
દેશમાં કોરોના (Covid 19 Cases)ના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,084 કેસ નોંધાયા છે. જો કે, આ સતત ત્રીજો દિવસ છે જ્યારે કોરોનાના 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા ગઈકાલે એટલે કે રવિવારે કોરોનાના 8,582 કેસ નોંધાયા હતા જ્યારે શનિવારે કુલ 8,329 કેસ નોંધાયા હતા.
એક્ટિવ કેસ 48 હજારની નજીક
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 3,482 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે, સક્રિય કેસ વધીને 47,995 થઈ ગયા છે. આ સિવાય 10 લોકોના મોત પણ થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 5 લાખ 24 હજાર 771 લોકોના મોત થયા છે. જયારે, અત્યાર સુધીમાં 4 કરોડ 26 લાખ 57 હજાર 335 લોકોને રજા આપવામાં આવી છે.
[quads id=1]