Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંજ્યોતિષફેક્ટ ચેક

માણસ ના શરીર માં માતાજી કેવી રીતે આવે છે જાણો તેની પાછળ નું સાચું કારણ, એકવાર જય માતાજી જરૂર લખો

ભારતમાં મોટાભાગે માતાની પૂજાના સમયે માતા ચોક્કસ કોઈને કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. પરંતુ એ સવાલ બધાને થતો હશે કે માતા કે કાળ ભેરવ વ્યક્તિના શરીરમાં આવે કેવી રીતે અને જો આવે છે તો તેને ધ્રુજારી કેમ આવે? તો આજે આપને આના વિષે માહિતી મેળવીએ. જે એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધા પાછળની હકીકતનું એક પાસું છે.

તમે જોયું જ શે કે નવરાત્રી હોય કે કોઈ શુભ પ્રસંગમાં આરતી શરૂ થતા જ અમુક મહિલાઓની અંદર માતા આવે છે તો અમુક પુરુષોના શરીરની અંદર દેવીનું વાહન સિંહ કે કાળ ભૈરવ પ્રવેશે છે અને તેઓ વિચિત્ર વ્યવહાર કરવા લાગે છે અને પોતાનું માથું સખત હલાવવા લાગે છે.

તો કોઈ સળગતો કપૂર પોતાના હાથમાં લઈને આરતી ઉતારવા લાગે છે તો કોઈ સળગતા અંગારા પર ચાલવા લાગે છે.તો કોઈ દોરડા કે દોરીથી પોતાને જ મારે છે. આવા અનેક [રયોગો આપે આસપાસ થતાં જોયા જ છે પણ તેનું કારણ નહિ ખબર. તેઓ પોતાને દેવીની આરાધના કરતા ભક્તોને આશીર્વાદ પણ આપે છે. આપની આસપાસની ઘટના પર કહે છે અમુક લોકો વિશ્વાસ રાખે છે તો અમુક લોકો તેને અંધવિશ્વાસ કે ખોટો ડોળ માને છે. પણ આ બાબતની પાછળ એક વિજ્ઞાન છુપાયેલું છે.

વિજ્ઞાનના આધારે આ બધું એક મનોવૈજ્ઞાનિક બીમારીનું કારણ છે. વિજ્ઞાનનું કહેવું છે કે કોઈ વ્યક્તિનું મગજ કમજોર થાય છે ત્યારે તે એક જ વસ્તુ વિશે વારંવાર વિચાર કરવા લાગે છે કે જેમ કે જો તેઓ માતાજી વિશે વિચારતા રહે તો તેમનું મગજ પણ તેવો જ અનુભવ કરવા લાગશે કે પોતે માતા છે.અને માતા એમને સંદેશો આપતા હોય તેમ માંને છે.

જો તેઓ એકજ વિચાર કરતાં મંદિરે આરતીના સમયે હોય તો કોઈ સળગતો કપૂર પોતાના હાથમાં લઈને આરતી ઉતારવા લાગે છે તો કોઈ સળગતા અંગારા પર ચાલવા લાગે છે.તેઓ પોતાને દેવીની આરાધના કરતા ભક્તોને આશીર્વાદ પણ આપે છે. જો કે આ ઘટના પર અમુક લોકો વિશ્વાસ રાખે છે તો અમુક લોકો તેને અંધવિશ્વાસ કે ખોટો ડોળ માને છે.

વિજ્ઞાનના આધારે આ બધું એક મનોવૈજ્ઞાનિક બીમારીને લીધે થાય છે. વિજ્ઞાનનું માનવું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મગજ કામ કરતું બંધ થઈ જાય ત્યારે આવું કરે છે. બોલીવુડની ઘણી ફિલ્મ આ વિષય પર આવી ચૂકી છે જેમ કે મંજોલીકા અને ભુલ ભુલૈયા પણ આ જ ઘટના પર આધારિત છે. જેમાં અભિનેત્રી બાળપણથી જ આવી જ કહાનીઓ સાંભળતી હોય અને પરિણામે તેનું મગજ પણ તેવું જ વિચારવા લાગે છે. અને અંતે તેના મગજમાંથી આ વસ્તુની વિચારણા બહાર કાઢવામાં આવે છે.

