Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
પ્રેરણાત્મકભાવનગરવ્યવસાય

એક નાનકડી દુકાન થી શરૂ કરનાર 225 કરોડ ની કંપની કેવી રીતે બનાવી જાણો તેમની અદભુત સંઘર્ષ ગાથા

સમય ની ગણતરી, દ્રઢતા અને 10 વર્ષો ના અથાગ પ્રયાસો પછી એવું લાગે છે કે માનો રાતો રાત સફળતા મળી ગઈ હોય એવું માનવું ‘જેડ બ્લુ’ ના  સંસ્થાપક જીતેન્દ્ર ચૌહાણ નું છે.પોતાના ભાઈ વિપિન ચૌહાણ સાથે મળીને જીતેન્દ્ર ચૌહાણે પુરૂષ વસ્ત્રોના ક્ષેત્રમાં એક અલગ ઓળખ બનાવી છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પીનસ્ટ્રાઇપ સૂટ ઉપર તેમનું નામ નાના અક્ષરોમાં લખાયેલું હતું, અને આ સૂટ ઉપર જેડ બ્લુનું લેબલ પણ હતું . આ સૂટની  કિંમત હરાજીમાં  4 કરોડ  31 લાખ ની બોલાઈ અને ‘જેડ બ્લુ’ ને ભારતમાં ઓળખ મળી. જોકે રાતોરાત સફળતાની આ સફર એટલી સરળ નથી જેટલી લાગે છે.

આ પરિવાર અમદાવાદથી 100 કિલોમીટર દૂર લીંબડીમાં છ પેઢી થી  સિલાઈ કામ કરતો હતો. જીતેન્દ્રના પિતા ચિમનલાલ ચૌહાણે લીંબડી, મુંબઈ, કોલકત્તા માં પણ કપડાં સીવવાની દુકાન ચલાવી હતી. પરંતુ તે ક્યાંય વસવાટ કરી શક્યા નહીં. ધાર્મિક પ્રવૃત્તિ અને દયાભાવ થી પરિપૂર્ણ જીતેન્દ્રના પિતા પોતાનો શર્ટ ઉતારીને જરૂરિયાતમંદોને આપી દેતા હતા. જીતેન્દ્ર  તે સમયે માત્ર 5 વર્ષનો હતો જ્યારે તેના પિતાએ અચાનક સન્યાસ લેવાનો નિર્ણય કર્યો અને જૂનાગઢની ટેકરીઓ ઉપર ચાલ્યા ગયા. પિતા ના ગયા પછી બધી જવાબદારીઓ માતાના ખભા ઉપર આવી ગઈ હતી.

જીતેન્દ્રના પિતા ની એક સિલાઇની  દુકાન ‘ચૌહાણ ટેલર્સ’  સાબરમતી આશ્રમ પાસે હતી. તે તેમની આવકનો એકમાત્ર સ્રોત હતો.એક વર્ષ પછી, આખો પરિવાર અમદાવાદના રતનપોલમાં રહેવા ગયા માટે વયા ગયા હતા, જ્યાં જીતેન્દ્રના નાના-નાની રહેતા હતા. જીતેન્દ્રએ તેના મામાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. તેની મામાની દુકાનનું નામ ‘મકવાણા બ્રધર્સ’ હતું. તે સમયે જીતેન્દ્ર માત્ર 13 વર્ષનો હતો. આ હોવા છતાં, તે નિયમિત શાળાએ પણ જતો હતો. ‘મકવાણા બ્રધર્સ’માં કામ કરતી વખતે, જીતેન્દ્રએ સિલાઈની કુશળતા અને બટન બનાવવાની મશીન કેવી રીતે ચલાવવું તે શીખી લીધું હતું.

