શું વરુણ ધવન પછી શ્રધ્ધા કપૂર પણ કરવા જઈ રહી છે લગ્ન, જાણો કોણ છે તે ખુશનસીબ…
શરણાઈના અવાજો આ દિવસોમાં બોલીવુડમાં સતત ગુંજતા રહે છે. તાજેતરમાં વરૂણ ધવને તેની લાંબા ગાળાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા છે પરંતુ હવે સમાચાર છે કે ટૂંક સમયમાં બોલીવુડ સ્ટાર શ્રદ્ધા કપૂર લગ્ન જીવનમાં જોડાવા જઈ રહી છે. આ સમાચાર બીજા કોઈએ નહીં પરંતુ શ્રદ્ધા કપૂરના ખાસ મિત્રએ આપ્યા છે.
વરૂણ આ દિવસોમાં તેના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે, પરંતુ આ પછી વરુણે વધુ એક મોટો ધમાકો કર્યો છે. તેણે તેની સહ-અભિનેત્રી અને મિત્ર શ્રદ્ધા કપૂરના લગ્ન અંગેનો સંકેત આપ્યો છે. શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન બાળપણના મિત્રો છે, તેથી તેમના લગ્ન બાદ વરૂણે શ્રદ્ધાના લગ્ન અંગે સોશિયલ મીડિયા પર સંકેત આપ્યા છે.
હકીકતમાં જ્યારે શ્રદ્ધા કપૂરના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ટાએ વરૂણને તેના લગ્ન માટે અભિનંદન આપ્યા હતા, ત્યારે વરુણે તેના જવાબમાં કંઇક એવું લખ્યું હતું કે તેના પરથી તેમના લગ્નનો અંદાજ લગાવી શકાય છે.
એવું બન્યું કે રોહન શ્રેષ્ટાએ વરૂણના લગ્નની તસવીર શેર કરી અને અભિનંદન પાઠવ્યા હતા. તસવીર શેર કરતા રોહને લખ્યું, ‘વીડી અને નેટ્સ અભિનંદન. વીડી તમે નસીબદાર છો પરંતુ આનો જવાબ આપતાં વરુણે લખ્યું- ‘હું ખરેખર છું! આશા છે કે તમે પણ તૈયાર છો ‘.
હવે વરૂણનો આ મેસેજ રોહન અને શ્રદ્ધા કપૂરના ચાહકો માટે લગ્નનો સંકેત લાગે છે. કારણ કે ગયા વર્ષે શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના લગ્નની અફવાઓ પણ જોરશોરથી ચાલી રહી હતી. આ સિવાય બંને ઘણી ઇવેન્ટ્સ, પાર્ટીઝ અને બાઇક રાઇડમાં સાથે જોવા મળ્યા હતા.