સુમસાન રોડ પર ચાકુ ની અણીએ પર્યટકો પર ચાલવામાં આવી લુંટ, વિડિયો જોઈ

જ્યારે આપણે ક્યાંક જઈએ છીએ, ત્યારે આપણે ખૂબ ઉત્સાહ થી નવી યોજનાઓ બનાવીએ છીએ. પરંતુ કલ્પના કરો કે જો કોઈ એવી ઘટના બને કે જેનું તમે વિચાર્યું પણ નથી, તો શું વીતે તમારા પર? આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉદયપુરમાં ફરવા આવેલ એક કપલ ને ચાર બદમશો એ ચાકુ ની અણી એ લૂંટની ઘટના સામે આવી છે.
વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી છે. લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ઉદયપુરની છે. અહીંના અંબામાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. શુક્રવારે સાંજે છરીના પોઇન્ટ પર ચાર લૂંટારુઓએ પહેલા યુવક અને યુવતીને કારમાં રોકી હતી, ત્યારબાદ તેમની પાસેથી મોબાઈલ, રોકડ, ઘડિયાળ સહિતની કિંમતી સામાન લૂંટી લીધા હતા.
વાયરલ થતા આ વીડિયોમાં એવું જોવા મળે છે કે ગુંડાઓ છરીના પોઇન્ટ પર બધી કીમતી વસ્તુઑ છીનવી રહ્યા છે. છોકરો ગાડી પાસે ઉભો છે, છોકરીનો અવાજ પણ પાછળથી આવી રહ્યો છે. ગુંડાઓએ બધો કીમતી સમાન લીધા ની સાથે સાથે કારની ચાવી પણ છીનવી લીધી.
રાજસ્થાન પોલીસ આ બાબતે ફરિયાદ નોંધી ને ગુનાખોરો ની તપાસ શરૂ કરી દીધી છે.