Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

ભારતમાં કોરોનાની ઝડપ વધી, એક્ટિવ કેસ ત્રણ લાખને પાર, 24 કલાકમાં આટલા વધ્યા મૃત્યુઆંક

  • 115 દિવસ પછી 43,000 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા અને મૃત્યુઆંકમાં 97 દિવસ જૂનો રેકોર્ડ તૂટ્યો.

ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસનો આંકડો 40,000ને પાર ગયો છે. પાછલા 24 કલાકમાં મૃત્યુઆંક 200ની નજીક પહોંચ્યો. જ્યારે સતત નવા કેસની સંખ્યા વધવાના કારણે એક્ટિવ કેસનો આંકડો આખરે ફરી 3 લાખને પાર થઈ ગયો છે. સતત નવા કેસ અને મૃત્યુઆંક વધવાના કારણે પાછલા વર્ષે જે રીતે કોરોનાના કેસ વધતા હતા તેના કરતા ઝડપથી કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં જ 90 કરતા વધુ લોકોએ એક જ દિવસમાં કોરોના સામે દમ તોડ્યો છે.

રવિવારે કેન્દ્રીય સ્વાસ્Úય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા 24 કલાકમાં વધુ 43,846 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 22,956 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 1,15,99,130 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ 1,11,30,288 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે.

ફેબ્રુઆરી બાદ નવા કેસની સંખ્યામાં સતત વધારો થવાની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી રહેવાના લીધે દેશમાં એક્ટિવ કેસનો આંકડો 3 લાખને પાર કરીને 3,09,087 પર પહોંચી ગયો છે. એક સમય આ આંકડો એક લાખની અંદર પહોંચવાની તૈયારીમાં હતો જોકે, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, દિલ્હી સહિતના રાજ્યોમાં નવા કેસની સંખ્યા વધવાથી એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં દેશમાં વધુ 197 દર્દીઓએ કોરોના સામે દમ તોડ્યો છે, જેની સાથે દેશનો કુલ મૃત્યુઆંક વધીને 1,59.755 થઈ ગયો છે.

ભારતમાં નોંધાતા નવા કેસનો આંકડો 115 દિવસ પછી નવો રેકોર્ડ તોડ્યો છે. 24 કલાકમાં નોંધાયેલા 197 મૃત્યુઆંક સાથે 97 દિવસ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. દેશમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે જ્યાં 24 કલાકમાં 13,446 નવા કેસ નોંધાયા છે, અને વધુ 92 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

ભારતમાં અત્યાર સુધીમાં 4,46,03,841 લોકોને કોરોના વાયરસના ડોઝ આપવામાં આવ્યા છે. હાલ દેશમાં 45 વર્ષથી વધુની ઉંમરના ગંભીર બીમારીથી પીડાતા અને 60 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. આઈસીએમઆર મુજબ 23,35,65,119 લોકોના કોરોના ટેસ્ટ માટે 20 માર્ચ સુધીમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે વધુ 11,33,602 લોકોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button