Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંપ્રેરણાત્મક

કોમળ હદય અને લોખંડી મનોબળથી કપરા સમયમાં પરિવારનું ગુજરાન કરતી એક સ્ત્રીની સત્ય ઘટના, જાણીને તમે પણ રડી પડશો..

બીના શર્મા વ્યવસાયે સરકારી શાળામાં શિક્ષિકા છે. સરળ અને માયાળુ સ્વભાવની રિયા, ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને મદદ માટે પણ ના નહિ કહે, અને હા મિત્રો શાળાના દરેક કામ તે હોંશથી કરે. ક્યાંક કઈ લેવાનું કે લાવવાનું હોય  એમાં એની હંમેશ હા જ પરંતુ ઉંમરના અભાવને એ કયારેય કામમાં  ન આવવા દેતી. થાક લાગે તો ક્યારેય કોઈને ખબર ના પડવા દીધી.

જોત જોતામાં 2020માં ભારત દેશમાં પણ કોરોનાનો કેર વર્તાયો.16 માર્ચથી શાળા સ્કૂલ કોલેજો બંધ કરી દેવામાં આવ્યા. મહિનાના અંતમાં સરકારે લોકડાઉન જાહેર કરી દીધું, ત્યાર બાદ બીનાની ખરી કસોટી થઈ. આખરે હતી તો એ પણ એક સ્ત્રી જ,  અને  સાથે એક શિક્ષક, નોકરી, ઘર, પરિવારની જવાબદારી સમય સાથે વધતી ઉંમર અને સરકારી નોકરી.

ઘર પરિવારની જવાબદારીમાં સાસુ અને દીકરો મંત્ર, બીનાના પતિ રિતેશની બહારગામની નોકરી. લોકડાઉનથી જે રાહત સરકારના અમુક ભાગના કર્મચારીઓને થઈ તે બીનાને નહિ, કારણ તે નગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરતી હતી, અને આજ સ્થિતિમાં શહેરના સર્વ શિક્ષકોનો કોરોના કામગીરી સર્વેના ઓર્ડર કાઢવામાં આવ્યા.

અને સાથે સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ ,બાળકના પરિવારની સ્થિતિથી અવગત રહેવું,વગેરે કામો અને સાથે કોરોનાની કામગીરી શરૂ કરી. સમય સુચકતા અને સુજબુજથી તેણે પોતાને આ કામમાં પણ ઢાળી દીધી.કામગીરીનો ભાર અને શિક્ષણ કાર્ય કરતા કરતા ક્યારે એના ઘર પરિવારના સભ્યને કોરોના થઈ ગયો તે ખબર ના પડી.જ્યારે ખબર પડી તો બહુ મોડું થઇ ગયું હતું.કામગીરીમાંથી તો રજા આપી.

પરંતુ  સરકારે લીધેલા શિક્ષણ કાર્યના નિયમો અને ત્યારબાદ ઘરે જ  પોતાને હોમ કોરેન્ટાઇન કર્યા બાદ પછી પણ શાળાની કામગીરી કરી.એકલા હાથે તે એક સ્ત્રી થકી દર દર ભટકીને ઘરના સભ્યને હોસ્પિટલમાં દાખલ કર્યા, ત્યાર બાદ રોજની વિઝિટિંગ અને ઘરની જવાબદારીપણ નિભાવી,નજીક નણંદ હોવા છતાં કોઈ મદદ ન કરી.

સગા વ્હાલાની આશ વિના તેણે ઘરને સાચવ્યું , સાથે દીકરાનું ભણવાનું અને બધી જ બાબતમાં તે આગળ વધી,પરંતુ તે હવે એકલી પડી ગઈ.માતા પિતા સિવાય કોઈએ એને સાથ તો દૂર સહકાર પણ આપવાની ના પાડી દીધી, બીનાને જતાવવામાં આવ્યું કે તું સરકારી નોકરી કરે તમારે શું બધી મદદ મળી રહે,અહીં કોણ ?માનવતાનો જે ધર્મ કરતી હતી તેને આજે માનવતા પરથી વિશ્વાસ ઊથી  ગયો.

જે નણંદને સખી સમજતી હતી તે આજે પારકા કરતા પણ દુશમનની જેમ વ્યવહાર કરતા હતા. તે અંદરથી સમસમી ગઈ.આસપાસના લોકોએ કચરા વાળાને પણ ના કહ્યું કે અહીંથી કચરો ના લેતા બધી રીતે એને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો, અંતે તે વસ્તુઓ બજારમાં લેવા જવી પડી.આમ જોવા જઈએ તો બીના ઘણી મજબૂત અને કઠણ મનની પણ આ પરિસ્થિતિમાં તે અંદરથી જ ભાંગી પડી.

એકબાજુ પતિ શહેરથી દૂર અને નાનો દીકરો સાથે સાસુને કોરોના હોસ્પિટલમાં જવાનું 12 વર્ષના દીકરાને એકલો ઘરમાં બંધ કરવાનો સમય આવ્યો પણ તે હાર ન માની અને તે સફર થઈ બીનાને કોરોના રોગમાં ઘણું શીખવા મળ્યું. પણ આ રોગ  એવો કે જેમાં પરિવારથી અલગ થઈને રહેવું, જ્યાં પરિવાર દરેક તહેવારમાં એકઠા થતા હતા ત્યાં આજે પરિવારોમાં રોગને લીધે દરાર પડતી જોવા મળી.

બાહ્ય રોગે લોકોના બાહ્ય દેખાવની સાથે  આંતરિક મનની વાત પણ ખબર પડી ગઈ. આ મહામારીએ તેને બધા જ રીતના અનુભવો કરાવી દીધા,હજી ય શાળા બન્ધ છે પણ શિક્ષકની શાળા તો ખુલ્લી જ છે,બસ અભાવ છે તો બાળકો ન આવી શકે એનો.કોણ જાણે ક્યારે આ કોરોના જશે અને જીવન ફરી એવું શરૂ થશે.

નોંધ- સમય ,સ્થળ ,સ્થાન ,નામ બદલ્યા છે. સત્ય ઘટના નામ સ્થળ બદલ્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button