આપણે જાણીએ છીએ કે કેટલાક લોકો વિજ્ઞાનમાં માનતા નથી, કેટલાક આવી બાબતોમાં વિશ્વાસ કરતા નથી, પરંતુ કેટલાક લોકો એમ પણ કહે છે કે તેનો ફાયદો ઉઠાવવા માટે કેટલીક મહિલાઓ જાણી જોઈને ક્યારેક આવા નાટક કરે છે. પણ ઘણી વાર સાંભળ્યું અને પ્રત્યક્ષ જોયું છે કે કેટલીક વ્યક્તિઓ ધૂણે છે, તેમના શરીરમાં માતાજી કે દેવ કે પવન આવે છે. જેમના શરીરમાં મહાકાળી માં આવતા. ત્યાં ભક્તોની ભીડ સદાયે લાગી રહેતી. આ બહેનના સંદર્ભમાં એક ખાસ વાત મેં સાંભળી હતી.

કાળી ચૌદસની રાતે તેઓ સાવ જુદૂ જ રૂપ ધારણ કરતા. તે એક પગ આખો અને બીજો અડધો વાળી ખાસ રીતે બેસતા અને તેમની જીભ એ રાતે એટલી બધી બહાર નિકળી જતી કે જોનાર તેમનું આ રૌદ્ર ભયાનક સ્વરૂપ જોઈને ડરી જાય છે.
સામાન્ય રીતે કોઈ માણસ પોતાની જીભ આટલી બહાર ન કાઢી શકે.

એ રાત્રે તેઓ માથાના વાળ છૂટ્ટા રાખતા અને કપાળે લાલ ચાંદલો કરતા. સાક્ષાત તેમનું સ્વરૂપ કાળી માંનું હોય એવું લાગે. આખુ શરીર એ વખતે ધ્રુજતું હોય અને તેઓ પોતાનું માથુ અતિ ઝડપથી ગોળ ગોળ ફેરવતા જાય.નરમ હ્રદયની કોઈ વ્યક્તિનું આવું વિકરાળ સ્વરૂપ જોતા ડરી જાય. અને બાળકો તો ડર ના માર્યા ભાગે. આ રાતે તેમ ની ત્યાં તો ભક્તોની ભીડથી ભરેલું જ હોય પણ તેમના પાડોશીઓના ઘર પણ ભક્તો કતારમાં બેઠા હોય.

આમ બધી વ્યક્તિઓ જેમના શરીરમાં ભગવાન,માતાજી કે પિતૃઓ આવે છે તેમના હાથ સતત ધ્રૂજતા હોય ક્યારેક આંખો ગોળ ગોળ ફરતી હોય અને તેઓ ઘણી વાર તો હિંસક સ્વરૂપ પણ ધારણ કરી સામે વાળાને તમાચો લગાવી દે અથવા ઘણી વાર એવા જૂના પ્રસંગો કહી સંભળાવે જ્યાં તેઓ પોતે હાજર નહોતા.ઘરના વડીલો પણ એમને નમે. નાના મોટી ઉમરના વ્યક્તિ એમની સામે કઇ ન હોય.

પરંતુ વિજ્ઞાન મતે આ એક માનસિક અવસ્થા છે જ્યારે વ્યક્તિ એવું માનવ લાગે છે કે તેના શરીરમાં દૈવી શક્તિ પ્રવેશી છે અને તેની અસર એટલી પ્રભાવક હોય છે કે તે વ્યક્તિનું શરીર પણ તેને સાથ આપવા માંડે અને તેનામાં વધારાની શક્તિ આવી જાય છે. પરંતુ મારા મતે તો વાંચન અને જોયા પછી કેટલીક વ્યક્તિઓ બીજાઓનું ધ્યાન ખેંચવા કે માન અને મહત્વ મેળવવા માટે પણ આવું વર્તન જાણી જોઈને કરે છે.

પોતાની કોઈ ક્ષતિ કે લઘુ ગ્રંથિથી પીડાતા ક્યારેક વ્યક્તિના મનનો એક ભાગ તેને આમ કરવા માટે મજબૂર કરે છે.આ વિશ્વ ઈશ્વરની દેન છે. આ પ્રકૃતિ અને શરીર પણ વ્યક્તિના પ્રભાવ હેઠળ કામ કરે છે. શ્રદ્ધા કે અંધ શ્રદ્ધા સમજવી એ વ્યક્તિના વિચાર વર્તન પર આધારિત છે.

[quads id=1]

Related Articles

Back to top button