Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંજ્યોતિષધાર્મિક

પીપળા પર જળ ચઢાવવા ની આ છે સાચી રીત, આ રીતે ગુરુવારે જળ ચઢાવવા થી થાય છે બધી જ મનોકામના પૂરી

ભારતીય પૌરાણિક શાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષને અત્યંત પવિત્ર વૃક્ષ કહ્યું છે. શાસ્ત્રો મુજબ આ વૃક્ષની પૂજા કે તેના પર જળ અર્પણ કરવામા આવે તો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. એટલું જ નહિ જો કોઈ પણ કાર્ય લાંબા સમયથી અટકેલું હશે તો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે.

પીપળાની કૃપા મેળવવા કોઈપણ માસના શુક્લ પક્ષના રોજ ગુરુવારે પૂજન કરો અને નિરંતર પાંચમા ગુરુવાર સુધી વિધિવત આ પૂજા કરો. નિરંતર ૫ ગુરુવાર સુધી પીપળાના વૃક્ષનુ પૂજન કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તેના માટે તમારે માત્ર આ વૃક્ષની નિષ્ઠાથી અને હૃદયપૂર્વક પૂજા કરવી તથા પૂજાની તમામ ક્રિયાને વિધિવત કરવાથી ફળ પ્રાપ્ત થશે.

પીપળાને જળ અર્પણ કરતાં વૃક્ષની આસપાસ સાત પરિક્રમા કરવી તથા શ્રી વિષ્ણુ ના મંત્રનો મંત્રોચ્ચાર કરવો. આ પીપળના વૃક્ષ ની પરિક્રમા કરતી વખતે પ્રભુ શ્રી વિષ્ણુનુ ધ્યાન ધરવાથી મનમાં ઉચ્ચારણ કરો કે, હે પ્રભુ મારી તમામ સમસ્યાઓ માંથી મને તુરંત મુક્તિ મળે અને મારા જીવનના તમામ દુઃખ દૂર થાય.

પહેલા એક તાંબાના પાત્રમા જળ ભરો. પછી તેમા હળદર, ગોળ, ખાંડ, ચણા અને ગંગાજળ ઉમેરો. આ પીપળાના વૃક્ષ પાસે દીવો કરી અને તેના પર મોલીનો દોરો અર્પણ કરો અને પછી વૃક્ષની આસપાસ જળ અર્પણ કરતી વખતે ॐ શ્રી વિષ્ણુ – શ્રી વિષ્ણુ – શ્રી વિષ્ણુ મંત્રનો ૨૧ વખત મંત્રોચ્ચાર કરો.

શુક્લ પક્ષનો ગુરુવાર એ પીપળાનું ઝાડણી પૂજન કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણવામા આવે છે. આ દિવસે પીપળાના ઝાડનુ પૂજન કરવાથી તમને તમારા ધંધામા દિવસે દિવસે પ્રગતિ મળશે.

જે લોકો આ વૃક્ષનુ પૂજન કરે છે તેમના મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. જો તમે ક્યારેય આર્થિક નાણાભીડની સમસ્યામાં હોવ ત્યારે આ વૃક્ષનુ પૂજન કરો અને આ વૃક્ષને જળ અર્પણ કરો.

ક્યારેક ઘરમાં વાદ-વિવાદ થતો હોય ત્યારે આ પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાથી આ વાદ-વિવાદનો અંત આવશે. જો તમને કોઈ કાર્યમા સફળતા નથી મળતી તો પણ પીપળાને પૂજન લાભ મળશે. પીપળાના વૃક્ષનુ પૂજન કરવાથી ઘણા લાભ થાય છે અને તમાર જીવનમાં સુખ સમૃદ્ધિ વધતી રહે છે. આ સાથે જ તમારા મનની દરેક ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે.

[quads id=1]

Related Articles

Back to top button