રમત ગમત

નેપાળના ખેલાડીની ખેલ ભાવનાનો વિડીયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે આગની જેમ વાયરલ

ક્રિકેટને હંમેશા જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે અને તેને સાબિત પણ ઘણી વખત ખેલાડીઓ દ્વારા મેદાન પર પોતાની ક્રિકેટ રમતની રીતથી કરવામાં આવે છે. તેમ છતાં ઘણી વખત ખેલાડીઓની વચ્ચે વિવાદ પણ જોવા મળે છે પરંતુ ક્રિકેટને એક શાનદાર રમત બનાવી રાખવામાં ક્રિકેટ ખેલાડીઓની સ્પોર્ટ્સમેન સ્પિરિટ જ કામમાં આવે છે. એવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે. ઓમાનમાં ચાલી રહેલી ચાર દેશોની વચ્ચે ટી-20 સીરીઝની એક આંતરરાષ્ટ્રીય મેચ આર્યલેન્ડ વિરુદ્ધ નેપાળમાં ખેલ ભાવના નું સૌથી મોટું ઉદાહરણ જોવા મળ્યું છે.

નેપાળના વિકેટકીપર આસિફ શેખ દ્વારા ખેલ ભાવનાનું શાનદાર ઉદાહરણ સૌની સામે રજૂ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, આયર્લેન્ડની ઈનિંગની 19 મી ઓવરમાં બેટ્સમેન માર્ક અડેયરે સિંગલ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ બીજી તરફ ઉભા રહેલા એન્ડી મેકબ્રિન બોલરથી અથડાઈ ગયા અને અડધી પીચ પર જ પડી ગયા હતા. ત્યાર બાદ બોલરે જલ્દીથી બોલને ઉઠાવ્યો અને વિકેટકીપર એન્ડ તરફ ફેંક્યો પરંતુ નેપાળના વિકેટકીપર આસિફ શેખે એન્ડી મેકબ્રિનને રન આઉટ કર્યા નહોતા. કેમ કે તેમને પણ એ લાગ્યું કે આ પ્રકારથી આઉટ કરવું ખેલ ભાવના વિરુદ્ધ રહેશે. એટલા માટે તેમને રનઆઉટ કરવાની તકને જવા દીધી હતી.

નેપાળના વિકેટકીપર આસિફ શેખની આ ખેલ ભાવના ના વખાણ સોશિયલ મીડિયા પર ક્રિકેટના ચાહકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. નિયમોને બનાવનાર ક્લબ MCC એ પણ તેમનો આ વિડીયો શેર કરતા મોટી વાત કહી છે. MCC એ આ સંદર્ભમાં લખ્યું છે કે, ‘ક્રિકેટની શાનદાર ભાવના આસિફ શેખ અને નેપાલ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે. તેમ છતાં નેપાળ આ મેચ આર્યલેન્ડથી 11 રનથી હારી ગયું પરંતુ દિલ નેપાળના ખેલાડી આસિફ શેખે બધાનું જીતી લીધું છે. આસિફ શેખે નેપાળ તરફથી બેટિંગમાં પણ મહત્વનું યોગદાન (23 રન) આપ્યું પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહોતા.

[quads id=1]

Related Articles

Back to top button