પાછળથી 1975 માં જીતેન્દ્રના મોટા ભાઇ દિનેશે પોતાની ટેલરિંગની દુકાન ખોલી અને તેનું નામ ‘દિનેશ ટેલર્સ’ રાખ્યું હતું. જીતેન્દ્ર તે સમયે કોલેજ નો અભ્યાસ કરતો હતો. તે તેના ભાઈની દુકાનમાં ઘણો સમય પણ પસાર કરતો હતો અને આમ સીવવાની બધી બારીકીઓ ને શીખી શકતો હતો. તે દરરોજ 10-12 શર્ટ સીવતો હતો. આ સમય દરમિયાન તેમણે મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી લીધી હતી.

1981 માં જીતેન્દ્રએ પોતાની એક દુકાન “બિસ્પોક ટેઇલરિંગ એન્ડ ફેબ્રિક સ્ટોર” નામે શરૂ કરી હતી. બેંક લોનની મદદથી જિતેન્દ્રએ એકલા આ સાહસમાં માપ લેવાનું, કપડા કાપવા, સ્ટાઇલ  આપવાનું, સેલ્સમેનઅને સીવવાથી લઈને તમામ કામ કરીને 250 સુપર સ્ક્વેર ફીટની જગ્યામાં 1.5 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરિયું હતું. અને આ બધી વસ્તુની ની દેખરેખ જીતેન્દ્ર એકલો કરતો હતો 1986 માં તેણે રિટેલિંગમાં પહેલું પગલું ભર્યું અને મુંબઇની એક કંપની માટે કપડાં બનાવ્યાં.

દુર્ભાગ્યવશ તેને સંપૂર્ણ માલ ફરી પાછો આવી ગયો. પરંતુ આનાથી જીતેન્દ્રએ પોતાની એક રેડીમેડ દુકાન ખોલી અને તેનું નામ ‘ધ પીક પોઇન્ટ’ રાખ્યું, જ્યાં બનાવેલા શર્ટ ઉપલબ્ધ હતા. એક વર્ષ પછી જીતેન્દ્રએ પેન્ટ બનાવવાનું પણ શરૂ કરી દીધું. જીતેન્દ્ર પોતાના ધંધામાં વધુ સારી કામગીરી કરીને આગળ વધતો રહ્યો. જીતેન્દ્ર કહે છે કે આ બધાની પાછળ ફેશનેબલ ડિઝાઇન, ગ્રાહક મૈત્રીપૂર્ણ સેવા અને મૌખિક માધ્યમ એ મારા માટે મહત્વનું છે.

1995 માં જીતેન્દ્રએ 2800 ચોરસફૂટના ક્ષેત્રમાં ‘જેડ બ્લુ’ દુકાનની સ્થાપના કરી. બિસ્પોક ટેઇલરીંગ એન્ડ ફેબ્રિકસ ને ખાનગી લેબલ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1999 માં તે 5500 ચોરસ ફૂટના ક્ષેત્રમાં વિસ્તર્યું, ડિઝાઇન માળખાને મલ્ટિ-બ્રાન્ડ આઉટલેટમાં બદલી, જ્યાં પુરુષ કોસ્મેટિક્સના 12 રાષ્ટ્રીય પ્રીમિયમ બ્રાન્ડ મૂકવામાં આવ્યા હતા. આ માધ્યમ દ્વારા તેમણે પુરુષ પોષાકોના તમામ ભાગોને એક કવર હેઠળ રાખવાનો પ્રયાસ કર્યો. આગામી બે વર્ષમાં, ‘જેડ બ્લુ’ સ્ટોર્સમાં જિન્સ અને વિશિષ્ટ સાંસ્કૃતિક વસ્ત્રો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. 2003 માં, ગ્રાહકની માંગને ધ્યાનમાં રાખીને, તેમણે મધ્યમ ભાવ સ્તરે નવી પ્રોડક્ટ રેન્જની ઓફર કરવા માટે અહીં ‘ગ્રીન ફાઇબર’ સ્ટોર ની સ્થાપના કરી. હાલમાં, ગ્રીન ફાઇબર પાસે 30 આઉટલેટ્સ છે, જેમાંથી 8 ફ્રેન્ચાઇઝીમાં છે.

