Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

કોરોના થી મૃત્યુ પામેલ પત્નીના મૃતદેહની અંતિમવિધિ કરવા પતિ ચાર કલાક સુધી શહેરનાં જુદાં જુદાં 3 સ્મશાનગૃહમાં ફર્યો, અંતે

અમદાવાદ માં મણિનગર વિસ્તાર માં જયહિંદ ચાર રસ્તા પાસે આવેલી એક પ્રાઇવેટ  દવાખાના માં ત્રણ દિવસ થી દાખલ 50 વર્ષીય મહિલાનું કોરોના ને કારણે મોત થયું હતું. કોરોના થી મૃત્યુ પામેલ પત્ની ની અંતિમવિધિ કરવા પતિ ચાર કલાક સુધી અમદાવાદ ના નાં જુદાં જુદાં વિસ્તાર મા આવેલા સ્મશાનગૃહમાં ફરતો રહ્યો હતો.

બે સ્મશાનગૃહ માં ઈલેક્ટ્રિક અને ગેસ થી ચાલતા સ્મશાન ની સુવિધા બંધ હતી તો એક સ્મશાનગૃહ માં અંતિમ વિધિ કરવામાં લાઇન હોવાથી આશરે ત્રણ કલાક જેટલો ટાઈમ લાગશે તેવો જવાબ મળ્યો હતો. મૃત પત્ની ની બોડી ને શબવાહિની માં લઈને શહેરમાં 20 કિલોમીટર રાખડ્યા બાદ અંતે ઈસનપુર સ્મશાનમાં પત્નીની અંતિમવિધિ થઈ શકી હતી.

રેલવે માં કામ કરતાં કર્મચારી સુરેન્દ્ર ડોંગરે ના પત્ની સીમાબેન નું સોમવારે સાંજે મૃત્યુ થયું હતું. સરકાર ની કોરોના અંગે ની ગાઈડલાઈન્સ મુજબ દવાખાના માંથી જે હાલત માં મૃતદેહ મળે એને સૌથી નજીક હોય એવા ગેસ સંચાલિત અથવા ઈલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમવિધિ માટે લઈ જવો પડે છે.

પરિવારે ઇમરજન્સી નંબર 102 પર ફોન કરી શબવાહિની બોલાવી હાટકેશ્વર સ્મશાનગૃહ  ગયા હતા, ત્યાં કોરોનાના દર્દીની અંતિમવિધિ કરવા ઈલેક્ટ્રિક અથવા સીએનજી સ્મશાન બંધ હોવાથી જમાલપુર માં આવેલ સપ્તઋષિ સ્મશાનગૃહ પહોંચ્યા. અહીં બે મૃતદેહના અંતિમવિધિ ચાલતી હોવાથી બેથી ત્રણ કલાક લાગશે એવી સૂચના આપવામાં આવી. ત્યાંથી પરિવારના લોકો વી.એસ.ના સ્મશાન પહોંચ્યા હતા, પરંતુ અહીં પણ ઈલેક્ટ્રિક અથવા સીએનજી ભઠ્ઠી બંધ હતી.

ત્રણ અલગ અલગ સ્મશાને રઝળ્યા બાદ ઈસનપુર સ્મશાનમાં રૂબરૂ કોઈ વ્યક્તિને મોકલી પૂછપરછ કરતાં ત્યાં ઈલેક્ટ્રિક-સીએનજી સ્મશાનની સુવિધા હોવાથી પરિવારના સભ્યોએ અહીં અંતિમવિધિ કરી હતી. 102 સેવા અને સ્મશાનો વચ્ચે તાલમેલ ન હોવાને કારણે આ ભાઈ ને મૃત પત્ની નો મૃતદેહ શહેરમાં 4 કલાક સુધી લઈને આમ થી તેમ ફરવું પડ્યું હતું. સ્મશાનોમાં પરિવારના સભ્યોને સેનિટાઈઝ કરવાની પણ કોઈ સુવિધા નહોતી.

શબવાહિની વાળા એ ગાડી ને સેનિટાઈઝ કરવાનો ખર્ચ માગ્યો

શબવાહિની સેનિટાઈઝ કરવાનો પરિવારનો આક્ષેપ છે કે જ્યારે તેમણે શબવાહિની માટે 102 પર કોલ કર્યો ત્યારે 102 તરફથી કહેવામાં આવ્યું હતું કે શબવાહિની આવશે પણ તેને સેનિટાઈઝ કરવાનો ખર્ચ તમારે આપવો પડશે. આ બાબતે પરિવાર અને 102 વચ્ચે માથાકૂટ ચાલી હતી. છેલ્લે સેનિટાઈઝની સામગ્રીનો ઉપયોગ કર્યા વગર મૃતદેહને ચાર કલાક શહેરમાં ફેરવવામાં આવ્યો હતો. ઈસનપુર સ્મશાનગૃહમાં કોર્પોરેશન તરફથી મૃતકના સગાને સેનિટાઈઝ કરવાની કોઈ જ સુવિધા નહીં હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.

સુરેન્દ્ર ને સાંજે 7.30 વાગ્યે પત્ની નો મૃતદેહ મળ્યો હતો. પરિવારે 102 ને ફોન કરી શબવાહિની માં 8.30 વાગ્યે મૃતદેહ હાટકેશ્વર લઈ ગયા, ત્યાં ઈલેક્ટ્રિક અથવા સીએનજી સ્મશાન બંધ હતું. ત્યારબાદ ત્યાંથી નીકળી નવ વાગ્યે જમાલપુર સ્મશાન પહોંચ્યાં, ત્યાં લાઇન હતી. ત્યારબાદ સાડા નવ વાગ્યે વીએસના સ્મશાનગૃહનો ધક્કો ખાધો.પછી એક ભાઈ ને ઇસનપુર રૂબરૂ મોકલ્યો, ત્યાં બધી સુવિધા ખાલી હોવાથી અંતે સાડા અગિયાર વાગ્યે ઇસનપુર માં અંતિમ વિધિ થઈ.

[quads id=1]

Related Articles

Back to top button