Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

આરિફને આઈશાનો અંતિમ પત્ર: ‘આરિફ તુમ્હારા પુરા હક હૈ, મુજે પરેશાન કરને કા પર મેં ગલત નહીં હું’

આઈશા આત્માહત્યા મામલે આઈશાના પરિવાર અને વકીલ તરફથી અલગ અલગ ખુલાસા કરવામાં આવે છે. ત્યારે આઈશાએ લખેલો એક પત્ર આઈશાના વકીલે રજૂ કર્યો છે. આ પત્રમાં અનેક બાબતોનો સ્પષ્ટતા આઈશા તરફથી કરવામાં આવી છે.

પત્રની શરૂઆત જ માય લવ આરુ(આરિફ)થી કરવામાં આવી છે. પત્રમાં આઈશાએ લખ્યું છે કે ઘણી વાતો છે જે મેં નથી કરી, મને બહુ ખોટું લાગ્યું કે તે તારી કરતૂતો છુપાવવા મારું નામ આશીફ સાથે જોડી દીધું. આશીફ મારો બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઈ જ છે.

4 દિવસ રૂમમાં બંધ હતી ત્યારે ખાવા માટે પણ કોઈ પૂછવા ન હતું આવ્યું. હું પ્રેગનેન્ટ હતી ત્યારે પણ તું નહોતો આવતો અને આવતો ત્યારે ખુબ મારતો હતો જેના કારણે લિટલ આરૂ(આરિફ)ને વાગ્યું જેથી હું તેના પાસે જાવ છું. પત્રમાં વધુમાં આઈશા એ લખ્યું કે, મેં ક્યારેય દગો નથી આપ્યો. તે હસતી રમતી 2 જિંદગી ઊઝાડી દીધી. સોરી આઇ લવ યુ કુકુ. હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફીદા છું કેમ એ તો હું આવતા જન્મમાં જ કહીશ.

આટલું લખીને પત્રના અંતમાં લવ યુ યોર વાઈફ આઈશા આરિફ લખ્યું છે. પોલીસે 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં આરિફને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે રિમાન્ડ ના માંગતા, કોર્ટે આરીફને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે. રિવર ફ્રન્ટ પોલીસે મોબાઈલ ફોન કબ્જે કર્યો છે તે અંગે આઈશાના વકીલે આપેલ પત્ર ના આધારે હવે પોલીસ આગળની તપાસ કરશે.

અમદાવાદ પોલીસ આઈશા કેસમાં હાલ આરિફની પૂછપરછ કરી રહી છે. પહેલાં પોલીસ આરિફનો ફોન શોધી રહી હતી. એ અંગે આરિફ કોઈ વાતને સમર્થન આપતો ન હતો.

પોલીસને કહેતો હતો કે તેણે તેનો ફોન તેણે ફેંકી દીધો હતો પણ ખરેખર તેણે એ ફોન તેના મિત્રના ઘરે સંતાડ્યો હતો. આ બાબતે પોલીસે તેની કડક પૂછપરછ કરતાં આ ફોન તેણે મિત્ર પાસે હોવાની કબૂલાત કરી અને પોલીસે ફોન રિકવર કર્યો છે. 25 ફેબ્રુઆરીએ વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં દર્દભરી પોતાની દિલની વાત કરી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. એ પહેલાં ફોન પર માતા-પિતા તેને કસમ આપે છે છતાં યુવતી આપઘાત કરી લે છે. માતા-પિતા સાથે યુવતીની અંતિમ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ હૃદયદ્રાવક છે. એમાં યુવતી તેનાં માતા-પિતાને કહે છે કે અબ બહુત હો ગયા, અબ નહીં જીના, બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના.

6 માર્ચના રોજ ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા આરોપી – આરીફ ખાનને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે આરોપીનો ફોન કબ્જે કરી લીધો છે

[quads id=1]

Related Articles

Back to top button