સલામ છે આ દીકરીઓને : વૃદ્ધાશ્રમમાં આ 3 દીકરીઓ 50થી વધુ વડીલોને પોતાના માતા-પિતા સમજીને કરે છે સેવા
ગુજરાતનાં રંગીલા રાજકોટમાં એક અલગ જ માનવતા મહેકાવી લોકોના દિલોમાં રાજ કરતી 3 દિકરીઓનો કિસ્સો જાણવા મળ્યો છે, મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં એક વૃદ્ધાશ્રમનું આખું સંચાલન 3 દીકરીઓ કરે છે.
આપણે ઘણી વાર જોયું હશે કે જ્યારે દીકરો કે દીકરી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે અથવા મૂકવા જાય છે ત્યારે માતા પિતા દુખી અથવા પોતાને કોસતા હોય છે પણ અહી આવનાર દરેક વૃદ્ધ વડીલ ખુશ થતાં થતાં આવે છે કારણ કે અહી એમના દીકરા દીકરી કરતાં વ્હાલ વરસાવતી 3 દીકરીઓ પોતાના માતા પિતાની જેમ બધા વડીલોની સાર સંભાળ રાખે છે.
અહી આવનાર દરેક વડીલ પોતાનું જીવન સુખદ રીતે પસાર કરી રહ્યા છે. આશરે 100થી વધુ વડીલોની સેવા અને જીવન જરૂરિયાતની સેવા અહીની 3 દીકરીઓ જ પૂરી પાડે છે.
આ વૃદ્ધાશ્રમમાં પરિવાર પાસેથી કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી.અહી 140 વૃદ્ધ લોકો રહે છે, અને દરેક રૂમમાં 4 વડીલો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.જેમના દીકરા હયાત હોય તેમના માતા-પિતાને અહી રાખવામા આવતા નથી, કારણ કે વાસ્તવિક જીવન જરૂરિયાતની જેને જરૂર હોય તે જ લોકો અહી આવી શકે છે.
આ વૃદ્ધાશ્રમમાં,સંચાલકની સાથે આશ્રમના સંચાલન પાછળ મહિને 10 લાખથી વધુ ખર્ચ થાય છે. જેમાં ખાવા-પીવાથી લઈને વડીલોની દવાઓનો પણ સમાવેશ થાય છે. એ બધુ જ અહી વૃદ્ધાશ્રમના દાતા અને સંચાલન કરતી દીકરીઓ પોતાની રીતે કરે છે.