Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

આ 5 જગ્યાઓ પર ભૂલથી પણ હસવાની ના કરવી જોઈએ ભૂલ, નહિતર કરોડો પાપ કરવા સમાન મળશે ફળ…

આપણે બધા જાણીએ છીએ કે હસવું સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. આજે, જ્યોતિષ અને વિજ્ઞાન બંને આ વાતને સ્વીકારી ચૂક્યા છે. આ બંને મુજબ ફક્ત હસાવવાથી જ માણસ અનેક પ્રકારના રોગોથી મુક્તિ મેળવી શકે છે પરંતુ તે જ જ્યોતિષ મુજબ કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં માણસોએ ભૂલથી પણ હસવું ન જોઈએ. કારણ કે જો આ સ્થળ પર માણસ હસે છે, તો તે કરોડો પાપનો સહભાગી બની જાય છે. તો ચાલો આપણે જાણીએ કે તે કંઈ પાંચ જગ્યાઓ છે કે જ્યાં વ્યક્તિએ ભૂલથી પણ હસવું ન જોઈએ.

આ પાંચ સ્થાનો પર વ્યક્તિએ હસવું જોઈએ નહી.

1. વ્યક્તિએ સ્મશાનગૃહમાં હસવું ન જોઈએ

જો કોઈ વ્યક્તિ સ્મશાનગૃહમાં હસે છે તો આ હાસ્યને 1000 પાપ સમાન માનવામાં આવે છે. સ્મશાનગૃહમાં હસવું એ પણ વ્યકિતના પરિવારના માટે અનાદર માનવામાં આવે છે, જેનાથી તે શોકમાં ડૂબી જાય છે.

2. મૃતક વ્યક્તિની અંતિમ યાત્રામાં પણ ક્યારેય ન હસવું જોઈએ:

જ્યારે મૃતક વ્યક્તિના અંતિમ યાત્રા નીકળી રહી હોય ત્યારે પણ કોઈએ હસવું ન જોઈએ. આ કરવાથી, મૃત્યુ પામનાર વ્યક્તિનું અપમાન કરવામાં આવે છે. જેનાથી ઘણા પાપના આપણે ભાગીદાર બની જઈએ છીએ.

3. શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લેવા પર:

જ્યારે કોઈ શોકજનક કુટુંબના ઘરે જવામાં આવે છે, ત્યારે પણ આપણે હસવું ન જોઈએ. શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લેતી વખતે પણ, ત્યાં કોઈ બિનજરૂરી વાતો અથવા ગપસપ ન કરવી જોઈએ.

4. આપણે મંદિરમાં પણ હસવું ન જોઈએ:

આપણે કોઈ પણ મંદિરમાં કદી હાસ્ય ન કરવું જોઈએ. કારણ કે આપણે ભગવાન પાસે કંઇક માંગવા માટે મંદિરમાં જઇએ છીએ. આવામાં આપણે શાંત મનથી ભગવાનનું સ્મરણ કરવું અને પ્રાર્થના કરવી જોઈએ.

5. જ્યારે કોઈ ધાર્મિક કથા પર જઈએ:

ભગવાનની કથા થઈ રહી હોય ત્યાં પણ આપણે હાસ્ય ટાળવું જોઈએ. જ્યારે આપણે આ કથા માં હસીએ છીએ ત્યારે આપણે જ્ઞાનથી વંચિત રહીએ છીએ. આ સાથે તમારી આજુબાજુ રહેલા અન્ય લોકોને પણ તેની સમસ્યાનો સામનો કરવો પડે છે.

[quads id=1]

Related Articles

Back to top button