Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

વજન ઓછું કરવા થી લઈ ને કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઘરે જ બનાવો આ શક્તિશાળી બીજનું આયુર્વેદિક ચૂર્ણ..

સીતાફળ એ ફળ છે જે શિયાળામાં ખાવામાં આવે છે. શિયાળામાં આવતું આ ફળ સફરજન કરતા વધારે ફાયદાકારક છે. ઘણી રીતે આનું સેવન કરી શકાય છે જેમ કે સોડામાં, મિલ્કશેક અને આઈસ્ક્રીમના રૂપમાં ખાવામાં પણ આવે છે. સીતાફળના બીજમાં પણ એવા ગુણધર્મો છે જે કેન્સર અને ડાયાબિટીઝ જેવા રોગોનું જોખમ ઘટાડે છે.

સંશોધન બાદ સીતાફળના બીજમાંથી દવાઓ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સીતાફળના બીજમાં ઘણા ગુણધર્મો છે. સીતાફળના બીજ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેની અંદર વિટામિન સી મળી આવે છે જે રોગો સામે લડવામાં પણ રક્ષણ આપે છે તેના કારણે જ આ બીજનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ કરવામાં આવે છે. તેનાથી શરીરની ઉર્જા પણ જળવાઈ રહે છે.

સીતાફળ ના બીજ નો પાવડર બનાવી ને આપણે અનેક રોગો માંથી મુક્તિ મેળવી શકીએ. આ અંગે હજુ વિદેશ માં અનેક શોધખોળો થઈ રહી છે. આ સીતાફળ ના બીજ વાળ માટે પણ ખૂબજ લાભદાયી છે. જો તમે બકરી ના દૂધ માં સીતાફળના બીજ ઘસી ત્યારબાદ તેને વાળ માં લગાવશો તો તમારા વાળ કયારેય પણ અકાળે ધોળાં થશે નહી અને વાળના વિકાસ માં પણ વૃદ્ધિ થશે.

આ એક એવું ફળ છે જે તમારા થાકને તરત જ દૂર કરે છે. સીતાફળના બીજ પણ તમારા થાકને દૂર કરવામાં મદદગાર બને છે. તેના બીજથી શરીરમાં ઉર્જા નો સંચાર થાય છે અને થાક તેમજ માનસિક તાણ પણ દૂર થાય છે. સીતાફળના બીજમાં હાજર મેગ્નેશિયમ શરીરમાં સોડિયમ અને પોટેશિયમ સંતુલિત માત્રામાં રાખે છે. સીતાફળના બીજનું સેવન ડાયાબિટીસ ને નિયંત્રિત કરી શકે છે.

વજન ઓછું કરવામાં સીતાફળના બીજ પણ ખૂબ મદદગાર છે. તેમને શેકીને ખવાથી તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. બીજમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, ફોલેટ, ગ્લુટામિક એસિડ શામેલ છે. જે ચરબી બર્નિંગ વધારવામાં મદદ કરે છે.

આ બીજ મા સમાવિષ્ટ મેગ્નેશિયમ નામનું પોષકતત્વ તમારા શરીરમાં પાણી ની માત્રા ને સંતુલિત રાખે છે. આ સિવાય સીતાફળ ના બીજ ના સેવન થી તમારું બ્લડપ્રેશર નિયંત્રણ માં રહે છે તથા સુગર ની માત્રા પણ નિયંત્રણ માં રહે છે જેથી તમે ડાયાબીટીસ જેવી બીમારીથી દૂર રહો છો.

સીતાફળ ના બી ને ક્રશ કરી તેનો ઝીણો ભૂકો કરી લો. આ ભુક્કા ને કાચ અથવા પ્લાસ્ટીક ના પાત્ર મા ભરી ને રાખી દો. જો તમારા ઘર મા જંતુ નો ત્રાસ વધી જતો હોય તો આ ભુક્કા ને તે જગ્યા પર ભભરાવી દો. જેથી જંતુ નો ત્રાસ ઘટી જાય છે. સીતાફળ માં કેલરી ઓછી હોય છે અને ફાઇબર અને વિટામિન વધારે હોય છે. આ સિવાય તેમાં ખનિજો અને એન્ટીઑકિસડન્ટ બીટા કેરોટિન હોય છે જે વજન ઘટાડવામાં મદદગાર છે.

સીતાફળના બીજની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ રહેલા છે જે બ્લડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે જેના કારણે હૃદય પણ સ્વસ્થ રહે છે. સીતાફળના બીજમાં તાંબું અને ફાયબર ભરપૂર માત્રામાં રહેલું છે જે તમારી પાચન ક્ષમતાને વધારવામાં ખુબ જ મદદગાર રહે છે. ફાયબર તમારા મળને નરમ કરે છે જેના કારણે તમને કબજિયાત ની સમસ્યમાં પણ રાહત મળે છે.

વિશાળ દવા બનાવતી ફાર્મા કંપનીઓ આ ભુક્કાનો દવા બનાવવા ઉપયોગ કરે છે. ખેતરમા થતાં પાક મા થતી જીવાત ને દૂર રાખવા માટે દવા મા આ બી ના ભુક્કા નો વપરાશ કરવામાં આવે છે. લીંબુડા અને સીતાફળ ના બી નો ભૂકો કરીને પેસ્ટ તૈયાર કરવામાં આવે તે ખેતરના પાક મા રહેલ બધા જ નુકસાનકારક જંતુઓનો નાશ કરે છે તથા પાક ને કોઈપણ જાતનું નુકસાન થતું નથી.

સીતાફળ ના બીજ માં સમાવિષ્ટ એન્ટી ઓક્સિડન્ટ ગુણતત્વો તથા વિટામિન સી તમારા શરીરમાં કોઈપણ પ્રકાર ની બીમારી ને પ્રવેશવા દેતા નથી તથા તમારા શરીર ને નિરોગી અને તંદુરસ્ત રાખે છે. આ સીતાફળ ના બીજ માં સમાવિષ્ટ વિટામિન બી તમારા શરીરમાં રક્ત ની ઉણપ થવા દેતું નથી તથા રક્ત ની ઉણપ દ્વારા થતા રોગો સામે રક્ષણ આપે છે.

સીતાફળના બીજમાં વિટામિન સી અને વિટામિન એ પણ રહેલા છે જે આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. જે તમારી આંખોનું તેજ વધારવામાં ખૂબ જ મદદગાર બને છે. સીતાફળના બીજ ની અંદર વિટામિન બી પણ રહેલું છે જે શરીરમાં લોહીની ઉણપ ને દૂર કરે છે અને એનેમિયાથી પણ બચાવે છે.

[quads id=1]

Related Articles

Back to top button