Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

સોમવતી અમાસના દિવસે આ રાશિના લોકોને મળશે શિવજીના વિશેષ આશીર્વાદ ,ઘરમાં ભરેલા રહેશે ધનના ભંડાર….

સામાન્ય રીતે સમગ્ર વર્ષ દરમિયાન બેથી ત્રણ સોમવતી અમાસ હોય છે. પિતૃઓના તર્પણ અને શ્રાધ્ધ માટેની ઉત્તમ તિથિ અમાસ છે અને પિતૃકાર્યમાં હરિ (ભગવાન વિષ્ણુ)નું પૂજન કરવામાં આવશે. યોગાનુયોગ દેવાધિદેવ મહાદેવના પ્રિય વાર સોમવાર હોય સોમવતી અમાસ હરિ, હર અને પિતૃ(આ ત્રિદેવ)ની ઉપાસનાનો શ્રેષ્ઠ દિવસ છે. સોમવાર ભગવાન શિવજીનો દિવસ છે અને અમાસ હોય તો પૂર્ણપણે શિવજીને સર્મિપત થાય છે. આજે સોમવતી અમાસ અને આજનો શુભ અંક 5 છે. આજે શિવજીને કાચું દૂધ ચઢાવવાથી લાભ થશે. યાત્રા સમયે દૂધનો ઉપયોગ નુકસાન કરશે.

ઓમ શ્રાં શ્રીં શ્રોં સ: સોમાય નમઃ મંત્રના જાપથી લાભ થશે. આજે તલ અને ગોળનું દાન કરવાથી પણ પુણ્ય મળી શકે છે. તો ચાલો જાણીએ સોમવતી અમાસ માટે તમામ રાશિનું રાશિફળ.

મેષ : મેષ રાશિના જાતકોને આજનો સોમવતી અમાસનો દિવસ બહાર હરવા ફરવામાં અને ભોજનમાં પસાર થશે. આજે વેપારીઓને ધંધામાં લાભ મળશે. આ રાશિના લોકોને આજે ખોવાયેલી વસ્તુઓ મળવાની સંભાવના છે. આજના અમાસના દિવસે તમારે વાદ-વિવાદથી દૂર રહેવું. પ્રિય વ્યક્તિની સાથે પ્રેમનો સુખદ અનુભવ થશે. આજના સોમવતી અમાસના દિવસે શિવજી પ્રસન્ન થાય હોવાથી આજનો દિવસ  તમારા માટે આર્થિક રીતે લાભદાયી રહેશે. આજે ધનલાભની સાથે તમે લાંબાગાળાનું પૈસાનું આયોજન પણ કરી શકો છો. આજે તમારામાં ઉત્સાહ જોવા મળશે. આજના દિવસે તમારા ધાર્મિક કાર્યો પૂરા થશે. આજનો દિવસ આનંદમાં પસાર થશે.

વૃષભ : વૃષભ રાશિના જાતકોને શિવજીની કૃપાથી આજે સોમવતી અમસ્ન દિવસે નવા સંપર્ક ફાયદાકારક સાબિત થશે. તમે તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો અને આજના સોમવતી અમાસના દિવસે શિવજીની પૂજા કરવાથી  આર્થિક સ્થિતિ મજબૂત રહશે. આજના દિવસે તમારા કામથી લોકો પ્રભાવિત થશે. શિવજીની કૃપાથી આજે તમને અચાનક તમને લાભના અવસર મળી શકે છે. તમારી આવક માં વધારો થશે. જીવનસાથી અને બાળકો સાથે તમે સારો સમય પસાર કરશો.

મીથુન : આ રાશિ પર આજે શિવજી પ્રસન્ન હોવાથી જાતકોને જીવનસાથી પાસેથી સહયોગ પ્રસન્નતા મળશે. આજે આ રાશિ પર શિવજી સોમવતી અમાસના કારણે પ્રસન્ન થયા હોવાથી નોકરીમાં ઉન્નતિ મળવાની સંભાવના રહેશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. આજના દિવસે તમારે આકસ્મિક ધનલાભના યોગ પણ રહેશે.

કર્ક : આજના સોમવારના દિવસે તુલા રાશિના લોકો પર શિવજીની કૃપાથી બુદ્ધિમાં વધારો થશે. આજના દિવસે તમે શિક્ષાના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. આજે સોમવતા અમાસના દિવસે શંકર ભગવાન પ્રસન્ન થયા હોવાથી આ રાશિના જાતકોને પોતાની પ્રતિભા દેખાડવાનો અવસર મળશે. જે લોકો કારોબારી સાથે જોડાયેલા છે એમને આજના દિવસે કારોબારીમાં સારો નફો મળી શકે છે. આજના દિવસે નોકરી વર્ગના લોકોને ઉન્નતિ મળવા ના યોગ બની રહ્યા છે. આ રાશિ પર આજે શિવજી પ્રસન્ન થયા હોવાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે. આજે ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.

