રમત ગમત

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-૨૦ સીરીઝમાં વોશિંગ્ટન સુંદરની જગ્યાએ આ સ્ટાર બોલરની થઈ ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-૨૦ સીરીઝમાં વોશિંગ્ટન સુંદરની જગ્યાએ આ સ્ટાર બોલરની થઈ ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી

વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-૨૦ સીરીઝમાં વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થવાના કારણે કારણે બહાર થઈ ગયા છે. જ્યારે એવામાં તેમના ઈજાગ્રસ્ત થવા બીસીસીઆઈએ હવે તેમના રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત કરી દીધી છે. તેમની જગ્યાએ કુલદીપ યાદવને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ પોતાની વેબસાઈટ પર તેની જાહેરાત કરી છે. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે વોશિંગ્ટન સુંદર બહાર થઈ ગયા છે.

બીસીસીઆઈએ જણાવ્યું છે કે, વેસ્ટ ઇન્ડીઝ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ત્રીજી વનડે મેચ દરમિયાન વોશિંગ્ટન સુંદરને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. ફિલ્ડીંગ દરમિયાન તેમની સાથે આવું થયું હતું. કોલકાતામ રમાવનારી આગામી ટી-20 સીરીઝથી તે બહાર થઈ ગયા છે. ઓલ ઇન્ડિયા સિલેકશન સમિતિએ કુલદીપ યાદવને તેમના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યા છે.
ભારતીય T-20 આ પ્રકાર છે.

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), વેંકટેશ અય્યર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન. હર્ષલ પટેલ, ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડા, કુલદીપ યાદવ.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સીરીઝની ત્રણ મેચ કોલકાતામાં જ રમાશે. પ્રથમ મેચ 16 ફેબ્રુઆરી, બીજી મેચ 18 ફેબ્રુઆરી અને ત્રીજી મેચ 20 ફેબ્રુઆરીના રોજ રમાશે.

[quads id=1]

Related Articles

Back to top button