Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતજાણવા જેવુંપ્રેરણાત્મક

સિંગર ગીતાબેન રબારીએ નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ, જુઓ ઘરની અંદરનો નજારો

ગુજરાતની જાણીતી લોક ગાયિકા અને ‘કચ્છની કોયલ’ ગીતા બેન રબારીએ પોતાનું સપનાનું ઘર બનાવ્યું છે. પોતાના નવા ઘરના ફોટાઓ પોતાના સોશિયલ મીડિયા પર ગીતા રબારીએ પોસ્ટ શેર કરી છે. નવા ઘરની પૂજા કરતાં ગીતા રબારી તેના પતિ પૃથ્વી સાથે જોવા મળે છે.

ઘરને જુનવાણી રૂઢિ રિવાજ અને આધુનિક ઇન્ટિરિયર મુજબ ડિઝાઇન કર્યું છે. ગીતા બેન રબારીનું નવું ઘર ખૂબ જ મન મોહક લાગી રહ્યું છે. ઘરમાં પ્રવેશ કરતાં જ મંદિરમાં બિરાજેલ દ્વારકાધીશ અને લિંબોજ માતાજીની પૂજા અર્ચના કરી હતી.

1996માં જન્મેલ ગીત રબારીએ માત્ર 10 વર્ષની ઉમરથી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. કચ્છના તપ્પર ગામમાં જન્મેલી ગીતા બેન રબારીના ચાહકોનો વર્ગ ઘણો મોટો છે તેમના ચાહકો તેમને “કચ્છી કોયલ’ નામથી ઓળખે છે. આજે ગીતા બેન રબારી ગુજરાતમાં જ ફેમસ છે પરંતુ એના ચાહકો અને એના ગીતો વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી છે.

માત્ર 20 વર્ષની ઉંમરમાં ગવાયેલ ગીતા બેન રબારીના રોણા શેરમા તથા એકલો રબારી ગીત વધુ લોકપ્રિય થયા હતા. આજે તેના ભજન, ગીતા, લોકગીત, સંતવાણી ડાયરી જેવા કાર્યક્રમો દુનિયાભરમાં તેના ગીતોની એક આગવી ઓળખ છે. ગીતા બેન રબારી એમના પિતાની  એકમાત્ર લાડકી દીકરી છે ગીતા બેન રબારીનું બાળપણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયું છે ગીતા બેનના મમ્મી પોતાના નજીકના ગામમાં જઈ અમુક ઘરોમાં કચરા પોતું કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા ગીતા બેન રબારીના આ મુકામ પર પહોંચાડવામાં પિતાની અથાગ મહેનત અને પરિશ્રમ છે. આજે જે મુકામે ગીતા બેન રબારી  છે  એ બધો શ્રેય એ એમના માતાપિતા અને પોતાના પતિ પૃથ્વીને આપે છે.

[quads id=1]

Related Articles

Back to top button