પણ  કામ માટે હુનર  ની ઉમર નથી હોતી, તે માટે તે અનિવાર્ય નથી કે કોય વ્યક્તિ મોટી ઉમર નો છે અટલે તે વધારે આવડત વાળો હોય. દુનિયા કેટલાય યુવા અને  નાના બાળકો એવા  છે કે જેઓ નુ કરતબ આપણને હેરાન કરી દે છે.

આજે અહિ આપણે આવી જ એક હોશિયાર દિકરી ની વાત કરવના છિયે કે જેને ઘણી નાની ઉમર માં ખુબ મોટુ કામ કરી બતાવ્યુ છે. જે માત્ર 16 વર્ષ ની દિકરી છે . જેમ નુ નામ કલ્યાણી શ્રીવાસ્તવ છે. આ દિકરી ઍ તેના  ગામ  ની ને નજર  માં રાખી ને એક નાનુ Ac   બનાવ્યુ છે . જે ફક્ત 1800 રુપિયા માં તૈયાર કરેલ છે. તેની સાથે આ Ac ઇકો ફ્રેન્ડલી પણ છે. ચાલો આપણે એ  વાત  વિસ્તારથી જોઈએ કે આ દિકરીને સફળતા કઈ રીતે મળી.

કલ્યાણીની ઍ સોલર પાવરથી મીની ઍ.સિ તૈયાર કર્યુ છે. કહેવાય છે ને ‘જરુરિયાત એ શોધ ની માતા છે.’ ગામ  ની જરુરીયાત ને નજર  માં રાખી ને એક નાનુ Ac  બનાવ્યુ  છે. તેની મુખ્ય  વિશેષતા  ઍ છે કે તે સૂર્ય ના કિરણો દ્વારા ચાલે છે. અને વાતાવરણ માં પ્રદુષણ ફેલાવતુ નથી . તેને જણાવ્યુ હતુ કે થર્મોકોલ માથી બનાવેલ બરફ ના બોક્સ માં 12 વોલ્ટ ડીસી પંખા  વડે હવા  પહેલા દાખલ કરવામાં આવે છે આથી એલ્બો વડે ઠંડી હવા બહાર આવે છે.આ એસી એક કલાક ચલાવામાં આવે તો તાપમાનમાં 4-5 ડીગ્રી નો ઘટાડો થાઈ છે. વાતાવરણમાં   ઠંડી હવા ફેલાય છે. ખુબ જ ઓછા ખર્ચે બનાવેલુ એસી ફક્ત વિજળી નુ બિલ જ ઓછુ નથી કરતુ પરંતુ હવા પ્રદુષણ પણ અટકાવે છે.

UP માં ઝાંસીની  રેહવાસી આ દિકરી દ્વારા બનાવાયેલું આ એસી માત્ર ગામ કે શહેર માં નહિ પરતુ ભારત સરકાર દ્વારા પણ તેની પ્રશંસા કરવામાં આવી. કલ્યાણીની આ શોધ થી  સમાજ માં પ્રસિદ્ધિ પણ મળવા લાગી.આટલુ જ નહી જાપાન સરકારે પણ આ મીની એસી ની બનાવટ જોવા માટે દિકરી ને નિમંત્રણ મોકલ્યું છે.

કલ્યાણી શ્રીલોકમાન્ય તિલક એન્ટર કોલેજ માં અભ્યાસ કરે છે. જ્યારે તેની કોલેજ માં સ્પર્ધા યોજાઈ તેમાં મીની એસી  પ્રદશિત કરેલુ હતુ. તેમાં  તેનુ પરિણામ ખુબ જ સારુ હોવાથિ પસંદગી કરવામાં આવી અને દિલ્હીમાં રાષ્ટ્રીય લેવલે  તેનો આ મીની પ્રોજેક્ટ પ્રસ્તુત કરવમાં આવ્યો હતો. તેમાં તેની મીની એસી ની પ્રસંશા કરવમાં આવી  અને જાપાન સરકાર દ્વારા કલ્યાણીને તેમા આમંત્રણ કરી હતી.

એવુ પણ કહેવામા આવે છે કે કલ્યાણીનુ મીની એસી વ્યવસાયિકરણ કરી તે બજાર માં લાવી રહ્યા છે જેથી તેનો સમાન્ય માણસો પણ ફાયદો ઉઠાવી શકે અને ગરમી માંથી છુટકારો મેળવી શકે. સમાન્ય રીતે વિજળીના વધારે બિલ અને એસી ની વધારે પડતી કિંમતથી એસી ખરીદિ શકતા  નથી. કલ્યાણીએ  સમાન્ય માણસો માટે આ એસી બનાવવામાં આવ્યુ છે.

કલ્યાણીએ આ મીની એસી બનાવીને ઍ તો સાબિત કર્યુ  કે તે ખુબ જ હોશિયાર છે પરતુ તેની સાથે સાથે તે એક ગાયક કલાકાર પણ છે અને પ્રખિયાત ‘ઇંડિયન આઇડિયલ’ ટીવી-શોમાં પણ ભાગ લીધો હતો. તેની પસંદગી ત્રીજા રાઉન્ડ સુધી થઈ હતી.

આટલુ જ નહી તેને લખનૌ, આગ્રા,કાનપુર માં આયોજિત સ્પર્ધા માં 50 થી પણ વધારે વિજેતા બની ને પુરસ્કાર મળેલા છે. મીની એસી ના સિવાય તેને વૈજ્ઞાનિક મોડલ તૈયાર કરેલ છે. એટલા માટે તેને લોકો પ્રેમ થી ‘છોટી સાયન્સટીસસ્ટ’ કંઈ ને બોલાવે છે. દિકરી ની માતા-પિતા નુ નામ દિવ્યા અને દિનેશ્ભાઈ છે. તેમના માતા-પિતા શિક્ષક છે.

2018 ના વર્ષ માં ‘નારી સન્માન’નામનો કાર્યક્રમ યોજયો   હતો. UP સરકાર અને હિન્દી અખબાર ‘અમર ઉજાલા’  ની  ભાગીદારિ માં આ કાર્યક્રમ ઉજવ્યો હતો. આ પ્રોગ્રામ માં કલ્યાણીના આ નિસ્વાર્થ પ્રયત્નોને લીધે સન્માન આપવામા આવ્યુ હતુ. આ પ્રોગ્રામ માં રમત,શિક્ષણ, કળા અને સમાજિક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને  સન્માનિત કરવમાં આવી હતી

[quads id=1]

Related Articles

Back to top button