Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

જાણી લ્યો આ પાંચ ખતરનાક જીવ વિષે, કિંગ કોબ્રા કરતાં પણ છે વધારે ઝેરી

આપણી આસપાસ એકથી એક ચઢિયાતા સુંદર જીવ છે, જે પોતાની સુંદરતા વડે લોકોને આકર્ષે છે. ધરતી પર જેટલા અલગ-અલગ પ્રકારના માણસો રહે છે, એટલા જ અજીબોગરીબ જીવ-જંતુઓ પણ ભર્યા પડ્યા છે. આ જીવોને જોઈને એવું લાગે છે કે તે પૃથ્વી પરનાં છે જ નહીં પણ જાણે કોઈક બીજા ગ્રહ પરથી આવ્યા ન હોય!

કુદરતે આ ધરતી પર રહેતા દરેક જીવને કોઈ ને કોઈ ખાસ ગુણ જરૂર આપ્યો છે. ઝેરી જીવો પણ આનું જીવતું જાગતું ઉદાહરણ છે.પૃથ્વી પર આવા કેટલાંય જીવો છે, જે જોવામાં એટલા સુંદર છે કે કોઈ પણ એ વાતને માનવા તૈયાર નહીં થાય કે એ ખુબજ ઝેરી પણ હોઈ શકે છે. પણ આજે અમે તમને દુનિયાનાં કેટલાંક એવા જીવો ના વિશે કહેવા જઈ રહ્યા છીએ, જે ખુબ જ ખતરનાક અને ઝેરી છે. આ જીવોનું ઝેર એટલું ખતરનાક છે, જે કોઈ પણ માણસ ને ક્ષણ ભરમાં જ મોતની ઊંઘ ઉંઘાડી દે છે.

ઈન્ડિયન રેડ સ્કોર્પિયન: વીંછીઓ ને તો તમે જોયા જ હશે, પણ આ દુિનયાનો સૌથી વધું ઝેરી વીંછી છે. આને ‘ઈન્ડિયન રેડ સ્કોર્પિયન’ નામ થી પણ ઓળખવામાં આવે છે. કેમકે આ મુળભુત રીતે ભારતમાં જ મળી આવે છે. ભારત સહિત દક્ષિણ એશિયાનાં દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાંથી મળી આવતો આ વીંછી જો કોઈ માણસને કરડે, તો ૭૨ કલાકમાં તેનું મૃત્યુ પાકું છે.

ફનલ વેબ સ્પાઈડર: ફનલ વેબ સ્પાઈડર(મકડી) મૂળ રૂપથી ઓસ્ટ્રેલિયામાં મળી આવે છે. આથી એને ઓસ્ટ્રેલિયન ફનલ વેબ સ્પાઈડર પણ કહેવામાં આવે છે. આનું ઝેર સાઈનાઈડથી પણ વધું ખતરનાક હોય છે. કહેવાય છે કે આ મકડી જો કોઈને કરડે, તો ૧૫ મિનિટ થી લઈને ૩ દિવસની અંદર એનું મોત થઈ જાય છે.

જેલીફિશ: જેલીફિશ આમ પણ ખતરનાક હોય છે, એ તો તમે જાણતા જ હશો, પણ બોક્સ જેલીફિશ વધારે ઝેરીલી હોય છે. અત્યાર સુધીમાં દુનિયામાં જેટલા પણ ઝેરીલા જીવજંતુઓની ખોજ થઈ છે, આ એમાંથી સૌથી વધુ ઝેરીલી છે. કહેવાય છે કે આનું ઝેર એક વારમાં ૬૦ લોકોને મારી શકે છે. જો બોક્સ જેલીફિશ નું ઝેર એકવાર માણસનાં શરીરમાં પહોચી ગયું તો એક મિનિટની અંદર એનું મોત પાકું છે.

કોન સ્નેલ: કોન સ્નેલ એક ગોકળ ગાય હોય છે, પણ ખુબ જ ખતરનાક. આનું ઝેર એટલું ખતરનાક હોય છે કે ક્ષણવાર માંજ કોઈને પણ પેરેલાઈઝ(લકવાગ્રસ્ત) કરી શકે છે. આમ તો દુનિયાભરમાં ગોકળ ગાયની ૬૦૦ થી પણ વધારે પ્રજાતિઓ છે, પણ આ એમાની સૌથી વધું ઝેરી છે.

બ્લૂ રિંગ્ડ ઓક્ટોપસ: ઓક્ટોપસના વિશે તો તમે સાંભળ્યુ જ હશે. દુનિયાભરમાં આની ૩૦૦ થી વધારે પ્રજાતિઓ છે, પણ તેમા ‘બ્લૂ રિંગ્ડ ઓક્ટોપસ’ સૌથી વધું ખતરનાક અને ઝેરીલો છે. કહેવાય છે કે આનું ઝેર માણસને ફક્ત ૩૦ સેકન્ડમાં જ મારી શકે છે. એના ફક્ત એક દંશમા જ એટલું ઝેર હોય છે કે જેનાથી લગભગ ૨૫ માણસોનું મૃત્યુ એકસાથે થઈ શકે છે. આ હિંદ મહાસાગર અને ઓસ્ટ્રેલિયાના દરિયામાં મળી આવે છે.

[quads id=1]

Related Articles

Back to top button