ચાંદલો કર્યા પછી શા માટે લગાવવામાં આવે છે ચોખા, જાણી લ્યો અહી ક્લિક કરી તેની પાછળનું રહસ્ય
આપણાં હિંદુશાસ્ત્રમાં તિલકનું ઘણું મહત્વ છે. પણ શું તમે જાણો છો કે ચાંદલો કર્યા પછી કે કોઈ ખાસ પ્રસંગોમાં પણ તિલક કરતા હોય છે.અને સાથે જ ચોખાનો ઉપયોગ થાય છે પણ તેનું મહત્વ તમને ખબર ના હોય તો જાણી લો તેનું મહત્વ.
તિલક પછી ચોખા લગાવવા એ શ્રદ્ધાની બાબત ગણી શકાય અને આ પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી આવી રહી છે. જો કે ઘણા અહેવાલોમાં જણાવ્યું છે કે તિલક સાથે ચોખા લગાવવાનું કારણ એ છે કે ચોખાને સૌથી પવિત્ર અને શુદ્ધ અનાજ માનવામાં આવે છે.
નાના કર્મકાંડથી માંડીને મોટી ધાર્મિક વિધિઓ સુધીની દરેક બાબતમાં ચોખાનું વિશેષ મહત્વ છે. ભગવાનના ભોગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને દરેક ખાસ પ્રસંગે ચોખાનું પોતાનું વિશેષ મહત્વ હોય છે.
ચોખાને હવનમાં દેવતાઓને અર્પણ કરાતું શુદ્ધ અનાજ માનવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તે કદી નાશ પામી શકે નહીં. ચોખાનો ઉપયોગ કોઈપણ કાર્યની સફળતા માટે થાય છે. વળી હિન્દુ ધર્મમાં ચોખાને સમૃદ્ધિનું અને સફળતાનું પણ પ્રતિક માનવામાં આવે છે.
ચોખા સકારાત્મકતાનું પ્રતિક પણ છે.ધાર્મિક વિધિ-વિધાનોમાં ચોખાનો ઉપયોગ સકારાત્મકતા વધારવા માટે કરવામાં આવે છે. વ્યક્તિની આસપાસની નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે અને ત્યારપછી પૂજા પાઠ કરવાથી વ્યક્તિના મનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.એટલું જ નહીં માથામાં અને તેના ફરતે પણ તેને વેરવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર જો આપણે ચોખાનું મહત્વ જાણતા હોઈએ તો તેને શુદ્ધ અનાજ માનવામાં આવે છે. આપણે તેને કોઈ ખચકાટ વિના દેવ-દેવીઓને અર્પણ કરી શકીએ છીએ. ચોખાને ‘અક્ષત’ પણ કહેવામાં આવે છે. ચોખા દરેક પ્રસંગમાં તેનું ખાસ સ્થાન હોય છે. માતા લક્ષ્મીજીને પણ ચોખા પસંદ છે.તેથી જ ખીર બનાવી નૈવેધ ધરવામાં આવે છે.
જ્યારે પણ પૂજન અને તિલકનો કાર્યક્રમ હોય ત્યારે ચોખા રાખવાનું મહત્વનું છે. શુદ્ધતાનું પ્રતીક હોવાથી આ ચોખા પૂજામાં અને કપાળ પર તિલક લગાવ્યા પછી વપરાય છે.ચોખા તેની સકારાત્મક ઉર્જા માટે જાણીતા છે. આવી સ્થિતિમાં, તે આપણી આસપાસની નકારાત્મક ઉર્જાને નાશ કરવાની શક્તિ પણ ધરાવે છે.
આ જ કારણ છે કે આ ચોખાના દાણા કુમકુમના તિલક સાથે વપરાય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તિલક પર ચોખા લગાવવાથી તે આપણી આસપાસની બધી નકારાત્મક ઉર્જા અને વિચારોનો નાશ કરશે. ka[pkકપાળ પર તિલક સાથે ચોખાનું ઘણું મહત્વ જોવા મળે છે કારણ કે ચોખા એક ઊર્જાનું પ્રતિક છે. કોઈપણ પૂજા ચોખા વિના સંપન્ન નહિ થતી.