લોકેશ રાહુલ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડે મેચ આ કારણોસર રમશે નહીં, જાણો શું છે બાબત…
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની શરૂઆત 6 ફ્રેબુઆરીથી થવા જઈ રહી છે. વનડે સીરીઝ બાદ ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ પણ રમાશે. વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ત્રણ વનડે મેચ 6, 9 અને 11 ફ્રેબુઆરીના જ્યારે ટી-૨૦ મેચ 16, ૧૮ અને 20 ફ્રેબુઆરીના રમાશે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર લોકેશ રાહુલ પ્રથમ વનડે મેચમાં રમવાના નથી, તેના પાછળનું કારણ સામે આવ્યું ગયું છે.
પ્રથમ વનડેમાં લોકેશ રાહુલની ગેરહાજરીને કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, કદાચ તેમને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ એવું નથી. તેના પાછળનું સાચું કારણ લગ્ન છે. વાસ્તવમાં લોકેશ રાહુલ તેમની બહેનના લગ્નના કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વન ડે મેચમાં રમશે નહીં.
વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સિરીઝ પહેલા શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યર કોરોના પોઝીટીવ આવ્યા હતા અને ત્યાર બાદ એવું લાગી રહ્યું હતું કે, લોકેશ રાહુલને ટીમમાં પાછા બોલાવવામાં આવી શકે છે, પરંતુ લોકેશ રાહુલ તેમની બહેનના લગ્ન વ્યસ્ત હોવાના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન ડે મેચમાં રમશે નહતી. જ્યારે બીજી વનડે મેચથી તે ઉપલબ્ધ રહેશે.
લોકેશ રાહુલ ના રમવાના કારણે પ્રથમ વનડે મેચમાં મયંક અગ્રવાલ અથવા ઇશાન કિશન ઓપનીંગ કરી શકે છે ભારતીય રમતમાં કોરોનાનું કારણ સામે આવ્યા બાદ યજમાન ટીમની સામે ઘણા મોટા પડકાર આવી ગયા છે. ટીમની પાસે માત્ર હવે પાંચ બેટ્સમેન રહેલા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત અને ઓલરાઉન્ડર દીપક હુડ્ડા હવે પ્લેઇંગ ઇલેવનમાં જોવા મળી શકે છે. મયંક અગ્રવાલ 2 ફ્રેબુઆરીના ટીમમાં સામેલ થઈ શકે છે.