મધમાખીઓ નો આ વિડિયો જોઈને તમે પણ કહી દેશો “કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી”: જુઓ વિડિયો
‘જે લોકો પ્રયત્ન કરે છે તેઓ ને કદી હાર મળતી નથી’ આમ તો આ કહેવત મનુષ્ય માટે કહેવામાં આવી છે, પરંતુ બે મધમાખીએ તેને સાચી સાબિત કરી છે. હા, મધમાખી. આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં, બે મધમાખી કોલ્ડ ડ્રિંક્સની બોટલનું ઢાંકણું ખોલવાનો પ્રયત્ન કરતી જોઇ શકાય છે.
જો તમે વાયરલ વિડિઓ આખો જોશો તો મધમાખીઓએ માત્ર પ્રયાસ કર્યો જ નહીં, પણ સફળતાપૂર્વક તેને ખોલ્યો. મધમાખીઓના આ પ્રયત્નો માટે એક બીજા ની ‘એકતા’ થી ગમે તેવું અઘરું કામ પર પડી જાય છે જેવા શબ્દસમૂહો પણ સાચા સાબિત થઈ રહ્યા છે.
આ વાયરલ વિડીયો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ધનરાજ નથવાણીએ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, ‘એવું લાગે છે કે આ મધમાખી ખરેખર ખૂબ ઝડપથી વિકસી રહી છે!’
These bees seem to be really evolving fast enough! #ViralVideos #ViralVideo #whatsappwonderbox pic.twitter.com/a71URNoIoV
— Dhanraj Nathwani (@DhanrajNathwani) May 28, 2021