
આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં ચુંટણી જોરશોરથી ચાલી રહી છે. આવામાં રવિવારના દિવસે 6 મહાનગર પાલિકાઓનું પરિણામ બહાર આવ્યું હતું. જેમાં ભાજપ જંગી મત સાથે વિજય મેળવ્યો છે પંરતુ સુરત શહેરના પરિણામ જોઈને દરેક વ્યક્તિ ચોંકી ગયો હતો.
સુરત શહેરની અંદર આશરે 16 સીટો પર આપ (આમ આદમી પાર્ટી)નો વિજય થયો હતો. જેમાં એક 22 વર્ષની યુવતી પાયલ સાકરિયા નું નામ પણ શામેલ છે. જે ખૂબ જ નાની ઉંમરે વોર્ડ નંબર 16ની કોર્પોરેટ બની ગઈ છે.
આમ આદમી પાર્ટીમાં ચુંટણી લડનાર આ યુવતીનો 9669 વોટ દ્વારા વિજય પ્રાપ્ત કર્યો છે. જોકે સુંદરતા માં પણ પાયલ સાકરિયા ઓછી નથી. આવામાં હવે લોકો તેમના વિશે વધુ માહિતી મેળવવા માંગે છે.
તમને જણાવી દઈએ કે પાયલે હિન્દી ગુજરાતી સહિત ઘણા આલ્બમ સોંગમાં કામ કર્યું છે. જ્યાં તેમની સુંદરતાની ભારે ચર્ચા કરવામાં આવી હતી. તેણીની એ એક ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું હતું પંરતુ કોરોના કાળમાં આ ફિલ્મ આવી શકી નહોતી.
તમને જણાવી દઈએ કે પાયલ 12 ધોરણ સુધી ભણેલી છે અને તેની મિલકત ફક્ત 92 હજાર રૂપિયા અમે 50 હજારના દાગીના શામેલ છે.
પાયલે આ પક્ષ તરફથી ચુંટણી લડીને વિજય પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરી છે અને મહેનત દ્વારા જ તે આ સ્થળ સુધી પહોંચી છે. જોકે હાલમાં તેનો વિજય થતા લોકોમાં ખુશીનો માહોલ છે અને લોકો વધુને વધુ તેણીને શુભકામનાઓ આપી રહ્યા છે.
ચૂંટણીમાં વિજય થનાર પાયલે વિજય પ્રાપ્ત કર્યા પછી પોતાના વિસ્તારમાં સારા કામ કરવાની ખાતરી આપી હતી અને વડીલોના આર્શીવાદ લીધા હતા.