Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતજાણવા જેવુંધાર્મિકપ્રેરણાત્મક

કળીયુગના હાજરા હજુર દરેક મનોકામના પૂર્ણ કરતાં મોજીલા મામા દેવની ઉત્પતિ અને ઇતિહાસ, થશે તમારી દરેક ઈચ્છા પૂર્ણ

ગુજરાતમાં તમે ઠેર ઠેર મામાદેવના મંદિર અને પૂજા અર્ચના થાય છે. ખૂબજ મોટા પ્રમાણમાં શ્રી મામાદેવના ભક્ત હોય છે. પરંતુ મોટા ભાગના ભકતજનોને શ્રી મામાદેવની ઓળખ બાબતે કે ઉત્પતિ વિશેષ જાણકારી નથી. પ્રાચીનકાળની કથા અનુસાર શિવ પુરાણમાં દક્ષ પ્રજાપતિ દ્વારા યોજાયેલ મહાયજ્ઞમાં પોતાની પુત્રી સતી એ શિવજી સાથે લગ્ન કર્યાં હતા અને આ કારણે સતીના પિતાને ત્યાં યોજેલ યજ્ઞમાં સર્વ દેવોને આમંત્રણ હતું પરંતુ સતી શિવજીને ન હતું પોતાને ન બોલાવવા બદલનો સતી જવાબ મેળવવા પિતાને ત્યાં ગયા.

યજ્ઞમાં આવ્યા બાદ પિતા દ્વારા અપશબ્દના વેણ સાંભળીતે તે યજ્ઞમાં જ પોતે બલિદાન આપી દે છે અને યજ્ઞ ભંગ કર્યો, શિવજી સતીના વિયોગમાં સતીનો પાર્થિવ દેહ લઈને ભટકે છે ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રના વજ્ર ઘાતથી સતીના ૫૧ ભાગ થયા જેણે આપણે આજે ૫૧ શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ.

સતીના બલિદાનથી ક્રોધિત શિવ પોતાની જટાના એક ભાગ તોડી નાખે છે. આ જટાનો એક ભાગ પૃથ્વી પર પડે છે અને તે જટામાંથી વીર ભદ્ર નામના દેવ ઉત્પન થાય છે. જેની શક્તિનું બળ મહાદેવ જેટલું હોય છે. ત્યારે વીર ભદ્ર પોતાની ઉત્પતિનું કારણ જાણવા શિવજી પાસે જાય છે ત્યારે શિવજી કહે છે કે તમે જગતની રક્ષા કરો. તમે ખીજડો (શમડી)ના વૃક્ષમાં વાસ કરશો, તમે રબારીને ત્યાં જન્મ લો અને ત્યાં તમી લોકોની સેવા કરશો. આ સેવાકાર્યથી જગત તમને મામાદેવ તરીકે પૂજન કરશે.

શિવજીના કહેવાથી વીરભદ્ર એ રબારીને ત્યાં જન્મ લીધો અને પોતાની સેવા ભક્તિથી તે થોડા સમયમાં મામાદેવ તરીકે ખ્યાતિ મળી, એક પ્રસંગ મુજબ ભરવાડના બાળકને બચાવતા વીરભદ્રનો જીવ ગયો. ત્યારથી લોકોએ એમને હાજરા હજુર મામા દેવ તરીકે ઓળખાતા થયા અને પૂજા અર્ચના કરે છે. એક જૂની પૌરાણિક કથા અનુસાર ધનુભા રબારી નામના વ્યક્તિના ખેતરમાં ખીજડાનું ઝાડ હતું. ધનુબા રબારીના પિતાએ કહ્યું હતું કે ખીજડાના વૃક્ષમાં મામાદેવ નિવાસ કરે છે.

આથી રોજ આ વૃક્ષની પૂજા કરવાની. ધનુભા ઘણીવાર રોજ રાત્રે ત્યાં જ સૂઈ જતાં હતા અને તે ખેતરમાં ખીજડાનું ઝાડ હતું. જ્યારે તે સવારે ઉઠે ત્યારે ખેતરના બીજા છેદે હોય ઘણા દિવસ આવું થયું એક દિવસ ધનુભા રાતે સૂઈ ન ગયા અને અર્ધી રાત થઈ પછી એક વ્યક્તિ આવીને તેમની પાસે આવીને બેસીને વાત કરી પછી તે વ્યક્તિ ખીજડાના વૃક્ષમાં સમાઈ ગયા. આ જોઈને ધનુભા ચોંકી ગયા અને બોલવા લાગ્યા જય મામા દેવ..

[quads id=1]

Related Articles

Back to top button