ઉત્તર પ્રદેશમાં એપ્રિલ મહિનાથી તમામ પ્રકારના કપડા 10 ટકા મોંઘા થઈ જશે. જેમાં કોટન, લિનન, મોંઘા લક્ઝરી કપડા સહિત વિવિધ પ્રકારના કપડાંનો સમાવેશ થાય છે. કપડાના ભાવમાં આ વધારા પાછળનું કારણ યાર્ન અને કપડામાં વપરાતા કેમિકલની વધેલી કિંમતો જણાવવામાં આવી રહી છે. કાપડના વેપારીઓના જણાવ્યા મુજબ, અન્ય રાજ્યોમાંથી મંગાવવામાં આવતા કપડાની નવી બુકિંગમાં દસ ટકાનો ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે.
કાપડના વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યાર્નનું પ્રોસેસિંગ કરી તેમાંથી કપડા બનાવનાર પ્રોસેસિંગ હાઉસ પણ મોંઘું થઈ ગયું છે. ભાવ વધારાને કારણે કપડાના ફિનિશિંગ સહિતના અનેક કામ મોંઘા થશે. તેમનું કહેવું છે કે, લગભગ ત્રણ મહિના પહેલા યાર્ન મોંઘા હોવાના કારણે કપડાના ભાવમાં વધારો થયો હતો અને હવે એપ્રિલ મહિનામાં ફરી એકવાર ભાવ દસ ટકાથી વધુ વધવાના છે. આવી સ્થિતિમાં કાપડ વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે.
લખનૌ ટેક્સટાઈલ બિઝનેસ બોર્ડના પ્રેસિડેન્ટ અશોક મોતિયાની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સહાલગ અને રમઝાન એપ્રિલ મહિનાથી શરૂ થઈ રહ્યા છે. આ દરમિયાન, નવા ઓર્ડરનું બુકિંગ 10 થી 12 ટકા વધુ ભાવે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સુતરાઉ હોય કે અન્ય કાપડ, તમામ ના ભાવ વધશે.