રમત ગમત

જે ટીમ ઇન્ડિયા ન કરી શકી, બાંગ્લાદેશે કરી દેખાડ્યું, સાઉથ આફ્રિકામાં પ્રથમ વનડે સીરીઝ જીતી

બાંગ્લાદેશે સેન્ચુરિયન રમાયેલી ત્રણ મેચની વનડે સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં યજમાન સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવી દીધું છે. બાંગ્લાદેશે આ જીત સાથે ઈતિહાસ રચી દીધો છે. બાંગ્લાદેશ સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત વનડે શ્રેણી જીતવામાં સફળ રહ્યું છે.

બાંગ્લાદેશે પ્રથમ બોલિંગ કરતા તસ્કીન અહેમદની પાંચ વિકેટની મદદથી સાઉથ આફ્રિકાને 37 ઓવરમાં 154 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યારબાદ 26.3 ઓવરમાં એક વિકેટ ગુમાવી ટાર્ગેટ પીછો કરી લીધો હતો. ટીમ માટે કેપ્ટન તામિમ ઈકબાલે અણનમ 87 અને લિંટન દાસે 48 રન બનાવ્યા હતા. તામિમે કારકિર્દીની 52 મી અડધી સદી ફટકારી હતી. તેમણે 82 બોલમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે લિટોન દાસે 57 બોલમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. શાકિબ અલ હસને 20 બોલમાં બે ચોગ્ગાની મદદથી અણનમ 18 રનનું યોગદાન આપ્યું હતું.

આ પહેલા જાન્યુઆરીમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો, જ્યાં ટીમને ODI શ્રેણીમાં 0-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બાંગ્લાદેશે સાઉથ આફ્રિકાને ત્રણ મેચની ODI શ્રેણીમાં 2-1થી હરાવીને ઐતિહાસિક સીરીઝ જીતી છે.

આ અગાઉ બાંગ્લાદેશે તસ્કીન અહેમદની શાનદાર બોલિંગના કારણે સાઉથ આફ્રિકાને 154 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. તસ્કીન અહેમદે 9 ઓવરમાં 35 રન આપીને સર્વાધિક 5 વિકેટ લીધી હતી. તેની સાથે તસ્કીનને મેન ઓફ ધ મેચ એવોર્ડ તેમજ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી. ક્વિન્ટન અને જાનેમન વચ્ચે પ્રથમ વિકેટ માટે 46 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ તે પછી વિકેટો પડવાની પ્રક્રિયા એવી ચાલી કે 100 રનની અંદર આફ્રિકાની પાંચ વિકેટ પડી ગઈ હતી. જાનેમન માલને સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં તેણે 56 બોલનો સામનો કર્યો અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button