Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જ્યોતિષધાર્મિક

ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ વસ્તુ, પછી જુવો ચમત્કાર સાત પેઢી સુધી નહિ ખૂટે ધન..

દરેક વ્યક્તિને સુખ સમૃદ્ધિભર્યું જીવન જીવવાની આશ હોય છે. પરંતુ આ આશની સાથે પણ કેટલાક વાસ્તુ વિજ્ઞાન મુજબના ઉપાયો હોય છે. તેને વ્યક્તિ ક્યારેય જોતો નથી. રોજીદા જીવન વ્યવહારને સુખી કરવા માટેના કેટલાક વાસ્તુ ઉપાય કરી શકાય છે.વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો સુખનો દરવાજો માનવામાં આવે છે. અહીંથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

કેટલીકવાર જો મુખ્ય દરવાજો બરાબર ન હોય તો ઘરમાં ખુશી ન આવી શકે.તો જાણીએ મુખ્ય દ્વાર અને ઘરથી સુખમય જીવન જીવવાના ઉપાયો.ઘરના મુખ્ય દરવાજાને શુભ અને સારા રાખવા માટે તમામ પ્રકારની વસ્તુઓ સ્થાપિત કરવામાં આવે છે. જો તેઓ યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો તેનો ઘણો ફાયદો થઈ શકે છે.કાચનું વાસણ,પાણીથી ભરેલા કાચનું વાસણ ઘર અથવા ઓફિસના પ્રવેશદ્વાર પર મૂકવું જોઈએ. આ પાત્ર એવું હોવું જોઈએ કે જેમાં સુગંધિત ફૂલો રાખી શકાય. વાસ્તુશત્ર મુજબ, આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા પણ આવે છે અને ઘરમાં સુખ રહે છે.

તુલસીનો છોડ: – વાસ્તુશાત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ લગાવવાથી પૈસાની તકલીફ દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ એનજ્રી પણ આવે છે. સાથે જ સાંજે આ છોડ નીચે દીવો જરૂર પગટાવો. તેનાથી ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરપૂર રહેશે.

દેવી લક્ષ્મીનુ શુભ પદ ચિન્હ – ઘરના મેન ગેટ પર દેવી લક્ષ્મીના શુભ પદ ચિન્હ લગાવવાથી બધી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે.તેનાથી ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરતી નથી અને ઘરમાં હંમેશા સુખ શાંતિ કાયમ રહે છે.

લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો :- ફક્ત લક્ષ્મીજીના પગલા જ નહી પણ મુખ્ય દરવાજા પર લક્ષ્મીજી સાથે ગણેશજીનો ફોટો લગાવવાથી પણ ઘરમાં આવનારુ આર્થિક સંકટ આપમેળે જ દૂર થાય છે. અને મા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે.અને વિઘ્નહર્તા દુખ દૂર કરે છે.

સ્વસ્તિક અને શુભ લાભ :- આર્થિક પરેશાનીથી મુક્તિ મેળવવા માટે તમારા મેન ગેટ સામે સ્વસ્તિક શુભ લાભના નિશાન સાથે સ્વસ્તિક પણ લગાવી શકો છો. વાસ્તુ મુજબ તેને મુખ્ય દરવાજાના જમણી બાજુ લગાવવા શુભ હોય છે. સાથે જ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે.

તોરણ: – મિત્રો તોરણ આપણા ઘરની શોભા તો વધારે જ છે સાથે જ તેનાથી ઘરમાં લક્ષ્મીની કૃપા પણ કાયમ બની રહે છે. વાસ્તુના મુજબ મુખ્ય દરવાજા પર આસોપાલવ કે કેરીના પાનનુ તોરણ લગાવવુ જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બારેમાસ લગાવવું જોઈએ, આ નકારાત્મક ઉર્જાને દૂર રાખવા સાથે જ ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે.

ઘોડાની નાળ – વાસ્તુ કહે છે કે ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાવવથી ઘરને કોઈની ખરાબ નજર લાગતી નથી.સાથે તેનાથી ઘરમાં બરકત પણ આવે છે.

ફ્લાવર પૉટ કે મોર પીંછ – ઘરના મુખ્ય દરવાજા પર સુગંઘવાલા છોડને પૉટમા સજાવીને રાખવા જોઈએ.સાથે ઘરમાં પ્રવેશ કરતાં જ ખંડમાં મોરપીંછ લગાવવા આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધન ધાન્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.પણ આ વાતનુ ધ્યાન રાખો કે ફ્લાવર પૉટ મેન ગેટની બંને બાજુ રાખવો જોઈએ.

ઘરમાં બધી જ વસ્તુઓ વાસ્તુ અનુસાર હોવી જોઈએ.ઘરમાં પિરામિડ,કાચબો રાખવાના પણ ઘણા ફાયદાઓ છે.વાસ્તુને લગતી અવનવી પોસ્ટ માટે વાંચન કરતાં રહો.

[quads id=1]

Related Articles

Back to top button