ટોલ પ્લાઝા વાળા એ ટોલ માંગ્યો તો બાજુ મા નવો રસ્તો બનાવી દીધો.

કર્ણાટક મા એક ગ્રામપંચાયત ના લોકો એ રોજ રોજ ટોલ ન ભરવા માટે ટોલબુથ ની બાજુ મા જ એક નવો રસ્તો બનાવી નાખ્યો. આવું કર્યા પહેલા તેમણે આ બાબતે પ્રશાશન મા ફરિયાદ કરી હતી પણ કોઈ નક્કર પરિણામ ન આવતા આવું પગલું ભરવામાં આવ્યું.
કર્ણાટક ના ઊંડુંપ્પી શહેર મા આવેલા હેજામાડી ગામ ના લોકો એ ટોલ થી બચવાં નવો રસ્તો શોધી કાઢ્યો છે. વાત એવી છે કે આ ગામ ના પાદર મા જ ટોલબુથ છે એટલે ગામ ના લોકો ને નાછૂટકે ટોલ ભરવો પડતો હતો. ઊંડુંપી ટોલ વે પ્રાઇવેટ લિમિટેડ કંપની એ આ ગામ ના લોકો ની ફ્રી મા અવરજવર રોકી દીધી ત્યારે લોકો એ પંચાયત ના અધ્યક્ષ પ્રનેશ હેજામાડી ને ફરિયાદ કરી હતી.
પ્રનેશ એ આ ફરિયાદ ઉપરી અધિકારીઓ સામે વર્ણવી, પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નહિ. એટલે તેમણે 30 માર્ચ ના રોજ ટોલબુથ ને લાગોલગ એક નવો રસ્તો બનવી દીધો.
આવું કરવા બાદ ટોલપ્લાઝા વાલા ની અક્કલ ઠેકાણે આવતા આ ગામ ની નંબર પ્લેટ ધરાવતા વાહનો માટે ફ્રી મા અવરજવર માટે તૈયાર થઇ ગયા. અને આ સંબંધિત તેમણે ગ્રામ પંચાયત ને પત્ર લખી ને જણાવ્યું કે આ ગામ ના એડ્રેસ થી નોંધણી થયેલ તમામ ગાડીઓ, બસો તેમજ સ્કુલ ના વાહનો ને અમે ટોલ ભરવા માંથી છૂટ આપીયે છીએ.