આ લોકોને કોણ સમજાવે, એક સ્કૂટર પર પાંચ સ્ત્રીઓનો વિડીયો શેર કરીને પોલીસે કહ્યું, ટ્રાફિક પોલીસે શરૂ કર્યું ‘મેં ટ્રાફિક ચેમ્પ’
આ લોકોને કોણ સમજાવે, એક સ્કૂટર પર પાંચ સ્ત્રીઓનો વિડીયો શેર કરીને પોલીસે કહ્યું, ટ્રાફિક પોલીસે શરૂ કર્યું 'મેં ટ્રાફિક ચેમ્પ'
રાજ્યમાં માર્ગ અકસ્માતમાં લોકોના અવારનવાર મોત થતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જે માર્ગ અકસ્માતમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઈને સરકાર દ્વારા લોકોને ઘણી ચેતવણીઓ આપવામાં આવતી રહે છે ઘણા નિયમો પણ બહાર પાડવામાં આવેલ છે લોકો સરકારના આ નિયમોનું પાલન કરતા નથી તેમની પાસેથી નિર્ધારિત દંડ વસૂલવામાં આવે છે. અને આ માટે સરકારે શહેરના મોટા ભાગના રસ્તાઓ પર CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે જેના દ્વારા આવા લોકો પર નજર રાખી શકાય છે અને લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે, ત્યારે આજે તેના ભાગ રૂપે જ ટ્રાફિક પોલીસે એક CCTV વિડીયો શેર કર્યો છે અને આવા લોકોને સજાગ રહેવા માટે પણ જણાવ્યું છે સાથે સાથે પોલીસે આ વિડીયો શેર કરતા આ નિંદા વ્યકત કરી છે.
શહેરના એક રસ્તા પરથી એક સ્કૂટર પર પાંચ મહિલાઓ પસાર થઇ રહી દેખાય છે સરકારના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા નજરે પડી રહી છે. અને તેમના જીવને પણ જોખમમાં મુકતા નજરે પડી રહી છે. જો કે સ્કૂટર પર એક કે બે નહિ પરંતુ એક સાથે પાંચ લોકો સવારી કરતા નજરે પડી રહ્યા છે. આ આ વીડિયો વડોદરા ટ્રાફિક-પોલીસે શેર કર્યો છે. જે વીડિયો વડોદરા ટ્રાફિક-પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં આ વિડીયોના કેપ્શનમાં ટ્રાફિક પોલીસે લખ્યું છે કે, હવે તમે જ કહો આ લોકોને કેવી રીતે સમજાવવા?
https://twitter.com/cp_traffic_vad/status/1495712546141409282?s=20&t=fK1AuyK2IXLZpLqC-bKmSw
રાજ્યમાં માર્ગ અકસ્માતમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ‘મેં ટ્રાફિક ચેમ્પ’ નામનું કેમ્પેઇન પણ શરૂ કરવામાં આવેલ છે. અને આ જ ‘મેં ટ્રાફિક ચેમ્પ’ કેમ્પેઇનનના ભાગ રૂપે વડોદરા ટ્રાફિક પોલીસે આ ટ્રાફિકના નિયમોના ભંગ કરતા લોકોના વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહીં છે અને લોકોને ટ્રાફિકના નિયમોથી જાગૃત કરવામાં આવી રહ્યા છે.