સમાચાર

આ પિતા તેના દીકરા ને બચાવવા એક કિમી સુધી રોડ પર દોડ્યા પણ કોઈએ મદદ ન કરી અને અંતે દીકરો

ઘણી વખત લોકો એટલી બધી નિર્દયતા બતાવે છે કે મદદ માગનાર નો ભગવાન પરથી વિશ્વાસ ઉઠી જાય. આવો જ એક શરમજનક કિસ્સો સુરત જિલ્લા ના ઉમરવાડા માં આવ્યો છે. અહી એક મજૂરીકામ કરનાર વ્યક્તિ પોતાના માસૂમ બાળક ને તેડી ને એક કિલોમીટર સુધી દોડતો રહ્યો, પરંતુ કોઈ વાહન ચાલકે કે કોઇ રિક્ષા વાળા એ તેની મદદ ન કરી. અંતે ખૂબ મોડું થઈ જતાં એક બાપે તેના માસૂમ દીકરાનો જીવ ખોવાનો વારો આવ્યો.

પ્રાઇવેટ દવાખાના બાદ સિવિલ હોસ્પિટલ માં લાવવામાં આવેલા ત્રણ વર્ષના આ માસૂમ બાળક ને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. દીકરો ગુમાવતાં માં-બાપ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. મૃત્યુ પામનાર આ માસૂમ મનીષકુમાર ને છેલા ત્રણ દિવસથી ઝાડા-ઊલટી થઈ ગયા હતા. ખાનગી દવાખાના મા ડોક્ટરની દવા લીધા બાદ આજે સવારે વધારે તબિયત બગડતાં દીકરા ને હાથમાં તેડી ને દોડતા લાચાર બાપને બધા જોતાં રહ્યા પણ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં એવું મૃતક ના પિતા નું કહેવું છે.

રજત સહાની(પીડિત પિતા) બિહાર ના રહેવાસી છે. તેઓ છ વર્ષથી પોતાના પરિવાર એટલે કે પત્ની અને બે પુત્રો સાથે ઉમરવાડા ગિરનાર ટ્રાન્સપોર્ટમાં રહી મજૂરી કામ કરી રહ્યા છે. દુખી થતાં તેમણે વધુ માં જણાવ્યું કે આજ સુધી મે કોઈ ને કોઈ પણ જાત ની મદદ માટે ના નથી પડી, પરંતુ આજે જ્યારે મારે જરૂર પડી ત્યારે મારી મદદે કોઈ ના આવ્યું એ વાત નું મને ખૂબ દુખ થાય છે.

[quads id=1]

Related Articles

Back to top button