દેશધાર્મિકસમાચાર

સંત રામાનુજાચાર્યનું મોટું સન્માન, પીએમ મોદીએ દેશને સમર્પિત કરી 216 ફૂટ ઊંચી Statue Of Equality

સંત રામાનુજાચાર્યનું મોટું સન્માન, પીએમ મોદીએ દેશને સમર્પિત કરી 216 ફૂટ ઊંચી Statue Of Equality

પીએમ નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદના પ્રવાસે છે. અહીં તેમણે 216 ફૂટ ઉંચી પ્રતિમા Statue Of Equality દેશને સમર્પિત કરી છે. આ મૂર્તિ 11મી સદીના વૈષ્ણવ સંત રામાનુજાચાર્યની છે. તેમના જન્મના હજારો વર્ષ પુરા થઇ ગયા છે, આવી સ્થિતિમાં પીએમ મોદી દ્વારા વૈષ્ણવ સંતને આ મોટું સન્માન આપવામાં આવી રહ્યું છે.

મૂર્તિની વિશેષતા શું છે?

કહેવામાં આવ્યું છે કે Statue Of Equality બેઠકની મુદ્રામાં બીજી સૌથી ઊંચી પ્રતિમા છે. તેને હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. તેને બનાવવામાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતિમા ઉપરાંત 63,444 ચોરસ ફૂટ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એક વિશાળ ફોટો ગેલેરી પણ તૈયાર કરવામાં આવી છે જ્યાં સંત રામાનુજાચાર્યનું સમગ્ર જીવન જોવા મળશે.

માહિતી એવી પણ મળી છે કે સંત રામાનુજાચાર્યની પ્રતિમા નજીક તમામ દેશોના ધ્વજ લગાવવામાં આવશે તેની પાછળ આવું કરવાનો હેતુ એ છે કે સંત રામાનુજાચાર્યે તેમના સમગ્ર જીવનમાં ક્યારેય જાતિ-ધર્મ-રંગના નામે ભેદભાવ કર્યો નહતો.

પીએમ મોદીએ શું કહ્યું?

હવે પીએમ મોદીએ એ જ સત્યની આ વિશાળ પ્રતિમાનું અનાવરણ કરી દીધું છે. પહેલા તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી, સંપૂર્ણ વિધિ-વિધાન સાથે બધી પરંપરાઓ પૂરી કરી અને પછી આ 216 ફૂટ ઊંચી મૂર્તિને દેશના નામ પર સમર્પિત કરી. આ ખાસ અવસર પર પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન સંત રામાનુજાચાર્યના વિચારો વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. તેમણે તેમને જ્ઞાનના સાચા પ્રતીક માન્યા છે અને ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ક્યારેય ભેદભાવ કરતા ન હતા. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે દરેકનો વિકાસ થાય, દરેકને સામાજિક ન્યાય મળે.

મોદીએ કર્યો મહાત્મા ગાંધીનો ઉલ્લેખ

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આ વાત નો પણ ઉલ્લેખ કર્યો કે આ પ્રતિમાના અનાવરણ સાથે એક ફરી આખા દેશમાં સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસનો પાયો મજબૂત કરી દેવામાં આવ્યો છે. આ ભાષણ દરમિયાન નરેન્દ્રં મોદીએ દેશની આઝાદીનો અને તેમાં મહાત્મા ગાંધીનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે કોઈ પણ સ્વતંત્રતાની કલ્પના મહાત્મા ગાંધી વગર કરી શકાતી નથી.

[quads id=1]

Related Articles

Back to top button