સિંહ : આ રાશિના જાતકોને તમને આજના દિવસે શારીરિક અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે છાતીમાં દર્દ જોવા મળી શકે છે. આજના દિવસે તમને ઊંઘ નહીં આવે. આજના દિવસે તમને ધન ખર્ચ જોવા મળી શકે છે. આજના દિવસે તમે નવા કાર્યની શરૂઆત કરી શકો છો મિત્રો અને આજે તમને સ્વજનો તરફથી ભેટ મળશે. આજના દિવસે મિત્રો અને પરિવારજનોની સાથે પ્રવાસની યોજના બની શકે છે. આજે તમને મનમાં પ્રસન્નતા જોવા મળશે. આજના બધા કાર્યમાં સફળતા જોવા મળશે, આર્થિક લાભ થશે અને સમાજમાં માન-સન્માન વધશે.

કન્યા : આ રાશિના જાતકો માટે આજના સોમવતી અમાસના દિવસે શંકર ભગવાનનો પ્રભાવ વધવાથી શત્રુ દૂર થશે અને તમારી મહેનતના ફળ તરત જ મળશે. આજના દિવસે તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે તેમજ પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળાપ વધશે. આજના સોમવારના દિવસે શિવજી પ્રસન્ન થયા હોવાથી આર્થિક લાભની દ્રષ્ટિએ સ્થિતિ અનુકૂળ રહી શકે છે અને આજે સમય તમારો સાથ આપી શકે છે.

તુલા : આજે સોમવતી અમાસ હોવાથી શિવજી પ્રસન્ન થઈ તુલા રાશિના જાતકના અનેક અટવાયેલા કામો પૂરા કરશે. પારિવારિક સંબંધો મધુર રહેશે. આજના દિવસે તમને તમારી ઈમેજ સુધારવાની તક મળશે. તમે આજના દિવસે વિચારેલા કામો પૂરા કરી શકશો. આજે પરણિત લોકોને સુખ મળી શકશે અને તેમનો પ્રેમ વધશે. આજના દિવસે જૂની બીમારીમાં રાહત મળશે. આજનો તમારો મોટાભાગનો સમય વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં પસાર થશે. આજે તમને સફળતા મળવાથી માનસિક શાંતિ પણ અનુભવ થશે. ચાલો જાણીએ અન્ય રાશિઓના હાલ કેવા રહેવાના છે.

વૃશ્ચિક : આજે સોમવતી અમાસના દિવસે ક્ષારની પૂજા કરવાથી વૃશ્ચિક રાશિના જાતકોને ધનલાભનો મહામુલો અવસર મળશે. આજનો દિવસ ધંધા રોજગાર માટે શુભ ફળ આપશે. આજના દિવસે તમારી નોકરીમાં બઢતીના યોગ બનશે. આજે તમને તમારા ભાગ્યનો સાથ મળી શકે છે. આજના હાલાત અને તમને મળનારા લોકો તમને કઈંક નવું કરવાની પ્રેરણા આપી શકે છે. આજના દિવસે તમને નોકરીમાં વધુ જવાબદારી મળી શકે છે. આજના દિવસે આવક વધવાના પણ ચાન્સ છે.

ધન : આ રાશિના લોકોએ તેમના પરિવાર પર આજના દિવસે ધ્યાન આપવું જોઈએ. સુવિધાઓ પર ઘણા પૈસા ખર્ચ થઈ શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે તેમજ ધન રાશિના લોકોના જીવનમાં સારો સમય આવી રહ્યો છે આ રાશિના લોકો માટે આજથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે લોકોની આર્થિક સ્થિતિ બરાબર નથી તેમના દિવસો સારા આવશે.

મકર : આ રાશિના જાતકો આજે સોમવારના દિવસે તમે આજના દિવસે નવી ડીલ ન કરો તો તમારા માટે સારું રહેશે. આજના દિવસે તમારા પૈસા અટવાઈ શકે છે. આજે તમારા દિવસની શરૂઆત સાારી નહીં રહે. ઈચ્છા ન હોવા છતાં પૈસા વપરાઈ શકે છે. આજના દિવસે સંબંધોના ક્ષેત્રે કેટલીક કઠિન  સ્થિતિઓ બની શકે છે.

કુંભ : આજના દિવસે કુંભ રાશિના જાતકોને શિવજીની કૃપાથી પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે કાર્યસ્થળ પર તમારા કામને લોકો નોટિસ કરશે માટે તમે સાવધાન રહો. આજના દિવસે આર્થિક રીતે તમારી સ્થિતિ અનુકૂળ છે. શિવજીની કૃપાથી તમારા દ્વારા કરેલા રોકાણનો ફાયદો મળશે. જો તમારે કોર્ટ-કચેરીના કેસ હોય તો તમને આજે સારું પરિણામ મળશે.

મીન : આ રાશિના જાતકો આજના સોમવતી અમાસના દિવસે તમને પાર્ટનરનો સહયોગ મળશે. શિવજીના સોમવારે આજે સમય અને પરિસ્થિતિ અનુસાર કોઈપણ કામ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજના દિવસે પરિવારમાં સભ્યો સાથેના સંબંધો સારા રહેશે. આજે જો તમે વાહન અથવા ભોગવિલાસ માટેની ખરીદી કરવાનું વિચારી રહ્યાં છો તો તે ફળદાયક રહેશે.

 

[quads id=1]

Related Articles

Back to top button