કોઈને કહ્યા વગર હળદરના ડબ્બામાં રાખી દ્યો આ વસ્તુ, સાક્ષાત લક્ષ્મીજી કરી દેશે ધનની વર્ષા
નમસ્કાર મિત્રો તમે જાણો છો કે હળદર રસોઈમાં વપરાતો મસાલો છે, અને સાથે આર્યુવેદિકમાં શરીરને રોગોથી મુક્ત કરતું ઔષધી ગુણ ધરાવતું તત્વ છે. લગ્નની વિધિમાં પણ પીઠી માટે પણ હળદરનો ઉપયોગ શુભ માનવામાં આવે છે કારણ કે હળદર સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.ઘરમાં હળદર છાંટવાથી શુભતા વધે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે ઘરમાં દર ગુરુવારે સવારે ઘરની સાફ સફાઈ કર્યા બાદ દરેક રૂમમાં હળદરવાળું પાણી છાંટો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે.
જો તમે ગુરુની સમસ્યા વાળા વ્યક્તિ છો તો ગુરૂવાર ના દિવસે પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવાથી તમારા જીવનની બધીજ બાધાઓ દૂર થાય છે. અને ગુરુ મજબૂત બને છે. જે લોકો ગુરુ ઉચ્ચ સ્થાન પર હોય તે લોકોના જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આ ઉપાયથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરશે જેના કારણે તમારે ત્યાં ધનની વર્ષા વરસશે.
જો તમે માતા લક્ષ્મીજી અને પ્રભુ વિષ્ણુની અસીમ કૃપા મેળવવા માંગો છો, તમે એક તુલસીની ડાળ લઈને તેના પર લાલ દોરો બાંધીને ત્યારબાદ તેને હળદરની ડબ્બીમા નાખીને પૂજાસ્થળ પર મૂકી દો. ત્યારબાદ બંને હાથ જોડીને માતા લક્ષ્મી અને પ્રભુ વિષ્ણુને પ્રાર્થના કરવી કે તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય.અને તમારા પર સદેવ એમની કૃપા રહે.
આ કાર્ય પૂર્ણ થાય એટલે તે તુલસીની ડાળને ૨૧ દિવસ સુધી તમારે તિજોરીમા રાખવાની રહેશે અને ત્યારબાદ તેને તમારી આજુબાજુ વહેતી નદીમા તરતી મૂકી દેવું. ત્યારબાદ તેના પર બાંધેલ લાલ દોરાને તમારા હાથ પર બાંધીને રાખવાનો રહેશે. જેના કારણે માતા લક્ષ્મીજીની અસીમ કૃપા તમારા પર બની રહેશે અને તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિ બની રહેશે.
આ સિવાય જો તમને કોઈથી ભય લાગતો હોય અથવા તો તમે બદલો લેવા ઈચ્છતા હોય કે પછી તમારી ઊંઘ ઉડી જતી હોય તો તેના માટે પણ અમે તમને એક ચોક્કસ ઉપાય જણાવીશુ. આ માટે તમારે એક કાચની વસ્તુ લેવાની રહેશે અને તેમા હળદર અને એક સૂકુ મરચું મૂકીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો રહેશે.
આ પાઠ પૂર્ણ થઈ જાય ત્યારબાદ બંને હાથ જોડીને તમારે ઈશ્વરને પ્રાર્થના કરવાની રહેશે અને તમારી સમસ્યાને રજૂ કરી પછી તમારે લાલ મરચાને સરળગાવી દેવાનું છે. આમ, કરવાથી તમારી બધી જ સમસ્યા દૂર થઈ જશે.
જો કોઈ છોકરા છોકરીના લગ્ન ન થતાં હોય પણ જ્યારે કોઈ પૂજા -હવન થાય ત્યારબાદ માથા ઉપર હળદરનું તિલક કરવામાં આવે તો તેમના વિવાહમાં આવી રહેલી દરેક બાધાઓ દૂર થઇ જાય છે અને તેના લગ્ન ઝડપથી થઈ જાય છે.
જો ઘરના દરવાજા ના ઉમરા ઉપર હળદર ની રેખા બનાવી દેવામાં આવે તો તેના કારણે હળદરમાં એટલી તાકાત છે કે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાને આવવા દેતી નથી.જો તમને ખરાબ સપના આવતા હોય તો હળદરની ગાંઠને રુમાલમાં લપેટી તેને સૂતી વખતે ઓશિકા નીચે રાખવાથી ખરાબ સ્વપ્નોમાંથી છુટકારો મળે છે અને તેની નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે.
દર ગુરૂવારે શ્રી ગણેશજીને એક ચપટી જેટલી હળદર ચડાવી દો. જો તમને વિવાહ સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે દરેક સમસ્યાઓ દૂર થઈ જશે.ઘરના મંદિરમાં ભગવાન શ્રીવિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિની પાછળ હળદરની પડીકી રાખી દેવાથી તમારા વિવાહ ઝડપથી નક્કી થઈ જાય છે.
જો તમને તમારો મનગમતો વર નથી મળી રહ્યો તો રોજ સવારે સૂર્યને જળ અપર્ણ કરતાં કળશની અંદર જળમાં એક ચપટી હળદર ઉમેરી તે પાણી સૂર્યદેવને ચઢાવવાથી તમારા મનની ઈચ્છા અનુસાર વરની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત જ્યારે કોઈ ખાસ કામ માટે બહાર જવાનું થાય ત્યારે કપાળ પર હળદરનું તિલક અવશ્ય કરવું. જે કામ માટે ઘરેથી નીકળશો તેમાં સફળ અવશ્ય થશો. ઘરમાં જો નાની-નાની વાતમાં કંકાશ થતો હોય તો ઘરની બહારની ચારે તરફ હળદરથી રેખા બનાવી દો. ઘરમાં સુખ-શાંતિ ફરીથી છવાઈ જશે.