Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંપ્રેરણાત્મક

જો તમારી પાસે ફક્ત આ પાંચ વસ્તુ હશે તો ગમેતેવા ખરાબ સમય માં પણ તમારે તફલિક પડશે નહીં

સુખ- દુ:ખ જીવનનાં સાથી છે. દરેકનાં જીવનમાં સુખ અને દુ:ખ આવતા-જતાં રહે છે, પણ કેટલાંક લોકો આ વાતને જાણતા હોવા છતાં પણ આવી પરિસ્થિતિઓ માટે પોતાની જાતને માનસિક રીતે તૈયાર નથી કરતાં. આવામાં જ્યારે તેમના પર કોઈ દુ:ખ એટલે કે કષ્ટ આવી પડે છે ત્યારે તેઓ દુ:ખી થઈ જાય છે.

સમ્રાટ અશોકને ચક્રવર્તી બનાવવામાં જેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો તે ચાણક્યને આપણે સૌ જાણીએ જ છીએ. જેને આપણે ચાણક્યનાં નામથી ઓળખીએ છીએ તેમનું સાચું નામ પંડિત વિષ્ણુગુપ્ત ચાણક્ય હતું, તો કેટલાંક વિદ્વાનોનાં મતે તેમનું સાચું નામ વિષ્ણુગુપ્ત નહી પણ વિષ્ણુપ્રસાદ હતું. કહેવાય છે કે તેમણે એક રાજાના મુર્ખ રાજકુમારોને રાજવિદ્યા અને રાજકારણ શીખવવાં માટે જંગલના પ્રાણીઓની વાર્તોઓ ભણાવી અને તે રાજકુમારોને રાજનીતિમાં નિપુણ બનાવ્યાં. અને આ વાર્તાઓ એ જ ‘પંચતંત્ર’

ચાણક્યએ પંચતંત્ર ઊપરાંત અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ પણ રચ્યો છે જેમાં તેમણે રાજ્યની અર્થવ્યવસ્થાની ચર્ચા કરી છે. આ સિવાય તેમણે નીતિશાસ્ત્રની પણ રચના કરી છે. આચાર્ય ચાણક્યએ પોતાના ગ્રંથ નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે ક્યા ક્યા ગુણ વાળા લોકોનું ખરાબ સમય પણ કંઈ બગાડી શકતો નથી. આ લોકો દુ:ખની સ્થિતિ માંથી સામાન્ય સ્થિતિ સુધી પોતાના ગુણોના કારણે જ પહોંચે છે. જાણો દુ:ખનાં દિવસોનો સામનો કરવા માટે વ્યક્તિમાં ક્યા ક્યા ગુણોનું હોવું જરૂરી છે-

1. ધૈર્ય- ચાણક્ય એ તેમના ગ્રંથમાં ધૈર્ય વિષયક ચર્ચા કરી છે. ચાણક્ય ધૈર્ય એટલે કે ધીરજ વિશે કહે છે કે પોતાના આ ગુણના કારણે વ્યક્તિ મુશ્કેલ થી મુશ્કેલ દિવસો ને સરળતા થી પસાર કરી લે છે. જીવનમાં કઈ પણ સ્થાયી નથી, એટલા માટે જ વ્યક્તિએ હંમેશા તેના વર્તમાન ને વધુ સારૂં બનાવવાં નો પ્રયાસ કરતો રહેવો જોઈએ.

2. ધન- આચાર્ય ચાણક્યનું માનવું છે કે દુ:ખ ના સમયમાં ધન એટલે કે પૈસા પણ વ્યક્તિની રક્ષા કરે છે. એટલા માટે જ પૈસા નો સંચય એટલે કે પૈસાની બચત કરવાની આદત બધાંની જ હોવી જોઈએ. જે વ્યક્તિમાં બચત કરવાની ની આદત હોય છે તે દુ:ખનાં સમય ને સરળતા થી પસાર કરી લે છે.

3. નિર્ણય લેવાની ક્ષમતા- નીતિશાસ્ત્ર અનુસાર, વિપરીત પરિસ્થિતિઓ માં વ્યક્તિ એ સાચો નિર્ણય લેવો જોઈએ. ઉતાવળે કે પછી આવેશ માં આવી ને લીધેલો નિર્ણય કેટલીક વાર તમને નુક્સાન પહોંચાડી શકે છે. આથી વ્યક્તિમા સાચો નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ.

4. આત્મવિશ્વાસ- ચાણક્ય કહે છે કે જ્યારે તમારો ખરાબ સમય આવે છે ત્યારે લોકો સથવારો છોડવા લાગે છે. આત્મ વિશ્વાસ થી વ્યક્તિ મુશ્કેલ સમય ને પણ પસાર કરી શકે છે. આત્મવિશ્વાસી વ્યક્તિ નું ખરાબ સમય કઈ બગાડી શકતો નથી.

5. જ્ઞાન- ચાણક્ય કહે છે કે ખરાબ દિવસોમાં જ્ઞાન એટલે કે વિદ્યા લડવાની તાકત હોય છે. વિદ્યા એ ગુરૂઓ ની ગુરૂ છે. જ્ઞાની વ્યક્તિ નિશ્ચિત રૂપે એક દિવસ સફળતા મેળવે છે.

[quads id=1]

Related Articles

Back to top button