સૂર્યાસ્ત થયા પછી ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો આવી શકે છે દરિદ્રતા અને નુકશાન
આપણને ઘરના વડીલોને એવું કહે છે કે સંધ્યાકાળ થઈ છે તો અંધારું સારું ન કહેવાય. અને કોઈ બહાર ગયા હોય તો પણ ઘરે જલ્દી આવે. અને અમુક કામો કરવાનું ના કહે છે. હિન્દૂ ધર્મમાં સંધ્યાકાળ દરમ્યાન અમુક કાર્ય કરવામાં નથી આવતા. તેના અમુક કારણો અને નિયમો પણ છે. તેની પાછળ શું છે કારણો આજે જાણી લો.
જો કોઈ વ્યક્તિનું મૃત્યુ સાંજ પછી થાય તો તેના અંતિમ સંસ્કાર રાત્રે ન કરવા, અંતિમ વિધિ સવારે સૂર્યોદય પછી જ કરવી જોઈએ. સૂર્યાસ્ત થયાં પછી દાહ સંસ્કારની વિધિ કરવાની શાસ્ત્રમાં મનાઈ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ દિવસે મૃત્યુ પામે તો તેના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પહેલાં કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના કરી દેવા જોઈએ.
જો અંતિમ સંસ્કાર સંધ્યા સમય પછી એટલે કે રાત્રે કરવામાં આવે તો મૃતકને પરલોકમાં યાતના ભોગવવી પડે છે. માનવામાં આવે છે કે તે વ્યક્તિને બીજા જન્મમાં નબળા અંગ સાથે જન્મ મળે છે.રાતે કે દિવસે આપણાથી જાણતા-અજાણતા ખરાબ કામ થઈ જાય છે, તે ત્રિકાળ સંધ્યાથી નષ્ટ થઈ જાય છે. ઘરમાં સંધ્યાનો દીવો પ્રગટાવવો કે પ્રકાશ રાખવો જરૂરી માનવામાં આવ્યો છે.
કારણ કે ઘરમાં સાંજના સમયે અંધારું રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સ્થાયી નિવાસ થાય છે. ઘરમાં બરકત નથી રહેતી અને ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે. એટલે સાંજે ઘરમાં અંધારું ન રાખવું જોઈએ.
સૂર્યાસ્તના સમયે અભ્યાસ કરવાથી એકાગ્રતા નથી આવતી.આથી મન તે સમયે થોડું વિચલિત પણ રહે છે. સવારના સમયે જેટલું સારું નથી રહેતું. એટલે વિદ્યામાં અને અભ્યાસમાં મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થતું નથી. સાથે જ યશ, લક્ષ્મી, વિદ્યા વગેરેનો પણ નાશ થાય છે. એટલે સૂર્યાસ્તના સમયે અભ્યાસ કરવો ન જોઈએ.
એવુ સૂર્યાસ્તના સમયે ભોજન કરવાથી પાચન શક્તિને અસર થાય છે અને શરીરને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાંજનો સમયે અંધારું થવાને કારણે નકારાત્મક ઊર્જા એકદમ આવી જાય છે તથા ઘરમાં અજવાળું ન કરીએ ત્યાં સુધી તે દૂર થતી નથી. તેથી જ આ સમયે પૂજા-અર્ચના કરી ઘરમાં વીજળી અને દીવા-બત્તી પ્રગટાવી અંધારું દૂર કરી નકારાત્મકતા દૂર કરવી જોઈએ ત્યારબાદ જ જમવું જોઈએ.
સાંજના સમયે ઘરમાંથી કચરો અથવા સાફ સફાઇ કરવાની પણ વડીલો ના કહે છે કારણ કે ત્યારે પૂજા પાઠનો સમય હોય છે, અને તે સમયે સાફ સફાઇ કરતાં આપણે લક્ષ્મીજીનો અનાદર કરી છીએ. સાથે જ સાફ સફાઇ કરતાં બેક્ટેરિયા અને કચરો થવાથી ઘર પરિવારના લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે.અને નકારાત્મક ઉર્જા સ્થાન લઈ લે છે.
રાતના સમયે જમ્યા પછીંા વાસણો રાખવા શુભ નથી. કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધવા લાગે છે અને સકારાત્મક ઊર્જા ઓછી થવા લાગે છે. એટલે એવી માન્યતા છે કે રાતના જમ્યા પછીના વાસણોમાં ગંદકી અને વાસણોમાં જે અન્ન હોય તો તે રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.તેથી ઘરમાં એઠાં વાસણ મૂકવા ન જોઈએ.કારણ કે તેનાથી ઘરની સુખ-સમૃદ્ધિનો નાશ થાય છે અને સાથે જ ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે.
સાંજના સમયે ક્યારેય ફૂલ કે તુલસીના પાન અથવા અન્ય પાન તોડવા નહિ કારણ કે પ્રકૃતિમાં એક સકારાત્મક ઉર્જા હોય છે. સંધ્યાકાળ એ નકરાત્મક ઉર્જા હોવાથી સંધ્યાકાળ ફૂલ કે પાન તોડવાની મનાઈ છે.