રમત ગમત

IPL : મહેન્દ્ર સિંહ ધોનીએ છોડી CSK ની કેપ્ટનશીપ, ટીમના નવા બોસ બન્યા રવીન્દ્ર જાડેજા

IPL 2022 શરૂ થવામાં માત્ર બે દિવસનો સમય બાકી છે પરંતુ તે પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એક વખત ચોંકાવનારો નિર્ણય લીધો છે. તેમણે ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સોંપી દીધી છે અને તેમને કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. તે IPLની 15 મી સિઝનમાં ખેલાડી તરીકે રમતા જોવા મળશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈને વાનખેડે સ્ટેડિયમમાં 26 માર્ચે કોલકાતા સામે તેની પ્રથમ મેચ રમવાની છે પરંતુ તે પહેલા ચાર વખતની ચેમ્પિયન CSK માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. CSK તરફથી ગુરુવારના જાહેર કરવામાં આવેલ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની છોડી દીધી છે અને ટીમની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપવાનો નિર્ણય કર્યો છે. રવિન્દ્ર જાડેજા 2012 થી ટીમના મહત્વના ભાગ છે, તે CSK ના માત્ર ત્રીજા કેપ્ટન છે. ધોની આ સિઝનમાં અને તે આગળ પણ ચેન્નાઈના ભાગ બન્યા રહેશે.”

CSK દ્વારા આ વખતે IPL ની હરાજી પહેલા ધોની-જાડેજા સહિત ચાર ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ સૌથી વધુ રૂ. 16 કરોડની રકમ સાથે રિટેન કર્યા હતા. પરંતુ ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડ રૂપિયામાં જ રિટેન કરવામાં આવ્યા હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

ધોની આઈપીએલ ઈતિહાસનો બીજો સફળ કેપ્ટન છે. તેમના નેતૃત્વ હેઠળ CSK એ 2010, 2011, 2018 અને 2021 માં ચાર વખત ટાઇટલ જીત્યું હતું. ધોનીની આગેવાનીમાં ચેન્નાઈએ 121 મેચ જીતી હતી.

ધોની IPL માં અત્યાર સુધી કોઈ બીજા ખેલાડીની કેપ્ટનશીપમાં રમ્યા નથી. આ પ્રથમ તક હશે જ્યારે ધોની કોઈ બીજા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે. રવિન્દ્ર જાડેજા પહેલા અને અંતિમ કેપ્ટન હોઈ શકે છે, જેની આગેવાનીમાં ધોની આઈપીએલ મેચ રમશે. આ ધોનીની છેલ્લી આઈપીએલ સીઝન હશે.

અત્યાર સુધી આઈપીએલમાં અન્ય કોઈ ખેલાડીની કપ્તાની હેઠળ રમ્યો નથી. આ પહેલીવાર હશે જ્યારે ધોની કોઈ અન્ય ખેલાડીની કપ્તાનીમાં રમશે. જાડેજા એવો પહેલો અને છેલ્લો સુકાની બની શકે છે કે જેના હેઠળ ધોની IPL મેચ રમશે. ધોનીની આ છેલ્લી આઈપીએલ સિઝન હશે.

[quads id=1]

Related Articles

Back to top button