તેના 22 સ્ટોર્સ સાથે 18 શહેરોમાં ઉપલબ્ધ ‘જેડ બ્લુ’ એ તેની ઉપલબ્ધતા રાષ્ટ્રીય સ્તરે નોંધવી છે. 4 નવી દુકાનનું  ટૂંક સમયમાં આયોજન કરવામાં આવ્યું છે. તેમાંથી એક જામનગર અને ભોપાલ અને બે ઈન્દોરમાં ખોલવાનો વિચાર છે.જીતેન્દ્ર કહે છે કે શહેરી ભારતમાં જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે, પરંતુ નાના શહેર અને ગ્રામીણ ભારતની જાણકારી એ તેઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમણે કહ્યું કે ઘણા શહેરોની તુલનામાં આ શહેરોમાં ઉચ્ચ-સ્તરની ફેશન ખૂબ ઝડપથી વિકસી રહી છે. આ વલણને માન્યતા આપીને અમે ઉદયપુર, રાયપુર, વાપી, ભાવનગર, જામનગર, આણંદ, વલસાડમાં પણ અમારી દુકાન ખોલી છે.

આજે ચૌહાણ ભાઈઓ નરેન્દ્ર મોદી, અહેમદ પટેલ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, કરશનભાઇ પટેલ જેવા જાણીતા રાજકારણીઓને વ્યક્તિગત રૂપે ટેલરિંગ ની સેવાઓ પૂરી પાડે છે. આટલું જ નહીં, 225 કરોડનું ટર્નઓવર ધરાવતું ‘જેડ બ્લુ’ પરિવાર આખા દેશમાં 1200 થી પણ વધુ કર્મચારીઓને રોજગારી પણ આપે છે.તમારી મુખ્ય શક્તિ ને જાળવી રાખો તમે કોના કરતા વધુ સારા છો તે શોધો. ઈશ્વરે દરેકને એક એક કુશળતાઓ ભેટ માં આપી છે. કેટલાકમાં તે ભાગ વધુ છે, પરંતુ તેને એ કહેવું જરૂરી છે કે જે કોઈ કાર્ય કરી રહ્યું છે તે કોઈ અન્ય કાર્ય કરતાં પણ વધુ સારું છે.

મહત્તમ ભાગીદારી: મેનેજમેન્ટ સિસ્ટમને સુવ્યવસ્થિત કરવા અને ભાગીદારીથી તેનો અમલ સરળ બનાવવો.તમારી ટીમ બનાવો.ગણતરીના જોખમો લો: જ્યારે તમે ટ્રેડમિલ ઉપર ચાલો છો, ત્યારે તમારી પાસે ફક્ત ચાલવાનો અને ઝડપી ચાલવાનો વિકલ્પ છે. જોખમ લેવામાં સૌથી મહત્વનું છે સમયનું મૂલ્યાંકન કરવું ઝડપી નિર્ણયની ક્ષમતા: જો તમે આજે નહીં કરો, તો કોઈ બીજા કાલે કરશે.સાંભળવું: તમને આશ્ચર્યજનક સૂચનો ક્યારે મળે છે તે તમે જાણતા નથી.
સતત તમારા બ્રાંડને આગળ વધારવાની કોશિશ કરો.

જીતેન્દ્ર ચૌહાણ પાસે પ્રતિકૂળ સંજોગો હોવા છતાં પોતાની કુશળતા વિકસાવવાનું ચાલુ રાખ્યું. તેની કુશળતા આજે સફળતાના દરેક સ્વરૂપમાં પરિણમી છે. સંપત્તિ અને ખ્યાતિ આજે તેની છાયા તરીકે તેની સાથે છે. આ યુવાનો માટે એક પાઠ છે જે તેમની ક્ષમતા અને કુશળતા ઉપર શંકા કરે છે. સતત પ્રયત્નો એ સફળતાની એકમાત્ર ચાવી છે. વ્યક્તિએ હંમેશાં સમર્પણ અને ઉત્સાહ સાથે પ્રયત્ન કરવો જોઈએ.

[quads id=1]

Related Articles

Back to top button